ETV Bharat / entertainment

Alia bhatt Hollywood Debut: આલિયા ભટ્ટનું હોલિવુડમાં ડેબ્યૂ, 'હાર્ટ ઓફ સ્ટોન'માં અભિનેત્રીની પ્રતિભાનો ઓછો ઉપયોગ

author img

By

Published : Aug 11, 2023, 3:16 PM IST

ટોમ હાર્પરના નિર્દેશનમાં બનેલી હોલિવુડ ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'માં આલિયા ભટ્ટે એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે વિલન હેકર કેયા ધવનની ભૂમિકા ખુબ જ સારી રીતે નિભાવી છે. ફિલ્મમાં ડોર્નન અને ગેલ ગડોટ અભિનીત ફિલમાં આલિયા બટ્ટની ભૂમિકા અંગે ચાહકોએ ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે.

આલિયા ભટ્ટનું હોલિવુડમાં ડેબ્યૂ, 'હાર્ટ ઓફ સ્ટોન'ને ટ્વિટર પર મળ્યો મિશ્ર પ્રતિસાદ મળ્યો
આલિયા ભટ્ટનું હોલિવુડમાં ડેબ્યૂ, 'હાર્ટ ઓફ સ્ટોન'ને ટ્વિટર પર મળ્યો મિશ્ર પ્રતિસાદ મળ્યો

હૈદરાબાદ: 'હાર્ટ ઓફ સ્ટોન' એ સૌથી વધુ ચર્ચિત ફિલ્મ છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ઉપ્લબ્ધ છે. આલિયા ભટ્ટે જેમી ડોર્નન અને ગેલ ગડોટ સ્ટારર ફિલ્મથી હોલિવુડમાં ડેબ્યૂ કર્યું છે. વૈશ્વિક સ્તરે ફિલ્મ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર વિવેચકો અને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોને' ટ્વિટર પર યુઝર્સોમાં ચર્ચા જગાવી છે. કારણ કે, ઘણા યુઝર્સોને લાગે છે કે, આ ફિલ્માં બોલિવુડ સ્ટાર આલિયા ભટ્ટની પ્રતિભાનો ઉપયોગ ઓછો થયો છે. નેટફ્લિક્સ ફિલ્મ સાથે આલિયાની હોલિવુડમાં એન્ટ્રી થતાં જ ચારે બાજુ ચકચાર મચી ગઈ છે.

યુઝર્સોની પ્રિતિક્રિયા: કેટલાક યુઝર્સો એવા હતા જેમણે આ ફિલ્મના વખાણ પણ કર્યા છે. ચહકોએ સોશયલ મીડિયા પર અભિનેત્રીની પ્રશંસા કરી હતી. જ્યારે અન્ય લોકોએ આલિયા બટ્ટના પાત્રને લઈ નિરાશા વ્યક્ત કરી છે. આ સિરીઝને સામાન્ય ગણાવી હતી, જે 'મિશન: ઈમ્પોસિબલ' ફ્રેન્ચાઈઝીની નકલ હતી. 'હાર્ટ ઓફ સ્ટોન'ની સ્ટોરી નબળી કહેવામાં આવી રહી છે. આલિયા ભટ્ટનું હોલિવુડ ડેબ્યુ સિરીઝની નબળી સ્ટોરીને કારણે હિટ બનવું મુશ્કેલ છે. ફિલ્મમાં આલિયા વિલનની ભૂમિકામાં છે. આલિયા ભટ્ટ પોતાના દ્વારા ભજવવામાં આવેલા પાત્રમાં નબણી સાબિત થઈ છે. આ ઉપરાંત ઘણા નિષ્ણાતોએ 2 થી 2.50 સ્ટાર્સ આપ્યા છે.

જાણો કોણ છે કલાકારો: 'હાર્ટ ઓફ સ્ટોન' એક સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ગેલ ગેડોટે નિભાવી છે. ધ હાર્ટ તરીકે ઓળખાતી રહસ્યમય કલાકૃતિ બચાવવા માટેનું એક મિશન રચાય છે. આ ફિલ્મમાં જેમી ડોર્નન, સોફી, ઓકોનેડો, મેથિયાસ શ્વેઈગોફર, જિંગ લુસી, પોલ રેડી અને અન્ય અસંખ્ય નોંધપાત્ર કલાકારો છે. જેમાં આલિયા ભ્ટ્ટ ભારતીય ગુપ્તચર એજન્ટ કેયા ધવનની ભૂમિકામાં છે. ગ્રેગ રુકા અને એલિસન શ્રોડર એ હાર્ટ ઓફ સ્ટોનના લેખક છે.

  1. Gadar 2 Twitter Review: 'ગદર 2'એ દર્શકોને કર્યા નિરાશ, ભોજપૂરી ટાઈપની ફિલ્મ કહી
  2. Omg 2 Twitter Review : અક્ષય કુમારની 'omg 2' ફિલ્મે દર્શકોના દિલમાં જગ્યા બનાવી, 'ગદર 2' થઈ નિષ્ફળ
  3. Parineeti Chopra Video: પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા, ચાહકે કહ્યું લગ્ન ક્યારે ?
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.