ETV Bharat / sports

Bhuvneshwar Kumar Retirement : ભારતનો આ સ્ટાર બોલર ટૂંક સમયમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, જેના નામે છે અનોખો રેકોર્ડ

author img

By

Published : Jul 28, 2023, 1:49 PM IST

એક સમયે, ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર અને ત્રણેય ફોર્મેટમાં રમનાર ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, કારણ કે આ સ્ટાર ખેલાડીએ હવે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાંથી ક્રિકેટર શબ્દ હટાવી દીધો છે.

Etv BharatBhuvneshwar Kumar Retirement
Etv BharatBhuvneshwar Kumar Retirement

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ માટે ત્રણેય ફોર્મેટમાં રમતા અને ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવતા ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ભાગ્યે જ ભારત તરફથી રમતા જોવા મળશે. એવું લાગે છે કે, તે ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા સતત ઉપેક્ષાનો શિકાર બનેલા ભુનેશ્વર કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાંથી ક્રિકેટર શબ્દ હટાવી દીધો છે.

પહેલા 'ભારતીય ક્રિકેટર' લખેલુ હતું: ભારતીય ફાસ્ટ બોલર દ્વારા ક્રિકેટર શબ્દ હટાવવાને કારણે આવી વાતોને જોર પકડ્યું છે. ભુવનેશ્વરના ઈન્સ્ટા બાયોમાં પહેલા 'ભારતીય ક્રિકેટર' લખેલુ હતું, પરંતુ હવે તેનો બાયો બદલાઈ ગયો છે, જેમાં લખ્યું છે કે... “ભારતીય, ફેમિલી ફર્સ્ટ. પાલતુ પ્રેમીઓને પ્યાર કરને વાલા. કેઝ્યુઅલ ગેમર.."

ભુવીએ છેલ્લી વનડે મેચ ક્યારે રમી?: ભારતીય ટીમના આ ફાસ્ટ બોલરે ભારત માટે છેલ્લી વનડે 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી, જ્યાં તેને 8 ઓવરમાં કોઈ વિકેટ મળી ન હતી. જે બાદ તેને ઈજા અને ખરાબ ફોર્મના કારણે ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. પરંતુ ભુવનેશ્વર કુમારને નવેમ્બર 2022માં આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં રમી રહેલી ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે 4 મેચ રમી હતી અને 3 વિકેટ લીધી હતી.

ભુવીએ છેલ્લી T20 મેચ ક્યારે રમી?: તેણે છેલ્લે નેપિયરમાં ન્યુઝીલેન્ડ સામે ભારત માટે ટી20 મેચ રમી હતી, જ્યાં તેણે 4 ઓવર ફેંકી હતી. જોકે આ દરમિયાન તેને કોઈ વિકેટ મળી ન હતી. આ પછી, વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 શ્રેણી માટે પણ તેની અવગણના કરવામાં આવી છે અને હાલમાં તેને BCCI કરારનો ભાગ પણ બનાવવામાં આવ્યો નથી. તેથી જ એવું લાગે છે કે, ભુવનેશ્વર કુમારની આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કારકિર્દી સમાપ્તિ તરફ છે. તેથી જ તે ODI વર્લ્ડ કપ 2023ના આયોજનમાં સામેલ થતો જોવા નથી મળી રહ્યો.

ભુવનેશ્વર કુમારની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી: ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે કુલ 21 ટેસ્ટ મેચ, 121 ODI અને 87 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 37, 120 અને 86 વિકેટ પણ લીધી છે. તમને જણાવી દઈએ કે, ભુનેશ્વર કુમારના નામે રમતના ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ લેવાનો અનોખો રેકોર્ડ છે. તેણે ટેસ્ટ મેચ, વનડે અને ટી-20 મેચમાં 5 વિકેટ લેવાનો આ રેકોર્ડ બનાવ્યો છે.

આ પણ વાંચો:

  1. ICC World Cup 2023 : આગામી દિવસોમાં વર્લ્ડ કપ 2023નો નવો કાર્યક્રમ જાહેર થશે, જય શાહનો ઈશારો
  2. IND vs WI: ભારતે પ્રથમ વનડે પાંચ વિકેટે જીતી, ભારતીય સ્પિનરોનો જોવા મળ્યો દબદબો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.