ETV Bharat / sports

ICC World Cup 2023: પાકિસ્તાનને હરાવ્યા બાદ શું અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી શકશે?

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 7:42 PM IST

પાકિસ્તાનને આઠ વિકેટે હરાવીને અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે આવી ગયું છે. આ ટૂર્નામેન્ટમાં હજુ ચાર મેચ બાકી છે જો અફઘાનિસ્તાન સેમિફાઈનલમાં પહોંચે તો તેના માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ ગણાશે. જો કે અફઘાનિસ્તાન ટીમ સામે અનેક પડકારો છે.

સેમિફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાન સામે છે અનેક પડકારો
સેમિફાઈનલમાં પહોંચવા માટે અફઘાનિસ્તાન સામે છે અનેક પડકારો

હૈદરાબાદઃ અફઘાનિસ્તાન હવે નબળી ટીમ નથી રહી તેણે વર્લ્ડ કપમાં બે આશ્ચર્યજનક ફેરફાર નોંધાવ્યા છે. જેમાં 15મી ઓક્ટોબરે કોટલામાં વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને 69 રનોથી હરાવ્યું. ત્યારબાદ અફઘાનિસ્તાને ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાકિસ્તાનને આઠ વિકેટે હરાવી દીધું. પાકિસ્તાને 1992માં વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો.

બે જીતના પરિણામે અફઘાનિસ્તાન કે જેના સ્ટાફમાં ભારતના પૂર્વ બેટ્સમેન અજય જાડેજા છે તે ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં 6ઠ્ઠા ક્રમે છે. અફઘાનિસ્તાન 7મા સ્થાને રહેલા બાંગ્લાદેશ, 8મા સ્થાને રહેલા નેધરલેન્ડ, 9મા સ્થાને રહેલ શ્રીલંકા અને 10મા અને છેલ્લા સ્થાને રહેલ ઈંગ્લેન્ડની ટીમ કરતા ઉપરના ક્રમે છે. અફઘાનિસ્તાનનો વર્તમાન નેટ રનરેટ -0.969 છે.

ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વનો સવાલ એ છે કે શું અફઘાનિસ્તાન જેની પાસે રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબી જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનર છે તે આ ટૂર્નામેન્ટમાં સેમિફાઈનલમાં પહોંચી શકશે?

અફઘાનિસ્તાન છેલ્લા ચાર તબક્કામાં પોતાનું સ્થાન બનાવવાની રેસમાં છે તેથી લીગ તબક્કાની બાકી દરેક મેચ તેને જીતવી પડશે. જો અફઘાનિસ્તાન પોતાની દરેક મેચ જીતે છે તો તેના પોઈન્ટ 12 થઈ જશે.

જો કે અફઘાનિસ્તાન સામે અનેક પડકારો છે. આ પડકારોમાં તેની હવેની મેચ દક્ષિણ આફ્રિકા અને 5 વાર વિશ્વ વિજેતા રહેલ ઓસ્ટ્રેલિયન ટીમ સામે છે. આ બંને ટીમો પણ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવવા કમર કસશે તે જગજાહેર છે.

ઉત્સાહિત અફઘાનિસ્તાનનો આગામી મુકાબલો 30મી ઓક્ટોબરે પૂનાના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં શ્રીલંકા સામે થવાનો છે. બંને ટીમોનું વર્તમાન ફોર્મ જોતાં લાગે છે કે અફઘાનિસ્તાનના 3 સ્પિનર્સ કમાલ કરી શકે છે. અફઘાનિસ્તાન મેચ જીતે તેવી વધુ સંભાવના છે.

  • Spinners weave their magic 🔄
    Top four all contribute 🏏

    Afghanistan put in a string of sensational individual performances to pull off one of the team’s best ever wins.#AFGvPAK #CWC23https://t.co/GLEXNB5LCy

    — ICC Cricket World Cup (@cricketworldcup) October 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ત્યારબાદ 3 નવેમ્બરે લખનઉના અટલ બિહારી એકાના સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે મેચ છે. જે બે ખેલાડીઓ વચ્ચેનો મુકાબલો બની રહેશે. જેમાં ફરીથી અફઘાનિસ્તાન જીતે તેવી સંભાવના વધુ છે.

અફઘાનિસ્તાન માટે લીગની છેલ્લી બે મેચો વધુ મુશ્કેલ બની શકે છે. જેમાં 7 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન એવી ઓસ્ટ્રેલિયા અને 10 નવેમ્બરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની મેચનો સમાવેશ થાય છે.

જો કે ક્રિકેટમાં ક્યારેય કંઈ પણ થઈ શકે છે તેથી અફઘાનિસ્તાનની ટીમ સેમિફાઈનલમાં પહોંચે તો તેમાં કોઈ નવાઈ ન હોઈ શકે.

  1. Cricket world cup 2023 SA vs Ban : આજે દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે જામશે ટક્કર, જાણો કોન બનશે દાવેદાર
  2. Afg Beat Pak : અફઘાનિસ્તાનની જીત પર રાશિદ ખાન સાથે ઝુમ્યા ઈરફાન પઠાણ, ખુશીની પળનો વીડિયો વાઈરલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.