ETV Bharat / sports

Afg Beat Pak : અફઘાનિસ્તાનની જીત પર રાશિદ ખાન સાથે ઝુમ્યા ઈરફાન પઠાણ, ખુશીની પળનો વીડિયો વાઈરલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 12:13 PM IST

વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં અફઘાનિસ્તાને ફરી એક મોટો અપસેટ સર્જ્યો છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું. અફઘાનિસ્તાની આ જીત પર ઈરફાન પઠાણે રાશિદ ખાન સાથે ડાન્સ કરીને જીતનો જશ્ન મનાવ્યો હતો, તેમજ ખુશીની આ પળનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

પાક સામે અફઘાનિસ્તાનની જીતની ખુશીમાં સામેલ ઈરફાન પઠાણ
પાક સામે અફઘાનિસ્તાનની જીતની ખુશીમાં સામેલ ઈરફાન પઠાણ

ચેન્નાઈઃ વર્લ્ડ કપ 2023ની 21મી મેચમાં સોમવારે અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે શાનદાર જીત હાંસલ કરી હતી. આ જીત બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં. અને તેઓએ જબરદસ્ત ઉજવણી કરી. ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે જીત હાંસલ કરી હતી. અફઘાનિસ્તાન સતત સાર્થક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તે હવે નબળી ટીમ નથી.

જીતનો જશ્ન: અફઘાનિસ્તાનની જીત પર પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાન સાથે ડાન્સ કરીને જીતની ઉજવણી કરી હતી. વિજય બાદ જ્યારે અફઘાનિસ્તાનના ખેલાડીઓ મેદાનમાં ચક્કર લગાવી રહ્યા હતા. એટલામાં ઈરફાન પઠાણ આવે છે અને રાશિદ ખાન સાથે ડાન્સ કરવા લાગે છે. ત્યાં ઊભેલા સાથી ખેલાડીઓ પણ તાળીઓના ગડગડાટથી ઉજવણી કરે છે. ઈરફાન પઠાણે પણ આ ખુશીની પળોને દર્શાવતા વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ શેર કર્યો છે.

અફઘાનિસ્તાન પાક પર ભારે પડ્યું: મેદાન પર શાનદાર પ્રદર્શનના આધારે અફઘાનિસ્તાને સોમવારે ચેપોક પિચ પર પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. રહમત શાહ (અણનમ 77)ની સાથે રહેમાનિલા ગુરબાઝ (65) અને ઇબ્રાહિમ ઝદરાન (87)ની ઓપનિંગ જોડીએ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું અને અફઘાનિસ્તાનને જીત અપાવવામાં મદદ કરી.

અફઘાનિસ્તાનની શાનદાર જીત: ભારત સામેની હાર બાદ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પાકિસ્તાનના બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને અફઘાનિસ્તાનના બેટ્સમેનો પર દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા. ચેન્નાઈની પીચ પર 283 રનના પડકારજનક સ્કોરનો પીછો કરતા અફઘાનિસ્તાને એક ઓવર બાકી રહેતા આઠ વિકેટે જીત મેળવી હતી. અફઘાનિસ્તાને હવે ક્રિકેટની બે મહાસત્તાઓ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન પાકિસ્તાન અને વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે વિજય મેળવ્યો છે. આ જીતથી અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, પાકિસ્તાન ચાર પોઈન્ટ અને -0.400ના નેટ રન રેટ સાથે પાંચમા ક્રમે છે. અફઘાનિસ્તાનનો આગામી મુકાબલો 30 ઓક્ટોબરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં શ્રીલંકા સામે ટકરાશે.

  1. World Cup 2023 PAK vs AFG Highlights : અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું, સર્જેયો મોટો અપસેટ
  2. World Cup 2023 : પાકિસ્તાનને 8 વિકેટે હરાવી અફઘાનિસ્તાને મેળવી જીત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.