ETV Bharat / international

Religious intolerance in Pakistan : કરાંચીમાં હિન્દુ ધર્મસ્થળમાં મૂર્તિઓ તોડી પાડી

author img

By

Published : Dec 21, 2021, 6:05 PM IST

કરાંચીમાં હિન્દુ મંદિરમાં મૂર્તિઓ તોડી (Religious intolerance in Pakistan) નાંખવામાં આવી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી સરફરાઝ નવાઝે કહ્યું કે મોહમ્મદ વલીદ શબ્બીર નામના વ્યક્તિની દેવીદેવતાઓની મૂર્તિઓની તોડફોડ (Hindu temple idols destroyed in Karachi ) કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

Religious intolerance in Pakistan : કરાંચીમાં હિન્દુ ધર્મસ્થળમાં મૂર્તિઓ તોડી પાડી
Religious intolerance in Pakistan : કરાંચીમાં હિન્દુ ધર્મસ્થળમાં મૂર્તિઓ તોડી પાડી

કરાચીઃ પાકિસ્તાનના (Religious intolerance in Pakistan) કરાચીમાં એક હિંદુ મંદિરમાં સ્થાપિત દેવીદેવતાઓની મૂર્તિઓનો નાશ (Hindu temple idols destroyed in Karachi )કરવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે આ ઘટના સોમવારે સાંજે કરાચીના જૂના શહેરમાં નારાયણપુરા સ્થિત નારાયણ મંદિરમાં (Karachi Narayan Temple) બની હતી. વરિષ્ઠ પોલીસ અધિકારી સરફરાઝ નવાઝે કહ્યું કે મોહમ્મદ વલીદ શબ્બીર નામના વ્યક્તિની દેવીદેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

હિન્દુ સમુદાયે આરોપીને પકડ્યો

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે , 'મુકેશ કુમાર નામના હિન્દુ વ્યક્તિની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ (Religious intolerance in Pakistan) કરવામાં આવી છે. કુમાર તેની પત્ની સાથે નારાયણ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યો હતો. ત્યારે તેણે આ માણસને હથોડી વડે હિંદુ દેવીદેવતાઓની મૂર્તિઓ તોડતો (Hindu temple idols destroyed in Karachi )જોયો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે મંદિરમાં હાજર નારાજ હિંદુ સમુદાયના સભ્યોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

પહેલાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષની કોઈ ઘટના બની નથી

બનાવને પગલે પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા અને વિસ્તારને ઘેરી લીધો. સિંધના અલ્પસંખ્યક બાબતોના પ્રધાન જ્ઞાનચંદ ઈસરાનીએ કહ્યું કે આ મામલે કેસ નોંધવો જોઈએ. તેમણે કહ્યું કે આવી ઘટનાઓથી સમાજમાં અશાંતિ પેદા થાય છે. ઈસરાનીએ કહ્યું, 'અમે આવા હુમલાની નિંદા કરીએ છીએ.' અન્ય એક હિન્દુ રહેવાસીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઘણા હિન્દુ પરિવારો છે અને તેઓએ આવી ઘટના (Hindu temple idols destroyed in Karachi )ક્યારેય જોઈ નથી અને આ વિસ્તારમાં ક્યારેય હિન્દુ-મુસ્લિમ સંઘર્ષની કોઈ ઘટના બની નથી.

આ પણ વાંચોઃ શ્રીલંકન નેવીએ વધુ 12 ભારતીય માછીમારોની ધરપકડ કરી

હિન્દુઓએ વિરોધ દર્શાવ્યો

બાદમાં વિસ્તારના હિંદુ રહેવાસીઓએ પોલીસ સ્ટેશનની બહાર પ્રદર્શન કર્યું અને સરકાર પાસે હિંદુઓને સુરક્ષા આપવાની માંગ કરી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું કે આ ઘટના બાદ તેઓ આ વિસ્તારમાં અસુરક્ષિત (Religious intolerance in Pakistan) અનુભવી રહ્યા છે. આ વિસ્તારમાં મોટાભાગની વસ્તી ગરીબ અને ઓછી આવક ધરાવતા હિન્દુ પરિવારોની છે. તેઓ દાયકાઓથી નારાયણપુરામાં રહે છે.

આ પણ વાંચોઃ Drone in Ferozepur Border: પંજાબના ફિરોઝપુર બોર્ડર પર પાકિસ્તાનનું મેડ ઇન ચાઇના ડ્રોન જોવા મળ્યું, સર્ચ ઓપરેશન ચાલુ

ઘટનાની તપાસ થઇ રહી છે

પોલીસ અધિકારીએ કહ્યું કે તેઓ ઘટના (Hindu temple idols destroyed in Karachi )પાછળના હેતુની તપાસ કરી રહ્યા છે. તૂટેલી પવિત્ર મૂર્તિઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. દેશના અન્ય ભાગોમાં પણ હિન્દુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓ બની છે. પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. સત્તાવાર અંદાજ મુજબ પાકિસ્તાનમાં 75 લાખ હિંદુઓ રહે છે. જો કે સમુદાય અનુસારં હિન્દુઓની વસ્તી 90 લાખથી વધુ છે. પાકિસ્તાનમાં મોટાભાગની હિંદુ વસ્તી સિંધ પ્રાંતમાં રહે છે, જ્યાં તેઓ મુસ્લિમ રહેવાસીઓ સાથે સંસ્કૃતિ, પરંપરા અને ભાષા વહેંચે છે. તેઓ વારંવાર ઉગ્રવાદીઓ દ્વારા હેરાન (Religious intolerance in Pakistan) થવાની ફરિયાદ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.