Tokyo Olympics 2020, Day 2: ભારતીય પુરૂષ હોકી ટીમની વિજયી શરૂઆત, ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું

author img

By

Published : Jul 24, 2021, 1:56 PM IST

Tokyo Olympics 2020, Day 2: ભારતીય પુરૂષ હોકી ટીમની વિજયી શરૂઆત, ન્યૂ ઝિલેન્ડને 3-2થી હરાવ્યું

ટોક્યો ઓલિમ્પિકના આજે બીજા દિવસે ભારતની તમામ ટીમે જોરદાર શરૂઆત કરી છે. ત્યારે ભારતીય હોકી ટીમ પણ આમાંથી બાકાત નથી. હરમીનપ્રિત સિંહે 26મી અને 33મી મિનિટમાં 2 ગોલ કર્યા છે. જ્યારે રૂપિન્દરપાલ સિંહ (10મા)એ આઠ વખતની પૂર્વ ચેમ્પિયન ભારતીય ટીમ માટે ત્રીજો ગોલ ફટકાર્યો હતો.

  • ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે ભારતીય પુરૂષ હોકી ટીમની સારી શરૂઆત
  • હરમીનપ્રિત સિંહે (Harminpreet Singh) 26 અને 33મી મિનીટમાં 2 ગોલ કર્યા
  • ભારતીય ટીમે (Indian team) ન્યૂ ઝિલેન્ડ (New Zealand) સામે જીતની સાથે પોતાના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી દીધી

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)ના આજે બીજા દિવસે ભારતની તમામ ટીમે જોરદાર શરૂઆત કરી છે. ત્યારે ભારતીય હોકી ટીમ પણ આમાંથી બાકાત નથી. હરમીનપ્રિત સિંહે (Harminpreet Singh) 26મી અને 33મી મિનિટમાં 2 ગોલ કર્યા છે. જ્યારે રૂપિન્દરપાલ સિંહ (10મા)એ આઠ વખતની પૂર્વ ચેમ્પિયન ભારતીય ટીમ (Indian Team) માટે ત્રીજો ગોલ ફટકાર્યો હતો. હરમનપ્રીત સિંહે (Harminpreet Singh) શનિવારે પૂલ એ મેચમાં ભારતને 3-2થી જીત અપાવી હતી. જ્યારે ભારતીય ટીમે ન્યૂ ઝિલેન્ડ સામે જીતની સાથે પોતાના ઓલિમ્પિક અભિયાનની શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 Day 1: સારી શરૂઆત છતા દિપીકા કુમારી 9મા સ્થાન પર રહી

હરમીનપ્રીત સિંહે 26 અને 32મી મિનીટમાં 2 ગોલ કર્યા

હરમનપ્રીત સિંહે 26મી અને 33મી મિનીટમાં 2 ગોલ કર્યા હતા. જ્યારે રૂપિન્દર પાલ સિંહે (Rupinder Pal Singh) (10મા)એ 8 વખતની પૂર્વ ચેમ્પિયન ભારતીય ટીમ (Indian team) માટે ત્રીજો ગોલ કર્યો હતો. છેલ્લા ચાર દાયકામાં પહેલો ઓલિમ્પિક મેડલ જીતવાના પ્રયાસમાં લાગેલી ભારતીય ટીમે અપેક્ષા અનુરૂપ પ્રદર્શન કરતા ગ્રુપ એનો આ મુકાબલો જીતી લીધો હતો. કેટલાક વીડિયો રેફરલ વચ્ચે રમાયેલી આ મેચમાં છેલ્લી મિનીટમાં ન્યૂ ઝિલેન્ડને પેનલ્ટી કોર્નર મળ્યું હતું, જેને શ્રીજેશે ગોલ થતા બચાવી લીધો હતો.

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020, Day 2: મેન્સ સીંગલના પ્રથમ રાઉન્ડમાં સાંઇ પ્રણીતને મળી હાર

રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે

ન્યૂ ઝિલેન્ડની ટીમમાં કેન રસેલ (6ઠ્ઠી મિનીટ) અને સ્ટિફન જેનેસે (43મી મિનિટ) પોતાની ટીમ માટે ગોલ કર્યો હતો, પરંતુ પોતાની ટીમને જીત ન અપાવી શકી. ભારતની આગામી મુકાબલો ઓસ્ટ્રેલિયા સાથે રવિવારે થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.