ETV Bharat / state

મુખ્યપ્રધાના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ અંબાજી કોટેશ્વરના ગ્રામજનોને થયો

author img

By

Published : Apr 8, 2022, 9:49 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Chief Minister Bhupendra Patel) સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનોને અનુભવ થયો. મુખ્યપ્રધાને માર્ગમાં આવતી એક દુકાને સામાન્ય નાગરિકની જેમ ઊભા રહી ગયા હતા. ગામના લોકો સાથે શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી.

મુખ્યપ્રધાના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ અંબાજી કોટેશ્વરના ગ્રામજનોને થયો
મુખ્યપ્રધાના નિખાલસ વ્યક્તિત્વનો અનુભવ અંબાજી કોટેશ્વરના ગ્રામજનોને થયો

બનાસકાંઠાઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના(Chief Minister Bhupendra Patel) સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વનો અંબાજી ધામ નજીકના કોટેશ્વરના ગ્રામજનો અને બાળકોને આજે અનુભવ થયો. મુખ્યપ્રધાને કોટેશ્વર મહાદેવમાં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો (Light and sound show at Ambaji Gabbar)સહિતના વિકાસ કામોના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ ગ્રામજનો સાથે ગ્રામ જન બની ગયા - માર્ગમાં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિકની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના(Koteshwar village of Ambaji)ખબર અંતર પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળાની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચા ની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો. અરવિંદ રૈયાણી મુખ્યસચિવ પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા.

આ પણ વાંચોઃ Ambaji 51 Shakripith parikrama : દેશવિદેશની શક્તિપીઠોના દર્શન કરાવતો અંબાજી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સત્વ પ્રારંભ

આ પણ વાંચોઃ Light and sound show Ambaji: અંબાજી ખાતે CM ભૂપેન્દ્ર પટેલ લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું કરશે ઉદ્ઘાટન, 13.35 કરોડના ખર્ચે थયું તૈયાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.