ETV Bharat / sports

Tokyo olympics 2020: જુડો ખેલાડી સુશિલા દેવીને એલિમિનેશન રાઉન્ડમાં મળી હાર

author img

By

Published : Jul 24, 2021, 2:35 PM IST

ટોક્યો ઓલિમ્પિકના (Tokyo Olympics) બીજા દિવસે જુડો ખેલાડી સુશીલા દેવીએ પોતાના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી હતી. આ રાઉન્ડ એલિમિનેશન હતો, જેમાં હારનારા ખેલાડીને મેડલ રાઉન્ડથી બહાર જવાનું હતું. આ મુકાબલામાં સુશીલા દેવીએ હારનો સામનો કરવો પડ્યો હોવાથી તેણે બહાર જવું પડ્યું છે.

Tokyo olympics 2020: જુડો ખેલાડી સુશિલા દેવીને એલિમિનેશન રાઉન્ડમાં મળી હાર
Tokyo olympics 2020: જુડો ખેલાડી સુશિલા દેવીને એલિમિનેશન રાઉન્ડમાં મળી હાર

  • ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympics) બીજા દિવસે જુડો મહિલા ખેલાડીને મળી હાર
  • સુશીલા દેવીની હાર થતા તે મેડલ રાઉન્ડમાંથી બહાર થઈ
  • જુડોમાં ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઈ

ટોક્યોઃ ભારતીય જુડો મહિલા ખેલાડી સુશીલા દેવીએ આજે પોતાના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી હતી, જેમાં તેનો સામનો હંગરીની સિનોવિક્ઝકી સાથે થયો હતો. આ બંને ખેલાડીએ 48 કિલો વેઈટ કેટેગરીના રાઉન્ડમાં 32મી વખતા આમનો સામનો થયો હતો.

આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 2: મેન્સ સીંગલના પ્રથમ રાઉન્ડમાં સાંઇ પ્રણીતને મળી હાર

નાની ભૂલના કારણે મેચ હારી સુશીલા દેવી

આ રાઉન્ડ એલિમિનેશનનો હતો, જેમાં હારનારો ખેલાડી રાઉન્ડથી બહાર જવાનો હતો. જ્યારે આ મુકાબલામાં સુશીલા દેવીની હાર થતા તેણે બહાર જવું પડ્યું છે. સુશીલાએ ઘણી લડાઉ આપી, પરંતુ એક નાની ભૂલના કારણે તેણે મેચ હારવી પડી.

આ પણ વાંચો- Tokyo Olympics 2020, Day 2: ભારતીય પુરૂષ હોકી ટીમની વિજયી શરૂઆત, ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું

સુશીલા આ વખતે ઓલિમ્પિકમાં ભારતની એકલી જુડો ખેલાડી (Judo player)

મણિપૂરની 26 વર્ષીય આ ખેલાડી માટે આમ પણ રસ્તો સરળ નહતો. તે આ વખતે ઓલિમ્પિકમાં ભારતની એકલી જુડો ખેલાડી (Judo player) છે. સુશીલાએ ઉપમહાદ્વિપીય કોટાથી પહેલી વખત ઓલિમ્પિકમાં જગ્યા બનાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.