ETV Bharat / state

IPL 2023 : ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમનો અનોખો નજારો, કેપ્ટનની કુલની ઝલક જોવા દર્શકો આતુર

author img

By

Published : Mar 28, 2023, 1:18 PM IST

અમદાવાદમાં 31 માર્ચના રોજ સાંજે 6 વાગે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLની ઓપનિગ સેરેમની યોજાશે. ઓપનિંગ સેરેમનીમાં ભારતના ફિલ્મી કલાકારો તેમજ સંગીતકારો પોતાનું પર્ફોર્મન્સ આપીને ચાર ચાંદ લગાવશે. તો બીજી તરફ વિશ્વના સુપર કુલ અને સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની એક ઝલક જોવા માટે દર્શકો આતુર છે.

IPL 2023 : ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમનો અનોખો નજારો, કેપ્ટનની કુલની ઝલક જોવા દર્શકો આતુર
IPL 2023 : ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમનો અનોખો નજારો, કેપ્ટનની કુલની ઝલક જોવા દર્શકો આતુર

અમદાવાદમાં IPL ઓપનિંગ સેરેમનીમાં સ્ટેડિયમ થશે હાઉસફુલ

અમદાવાદ : TATA IPL 2023 સીઝનની શુક્રવારથી શરૂઆત થઈ રહી છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી વખત IPLની ઓપનિગ સેરેમની યોજાશે. જેને લઇને જોરશોરથી તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. IPLની ઓપનિગ સેરેમનીમાં ભારતના અનેક પ્રસિદ્ધ ફિલ્મ કલાકારો પરફોર્મન્સ આપશે તેવી શક્યતાઓ છે. ત્યારબાદ 31 માર્ચના રોજ ગત વર્ષની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ અને 4 વખત ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે સાંજે 7:30 શરૂઆત થશે.

દક્ષિણ ભારતની અભિનેત્રી આપશે પર્ફોર્મન્સ : TATA IPL 16મી સીઝન શરૂઆત પહેલા ઓપનિંગ સેરેમની યોજાશે. ત્યારે આ ઓપનિંગ સેરેમનીમાં પુષ્પા ફિલ્મથી પ્રચલિત થયેલી અભિનેત્રી રશ્મિકા મંધાના તેમજ તમન્ના ભાટિયા પોતાનું આપશે. આ ઉપરાંત બોલીવુડના કલાકારો અને સિંગર પણ પોતાનું પરફોર્મન્સ આપે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો : WPL 2023: કઈ ટીમને મળશે સીધી ફાઈનલની ટિકિટ, આજે થશે નક્કી

પહેલી વખત અમદાવાદ ઓપનિંગ સેરેમની : ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 15 સીઝન IPLની રમાઈ ચૂકી છે. જેમાં બીજા અન્ય સ્ટેડિયમમાં IPL ઓપનિંગ સેરમનીનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે પ્રથમ વખત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને તમામ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે. પહેલી મેચમાં જ એક લાખથી પણ વધારે દર્શકો દેશભરના વિવિધ કલાકારોનું પર્ફોર્મન્સ અને પહેલી મેચ નિહાળશે. તેમજ સાંજનો કાયક્રમ હોવાથી દર્શકોથી ખચાખચ ભરેલું સ્ટેડિયમમાં પણ અનોખો નજારો જોવા મળશે.

આ પણ વાંચો : Ball Used in International Cricket : વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા આ બોલથી પ્રેક્ટિસ કરશે ટીમ ઈન્ડિયા

પૂર્વ કપ્તાન ઝલક જોવા લોકો આતુર : ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની એક ઝલક જોવા માટે પણ દર્શકો આતુર છે. મહેન્દ્રસિંહ ધોની પહેલી સિઝનથી જ ચેન્નઈ સુપરકિંગ્સ સાથે જોડાયેલા છે. ચેન્નઈ સુપર કિંગ્સને IPLમાં ચાર વખત ચેમ્પિયન બનાવી ચુક્યો છે. સૂત્રોના અહેવાલ મુજબ મહેન્દ્ર સિંહ ધોની આ અંતિમ IPL સિઝન હોય શકે છે. જેથી જો ચેન્નાઇ સુપર કિંગ્સ ફાઇનલ પહોંચે તો ઠીક નહિતર તેની અમદાવાદમાં અંતિમ IPL મેચ હોઈ શકે છે. જેથી દર્શકો મહેન્દ્ર સિંહ ધોની જોવા માટે પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.