ETV Bharat / sports

WPL 2023: કઈ ટીમને મળશે સીધી ફાઈનલની ટિકિટ, આજે થશે નક્કી

author img

By

Published : Mar 21, 2023, 5:55 PM IST

મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વિમેન્સ પ્રીમિયર લીગની ફાઇનલમાં સીધી ટિકિટ મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યાં છે. જાણો WPL 2023ની ફાઇનલમાં સીધા ક્વોલિફાય થવાનું ગણિત શું છે ?

WPL 2023: આજે નક્કી થશે કે કઈ ટીમ સીધી ફાઈનલ રમશે, નેટ રન રેટ મહત્વની ભૂમિકા ભજવશે
WPL 2023: આજે નક્કી થશે કે કઈ ટીમ સીધી ફાઈનલ રમશે, નેટ રન રેટ મહત્વની ભૂમિકા ભજવશે

મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ આવૃત્તિ હવે તેના અંતિમ તબક્કામાં છે. ચાર મેચ બાદ WPL 2023 ની વિજેતા ટીમ નક્કી થશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આજે કઈ ટીમને સીધી ફાઈનલની ટિકિટ મળે છે.

3 ટીમ પ્લેઓફમાં પહોંચી: વિમેન્સ પ્રીમિયર લીગમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી 3 ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સે પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. જો કે ગ્રુપ સ્ટેજમાં હજુ બે મેચ બાકી છે, જે મંગળવારે રમાશે. આ મેચોના પરિણામો નક્કી કરશે કે કઈ ટીમ સીધી મહિલા પ્રીમિયર લીગની ફાઇનલમાં પહોંચશે. કારણ કે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો: ICC Mens Cricket World Cup: ભારતમાં મિશેલ સ્ટાર્કની બોલિંગ ધૂમ મચાવશે, કરી રહ્યો છે ODI વર્લ્ડ કપની તૈયારી

કોને મળશે ફાઈનલમાં સીધો પ્રવેશ: જો વર્તમાન પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેના 10 પોઈન્ટ છે પરંતુ દિલ્હી કેપિટલ્સનો નેટ રન રેટમાં થોડો આગળ છે. તેથી તેઓ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન ધરાવે છે. યુપી વોરિયર્સ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ફાઈનલમાં સીધો પ્રવેશ મેળવવા માટે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે જંગ છે. કારણ કે આજની મેચોના પરિણામો બાદ જે ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર હશે તે સીધી ફાઈનલમાં પહોંચી જશે. બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમ એલિમિનેટર મેચમાં એકબીજાનો સામનો કરશે. ત્યારબાદ વિજેતા ટીમ ફાઇનલ મેચ રમશે.

આ પણ વાંચો: ISL 2023 Champion: મોહન બાગાને પ્રથમ વખત જીત્યો આ ખિતાબ

શું છે નેટ રન રેટની ભૂમિકા: મુંબઈ ઈન્ડિયન્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, યુપી વોરિયર્સ વિ દિલ્હી કેપિટલ્સ. આરસીબીની ટીમ પહેલાથી જ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. બાકીની ત્રણ ટીમો પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન માટે લડી રહી છે. આજની મેચોમાં, જો મુંબઈ ઈન્ડિયન્સ આરસીબીને હરાવશે અને દિલ્હી કેપિટલ્સ યુપી વોરિયર્સને હરાવશે, તો નેટ રન રેટ નક્કી કરશે કે દિલ્હી અને મુંબઈ વચ્ચે કઈ ટીમ પ્રથમ સ્થાન મેળવશે. જો મુંબઈ અને દિલ્હી બંને પોતપોતાની મેચ હારે છે તો યુપી વોરિયર્સને પણ 10 પોઈન્ટ મળશે. પછી દિલ્હી કેપિટલ્સ, યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે, જેનો રન રેટ વધુ સારો હશે, તે ટીમ પ્રથમ સ્થાન પર કબજો કરશે અને સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.