ETV Bharat / state

Ahmedabad News : યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUIનો વિરોધ, 48 કલાકમાં એક્શન લેવામાં નહીં આવે તો...

author img

By

Published : Jun 6, 2023, 5:03 PM IST

Updated : Jun 6, 2023, 5:17 PM IST

અમદાવાદ યુનિવર્સિટી દ્વારા ફીમાં વધારાના લઈને NSUI દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં B.A જેવા સામાન્ય કોર્સની 16 લાખ જેટલી ફી વસુલવામાં આવી રહી છે. જો આ ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો આગામી દિવસ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

Ahmedabad News : યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUIનો વિરોધ, 48 કલાકમાં એક્શન લેવામાં નહીં આવે તો...
Ahmedabad News : યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUIનો વિરોધ, 48 કલાકમાં એક્શન લેવામાં નહીં આવે તો...

અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારાને લઈને NSUIનો વિરોધ

અમદાવાદ : રાજ્યમાં સરકારી શાળા અને કોલેજ જેટલા પ્રમાણ નવી ખુલી નથી રહી તેના કરતાં વધારે ખાનગી કોલેજ કે યુનિવર્સિટી ખુલી રહી છે. જેના કારણે ખાનગી કોલેજ અને યુનિવર્સિટી દ્વારા ભારે ફી વસુલવામાં આવી રહી છે. આ ફી વધારાના કારણે સામાન્ય ઘરનું બાળકને શિક્ષણથી વંચિત રહેવું મુશ્કેલ બની રહ્યું છે. આ ફી વધારાના કારણે યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ યુનિવર્સિટીની બહાર ભારે વિરોધ પ્રદર્શન કરી આવેદન આપવામાં આવ્યું છે.

અમદાવાદ યુનિવર્સિટી દ્વારા સામાન્ય કોર્સની ફી 16 લાખ રૂપિયા લેવામાં આવી રહી છે. જેના સંદર્ભે ગુજરાત NSUI દ્વારા આજરોજ અમદાવાદ યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમદાવાદ યુનિવર્સિટીમાં B.com, BBA અને B.Aમાં વાર્ષિક ફી 4.20 લાખ છે. જ્યારે 4 વર્ષની ફી 16.80 લાખ વસૂલવામાં આવી રહી છે. તેના વિરુદ્ધમાં આજ NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને જો આ 48 કલાકની અંદર જો આના પર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. - નરેદ્ર સોલંકી (NSUIના પ્રદેશ પ્રમુખ)

અમદાવાદ યુનિવર્સિટીમાં 16 લાખ જેટલી ફી : અમદાવાદ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલી ખાનગી અમદાવાદ યુનિવર્સિટી દ્વારા B.A, B.COM, B.B.A જેવી સામાન્ય કોર્સની ચાર વર્ષની ફી 16 લાખ 80 હજાર લેવામાં આવી રહી છે. ઉપરાંત અન્ય ખાનગી યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ચાર વર્ષમાં 10 લાખ 80 હજાર, નિરમા યુનિવર્સિટી દ્વારા ચાર વર્ષમાં 13 લાખ 68 હજાર રૂપિયા ફી વસુલવામાં આવી રહી છે. જ્યારે કર્ણાવતી યુનિવર્સિટી 8 લાખ 25 હજાર ફી વસુલવામાં આવી રહી છે. રાજ્ય 108 યુનિવર્સિટીમાંથી 103 જેટલી યુનિવર્સિટી આવી રીતે મોંઘી ફી વસુલવામાં આવી રહી છે.

ગુજરાત યુનિવર્સિટી ફીમાં રાહત : રાજ્ય સરકાર દ્વારા રચના કરવામાં આવેલી યુનિવર્સિટી દ્વારા રાહત ફી દર ચલાવવા આવે છે. સરકારી ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ ચાર વર્ષમાં B.Aના 60 હજાર B.COM 84 હજાર , BBA 1 લાખ 4 હજાર રૂપિયા ફી વસુલવામાં આવી રહી છે. જ્યારે ભાવનગર યુનિવર્સિટીમાં ચાર વર્ષમાં B.Aના 9200, B.COM 17,200, BBA 80 હજાર રૂપિયા ફી વસુલવામાં આવી રહી છે. એમ.એસ. યુનિવર્સિટીમાં ચાર વર્ષમાં B.Aના છોકરીની ફી 26,480 છોકરાની 30,880 B.COMની છોકરીની 27,280 અને છોકરાની 31,280 ફી અને BBAમાં છોકરીની 1 લાખ 12 હજાર છોકરાની 2 લાખ 32 હજાર લેવામાં આવી રહી છે.

  1. Ahmedabad News : નિરમા સ્કૂલની ફી વધારાની મનમાનીને લઈને NSUIનો વિરોધ, માંગ નહીં સ્વીકારે તો આંદોલનની ચીમકી
  2. Ahmedabad News : વેપારી અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને, યુનિવર્સિટીઓની ઉઘાડી લૂંટ : કોંગ્રેસ
  3. Vadodara News : યુનિવર્સિટીના 553 વિદ્યાર્થીઓને નોકરી મળી, લાખો રૂપિયાની ઓફર સાથે હજુ પણ પ્રક્રિયા ચાલુ
Last Updated : Jun 6, 2023, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.