ETV Bharat / state

બનાસકાંઠાનાં વીર જવાનને ગાર્ડ ઑફ ઑનર આપી કરાયાં અંતિમસંસ્કાર

author img

By

Published : Oct 31, 2021, 7:29 PM IST

ધાનેરા તાલુકાનાં મગરાવા ગામનાં આર્મી જવાન ચૌધરી ભલાભાઈ નારણભાઈ શહિદ થયા હતા અને તેમનાં પાર્થિવ દેહને પોતાના વતન લવાયો હતો. તેમજ ગાર્ડ ઑફ ઑનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. તેમની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતાં અને વીરગતી પામનાર જવાનને શ્રદ્ધાંજલિ આપી હતી.

બનાસકાંઠાનાં વિર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયાં અંતિમસંસ્કાર
બનાસકાંઠાનાં વિર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયાં અંતિમસંસ્કાર

  • ધાનેરા તાલુકાનાં મગરાવા ગામનો જવાન શહિદ થયો
  • ચૌધરી ભલાભાઈનું ન્યૂમોનિયાથી દુઃખદ અવસાન થયું
  • અંતિમવિધિમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં

ધાનેરા : દિવાળી પહેલાં જ બનાસકાંઠા જીલ્લાનાં ધાનેરા તાલુકાનાં મગરાવા ગામે માતમ છવાઈ ગયો છે. ગામનો આર્મી જવાન ચૌધરી ભલાભાઈ નારણભાઈનું ન્યૂમોનિયાથી દુઃખદ અવસાન થયું હતું. તેમનાં પાર્થિવ દેહને તેમના વતન મગરાવા ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યાં તેમના પરિવારજનોએ અંતિમ દર્શન કરીને વિધિવત રીતે ભાવભીની વિદાય આપી હતી. પાર્થિવ દેહને ગાર્ડ ઑફ ઑનર સાથે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યાં હતાં.

બનાસકાંઠાનાં વિર જવાનને ગાર્ડ ઓફ ઓનર આપી કરાયાં અંતિમસંસ્કાર

અંતિમવિધિમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા

મગરાવા ગામનાં વીર જવાન ન્યૂમોનિયાનાં રોગથી મોતને ભેટ્યા હતાં જેનાં કારણે આખું ગામ શોકમય બન્યું છે ઉપરાંત તેમની અંતિમવિધીમાં જિલ્લાનાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. જવાનના અગ્નિ સંસ્કાર દરમિયાન ગામનાં સરપંચ દ્વારા સ્મશાન ભૂમિમાં 24 પીપળા વાવી તેનું જતન કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો ; અમદાવાદની આ જગ્યાના દિવાઓ વિદેશોમાં પણ આપે છે રોશની, જાણો તેમના વિશે...

આ પણ વાંચો ; રજવાડામાં વહેંચાયેલા ભારતને એક કરનાર લોખંડી પુરૂષ સરદાર, જાણો તેમના વિશે....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.