ETV Bharat / city

Research of Surat Students: વિદ્યાર્થીઓએ સંશોધનથી મેળવી સિદ્ધિ, હ્યુમન યુરિનમાંથી પાણી અને ખાતર બનાવશે

author img

By

Published : Dec 6, 2021, 1:46 PM IST

સુરતીઓ સંશોધન ક્ષેત્રે હરણફાળ (Research of Surat Students) ભરી રહ્યા છે. વિશ્વમાં ચાલતાં મોટા મોટા પ્રોજેક્ટમાં સુરતના વિદ્યાર્થીઓ પોતાનું યોગદાન નોંધાવી રહ્યા છે. ત્યારે SVNITના PhD કરી રહેલા વધુ 2 વિદ્યાર્થીઓએ (Research of PhD students of SVNIT) એવું રિએક્ટર ડિઝાઈન (SVNIT students designed the reactor)કર્યું છે કે, જેના દ્વારા હ્યુમન યુરિનમાંથી સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું પાણી અને ખાતર (water and compost from human urine) બનાવી શકાય છે. આ પાણીનો ઉપયોગ ઈન્ડસ્ટ્રીમાં તેમ જ ખાતરનો ઉપયોગ ખેતી માટે સરળતાથી કરી શકાશે.

Research of Surat Students: વિદ્યાર્થીઓએ સંશોધનથી મેળવી સિદ્ધિ, હ્યુમન યુરિનમાંથી પાણી અને ખાતર બનાવશે
Research of Surat Students: વિદ્યાર્થીઓએ સંશોધનથી મેળવી સિદ્ધિ, હ્યુમન યુરિનમાંથી પાણી અને ખાતર બનાવશે

  • પબ્લિક ગેધરિંગ સ્થળો પરથી સોર્સ સેપ્રેટેડ યુરિન સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે જેથી વેસ્ટમાંથી વેલ્થ બનશે
  • ભરૂચ રેલ્વે સ્ટેશનથી સોર્સ સેપ્રેટેડ યુરિનના સેમ્પલ લીધા
  • પાણીનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં તેમજ ખાતરનો ઉપયોગ ખેતી માટે સરળતાથી કરી શકાશે

સુરતઃ શહેરના વિદ્યાર્થીઓએ ફરી એક વાર નવું સંશોધન કરી સિદ્ધિ હાંસલ (Research of Surat Students) કરી રહ્યા છે. ત્યારે ફરી એક વાર તેવામાં સુરતના SVNITના (Research of PhD students of SVNIT) કેમિકલ ડિપાર્ટમેન્ટમાં PhD કરી રહેલા વિદ્યાર્થી અસફાક પટેલ અને ડો. અંબિકા આડકરે એવી ડિઝાઈન બનાવી છે, જેમાં યુરિનમાંથી હાઈ ક્વોલિટીનું પાણી રિકવર (water and compost from human urine) કરી શકાય છે. સાથે જ ખાતરનું પણ ઉત્પાદન કરી શકાશે, જે પાણીથી કવર થાય છે. તે ઈન્ડિયન સ્ટાન્ડર્ડ ડ્રિન્કિંગ વોટરના પેરામીટર સાથે મેચ કરીને તેને ઈન્ડસ્ટ્રીઝ ગેલ વોટર તરીકે કન્સિડર કરીને ઈન્ડસ્ટ્રીને સપ્લાય કરી શકાય છે અને ખાતર ખેતીકામ માટે વાપરી શકાય છે, જે કિંમતમાં પણ સસ્તું છે. તેમની આ ડિઝાઈનને પેટન્ટ પણ મળી છે.

પાણીનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં તેમજ ખાતરનો ઉપયોગ ખેતી માટે સરળતાથી કરી શકાશે

આ પણ વાંચો- વઘઈ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંશોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું

ઈન્ડસ્ટ્રી માટે ઉપયોગ કરી શકાશે

PhD કરી રહેલા વિદ્યાર્થી અસફાક પટેલે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટમાં ડો. અરવિંદ કુમાર અને ડો. અલ્કા મોગરેએ માર્ગદર્શન આપ્યું છે. અત્યારે અમે લેબ સ્કેલ પર જે કામ કર્યું છે. તેમાં મારા નેટિવ ભરૂચ રેલ્વે સ્ટેશનથી સોર્સ સેપ્રેટેડ યુરિનના સેમ્પલ લીધા છે. આ માટે અમે જે રિએક્ટર ડિઝાઈન કર્યું છે. તેમાં ન્યૂટ્રોનની ડિજેક્શન ડેફિશિયનસી ખૂબ હાઈ છે. તેનાથી પાણીની ક્વોલિટી મળે છે. તે શ્રેષ્ઠ છે, જે ઈન્ડસ્ટ્રી માટે યૂઝ કરી શકાશે. પબ્લિક ગેધરિંગ સ્થળો જેવા કે, રેલ્વે સ્ટેશન, મોલ, થિએટર કે જ્યાં સોર્સ સેપ્રેટેડ યુરિન સરળતાથી ઉપલબ્ધ હોય છે. ત્યાંથી યુરિન લઈને તેની પ્રોસેસ કરી શકાશે.

આ પણ વાંચો- Foreign tour of Junagadh students: કૃષિ પદ્ધતિ અને ટેક્નોલોજીની તાલીમ લેવા કૃષિ કોલેજના 15 વિદ્યાર્થીઓ વિદેશ જશે

જળચર પ્રાણીઓને પણ અસર થશે નહીં અને ફર્ટિલાઈઝર કિંમતમાં સસ્તું પણ પડશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ યુરિનને વેસ્ટ ગણીને તેને નદીમાં વહાવી દઈએ છીએ, જેથી તેના ન્યૂટ્રીશન કે જે પાણીમાં મળે છે. તે જળચર પ્રાણીઓને અસર કરે છે. આ તેમના માટે તે ખતરારૂપ બની શકે છે. તેથી યુરિનના વેસ્ટને વેલ્થમાં (water and compost from human urine) રૂપાંતરિત કરવાની કોશિશ ચાલી રહી છે. ખાતરની વાત કરીએ તો, વર્ષ 2021ના આંકડા પ્રમાણે, ખાતરની માગને પહોંચી વળવા ભારતે 27 ટકા ખાતર અન્ય દેશોમાંથી મગાવ્યું છે. તેની સામે જો આ રીતે ખાતર બનાવાશે તો તે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે અને તે અન્ય ખાતર કરતા 50 ટકા કિંમતમાં સસ્તું પણ પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.