ETV Bharat / state

Ahmedabad News : વેપારી અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને, યુનિવર્સિટીઓની ઉઘાડી લૂંટ : કોંગ્રેસ

author img

By

Published : Jun 1, 2023, 5:49 PM IST

ગુજરાતમાં યુનિવર્સિટીની ફીસને કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે, રકારી કોલેજ કરતા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં વાર્ષિક 4 લાખ રૂપિયા સુધીની સુધી ફી ઉઘરાવવામાં આવે છે. તેમજ ગુજરાતની યુનિવર્સિટી ભલે શિક્ષણમાં ટોપ યુનિવર્સિટી ક્લબમાં ન આવતી પરંતુ વાલીઓને લૂંટવા પ્રથમ નંબરે આવી રહી છે.

Ahmedabad News : વેપારી અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને, યુનિવર્સિટીઓની ઉઘાડી લૂંટ : કોંગ્રેસ
Ahmedabad News : વેપારી અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને, યુનિવર્સિટીઓની ઉઘાડી લૂંટ : કોંગ્રેસ

યુનિવર્સિટીની ફીને લઈને કોંગ્રેસના સરકાર પર પ્રહાર

અમદાવાદ : રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળા અભ્યાસ પૂર્ણ બાદ ગ્રેજ્યુએશન કે ડિગ્રી કરવા માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં જતા હોય છે. ત્યારે રાજ્યમાં સરકારી યુનિવર્સિટી કરતા પ્રાઇવેટ યુનિવર્સિટીમાં મોંઘી ફી વસુલવામાં આવી રહી છે. જ્યારે સરકાર દ્વારા નવી સરકારી કોલેજ ખોલવામાં આવી રહી નથી અને પ્રાઇવેટ કોલેજ માન્યતા આપવામાં આવી રહી છે. તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં વેપારીકરણ અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને પહોંચાડી છે. રાજ્યમાં 108 જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીને મંજુરી આપી જાણે તેમને વિદ્યાર્થીઓને લૂંટવાનો પરવાનો આપ્યો હોય તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોર્સમાં વિદ્યાર્થી દીઠ 1 મિલિયન કરતા વધારે ફી ઉઘરાવવામાં આવી રહી છે. ગુજરાતની યુનિવર્સિટીઓ ભલે શિક્ષણમાં ટોપ યુનિવર્સિટી ક્લબમાં ન આવતી હોય પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવા પ્રથમ નંબરે આવી રહી છે. - પાર્થિવરાજસિંહ કઠવાડિયા (કોંગ્રેસ, પ્રવકતા)

કેટલી ફ્રી લેવામાં આવે છે : ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓ B.COM, BBA, અને B. COM જેવા કોર્સની ફી મેડિકલની ફી કરતા પણ વધારે જોવા મળી રહી છે. ગુજરાતમાં 108 પૈકી યુનિવર્સિટના ઉદાહરણ રૂપે કેટલાક કોર્સની ફી જોઈએ અને સરકારની કોલેજોની ફી જોડે સરખાવવામાં આવે તો મોટો તફાવત જોવા મળે છે. અમદાવાદ યુનિવર્સિટીના જે બિલ્ડિંગમાં B.COMમાં વાર્ષિક 4.2 લાખ રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે. તેમજ કેમ્પસમાં ગુજરાત યુનિવર્સિટીની ફી આશરે 2500 ફી લેવામાં આવી રહી છે. નિરમા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ જોડે B. COMમાં વાર્ષિક 3.42 લાખ ઉઘરાવવામાં આવી રહ્યા છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા B.A વાર્ષિક 2 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા છે.

સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? : વધુમાં જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળના અંત્યોદયના સિધ્ધાંતનો પ્રચાર ભાજપના નેતા કરતા હોય છે. તેમના નામે બનેલા પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં B.COM અને BA જેવા કોર્સમાં સેમેસ્ટર દીઠ 1.35 લાખ ફી ઉઘરાવવામાં આવી રહી છે. કોંગ્રેસના શાસનમાં બનેલી સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ આજે પણ વાર્ષિક 2000થી 2500ની વચ્ચે ફી લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીસ પણ માફ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને આ પ્રકારે ખુલ્લે આમ લૂંટવામાં આવે અને સરકાર ચૂપ બેસે તે કેટલું યોગ્ય? ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીટાયર્ડ જ્જની ફી નિયમન કમિટીની નિમણુંક થાય અને વ્યાજબી ફી નક્કી થવી જોઈએ.

અલગ અલગ યુનિવર્સિટીમાં ફી ધોરણ : અમદાવાદ યુનિવર્સિટીમાં 4 વર્ષની 16 લાખ 80 હજાર, પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં 4 વર્ષમાં 10 લાખ 80 હજાર, નિરમા યુનિવર્સિટી યુનિવર્સિટીમાં 13 લાખ 68 હજાર અને 5 વર્ષના 19 લાખ 65 હજાર, કર્ણાવતી યુનિવર્સિટીમાં 4 વર્ષના 8 લાખ 25 હજાર, ઈન્ડસ યુનિવર્સિટી ચાર વર્ષના 2 લાખ અને ત્રણ વર્ષના 2 લાખ 55 હજાર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે સરકારી યુનિવર્સિટીમાં B.COM, B.A, B.B.A. ગુજરાત યુનિવર્સિટી ગર્વમેન્ટ અને ગ્રાન્ટ છોકરાની 10 હજાર અને છોકરીની 5240 રૂપિયા લેવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી સેલ્ફ ફાઈનાન્સ 4 વર્ષની 60 હજાર રૂપિયા ફી ભાવનગર યુનિવર્સિટી 9200 ચાર વર્ષની ફી લેવામાં આવે છે.

  1. Bharuch News : આલીયાબાનુને પીએમ મોદીની મદદની ખાતરીને પાળી બતાવતું ભરુચ તંત્ર, કલેક્ટર સહિત 200 કર્મીઓએ ભરી ફી
  2. Vadodara News : યુનિવર્સિટીના 553 વિદ્યાર્થીઓને નોકરી મળી, લાખો રૂપિયાની ઓફર સાથે હજુ પણ પ્રક્રિયા ચાલુ
  3. Kutch news : કચ્છ યુનિવર્સિટીના કુલપતિની મુદત થશે પૂર્ણ, ત્રણ માસથી સરકાર દ્વારા કોઈ નામ જાહેર નથી કરાયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.