ETV Bharat / sports

India vs West Indies 2nd ODI : આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે, સાંજે 7:00 વાગ્યે મેચ શરુ થશે

author img

By

Published : Jul 29, 2023, 12:51 PM IST

પ્રથમ વનડેમાં આસાન જીત મેળવ્યા બાદ, આજે ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે બીજી વનડે મેચ જીતી સિરીઝ પર કબ્જો કરવા મેદાને ઉતરશે. વર્લ્ડ કપની તૈયારીઓને જોતા ભારતીય ટીમમાં યુવા ખેલાડીઓને તક મળી શકે છે. જાણો ટીમ ઈન્ડિયાનો આ મેદાન પર અનોખો રેકોર્ડ છે. સાંજે 7:00 વાગ્યે મેચ શરુ થશે.

Etv BharatIndia vs West Indies 2nd ODI
Etv BharatIndia vs West Indies 2nd ODI

બ્રિજટાઉનઃ પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે આસાન જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે શ્રેણી પર કબજો કરવા પર રહેશે. સાથે જ બેટિંગ લાઇન-અપ અને વર્લ્ડ કપમાં ફેરફારને ધ્યાનમાં રાખીને કેટલાક પ્રયોગો પણ જોવા મળી શકે છે. શનિવારે ટીમ ઈન્ડિયા પાસે વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સીરીઝ જીતવાની તક જ નહીં પરંતુ ફરી એકવાર બેટિંગ ક્રમમાં ઘણા પ્રયોગો કરવાની તક મળશે, જે વર્લ્ડ કપની તૈયારીઓને મજબૂત બનાવશે.

ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ: ઈશાન કિશને પ્રથમ વનડેમાં ઓપનર તરીકે સારી કામગીરી બજાવી હતી, તેણે 52 રન બનાવ્યા હતા, પરંતુ બીજી વન-ડેમાં તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકશે કે કેમ કે ભારત સંજુ સેમસનને તક આપશે તેવું લાગી રહ્યું છે. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા અને કુલદિપ યાદવની જોડીએ શાનદાર બોલિંગ કરી હતી. આજની મેચમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી શકે છે.

આવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડઃ કેન્સિંગ્ટન ઓવલ બ્રિજટાઉનમાં રમાનારી બીજી વનડેના મેદાન પર બેટિંગ કરવાનો ભારતીય ક્રિકેટ ટીમનો ટ્રેક રેકોર્ડ સારો નથી. અહીંના મેદાનના ઈતિહાસ પર નજર કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમ અહીં ક્યારેય 200નો આંકડો પાર કરી શકી નથી અને ભારતીય બેટ્સમેન હંમેશા અહીં મેદાન પર સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. અહીં સૌથી વધુ સ્કોર 199 રન છે, જે બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો.

આવો છે વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડઃ ભારતની સાથે સાથે કેન્સિંગ્ટન ઓવલ બ્રિજટાઉનનું મેદાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ માટે ખૂબ જ કમનસીબ કહેવાય છે. જ્યારે પણ આ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝની ટીમે 300થી વધુ રન બનાવ્યા છે. ત્યાં સુધી વેસ્ટ ઈન્ડિઝની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડની ટીમથી સૌથી વધુ 3 વખત હાર્યું છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ: શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ, એલીક અથાનેજ, યાનિક કેરિયા, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલઝારી જોસેફ, બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, ગુડાકેશ મોતી, જેડન સીલ્સ, રોમારિયો શેફર્ડ, કેવિન સિંકલેર, ઓશેન થોમસ.

આ પણ વાંચો:

  1. ICC World Cup 2023 : આગામી દિવસોમાં વર્લ્ડ કપ 2023નો નવો કાર્યક્રમ જાહેર થશે, જય શાહનો ઈશારો
  2. Bhuvneshwar Kumar Retirement : ભારતનો આ સ્ટાર બોલર ટૂંક સમયમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, જેના નામે છે અનોખો રેકોર્ડ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.