ETV Bharat / state

વઘઈ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંશોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું

author img

By

Published : Mar 16, 2021, 8:07 PM IST

નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત ડાંગ જિલ્લાનાં વઘઇ ખાતે ધાન્ય સંશોધન કેન્દ્રનો વિકાસ કરવામાં આવ્યો છે. ખેડૂતોના પ્રોત્સાહન માટે તેમજ તેઓ ધાન્યના પાક લઈ આત્મનિર્ભર બને તે માટે વઘઇ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

વઘઈ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું
વઘઈ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું

  • ડાંગ જિલ્લાના આદિવાસીનો મુખ્ય ખોરાક છે નાગલી
  • નાગલીના પાક થકી ખેડૂતો, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે સંશોધન કેન્દ્ર ચાલું કરાયું
  • ખેડૂતો માટે તાલીમો પણ યોજવામાં આવી રહી છે

ડાંગઃ રાજ્યના દક્ષિણે આવેલો પહાડી વિસ્તાર ડાંગ જિલ્લામાં નાગલીનો પાક રાજ્યભરમાં પ્રખ્યાત છે. નાગલીનો પાક ડાંગવાસીઓનો મુખ્ય ખોરાક ગણવામાં આવે છે. ત્યારે આ ધાન્ય વાળા નાગલીના પાક થકી ખેડૂતો, મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે વઘઇ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન કેન્દ્ર ચાલું કરવામાં આવ્યું છે. જેમાં ધાન્ય પાકનું સંશોધન ઉપરાંત નાગલી પાક ખેડૂતો વધારે મેળવતા થાય તે માટે ખેડૂત તાલીમો પણ યોજવામાં આવી રહી છે.

વઘઇ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું
વઘઇ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું

પહાડી વિસ્તારમાં નાગલીનો પાક સહેલાઇથી મેળવી શકાય

ડાંગ જિલ્લો પહાડી વિસ્તાર હોવાના કારણે અહીં નાગલીનો પાક સહેલાઇથી મેળવી શકાય છે. નાગલી મૂલ્યવર્ધક પાક હોવાથી 1954માં મુંબઇ સરકાર અંતર્ગત ડાંગના રંભાસ ગામે સૌ પ્રથમવાર ધાન્ય સંશોધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ હાલ આ સંશોધન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટીના વઘઇમાં ચાલું છે. ધાન્ય ઉપર સંશોધન ચાલું રાખવા માટે અખિલ ભારતીય નાગલી સંસોધન દિલ્હી ગવર્મેન્ટ હેઠળ ચાલતાં પ્રોજેકટ હેઠળ સંસોધન કરવામાં આવે છે.

વઘઇ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું
વઘઇ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું

નાગલીના દાણાને 50 વર્ષથી પણ વધુ સમય સુધી સંગ્રહિત રાખી શકાય

નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત વઘઇમાં ધાન્ય સંશોધન કેન્દ્ર ચાલે છે. જેમાં નાગલી (રાગી/બાવટો ), કાંગ, વરી (કૂટકી)/મોરયો, બંટી, ચિણો જેવા ધાન્ય પાકો ઉપર સંસોધન થાય છે. ગુજરાત રાજ્યમાં નાગલી અને વરીનાં પાકોનું વાવેતર કુલ 21,700 હેકટરમાં થાય છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, તાપી જિલ્લામાં આ પાકોનું વાવેતર થાય છે. ડાંગ જિલ્લામાં ખાસ કરીને ડુંગરાળ અને આકાશી ખેતીવાળું વાતાવરણ હોવાનાં કારણે અહીં મોટા પ્રમાણમાં નાગલીનાં પાકનું વાવેતર થાય છે. નાગલીના દાણાને 50 વર્ષથી પણ વધુ સમય સુધી સંગ્રહિત રાખી શકાય છે. ભારત સરકારનાં ન્યુટ્રિશન મિશન અંતર્ગત વઘઇ ખાતેથી નાગલી વરીનાં પાકોનું ઉત્પાદન તેમજ તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે.

વઘઇ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું
વઘઇ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું

આ પણ વાંચોઃ ડાંગનાં ગુજરાત નાગલી-8ને સૌરાષ્ટ્રમાં પ્રાકૃતિક અને સેન્દ્રીય ખેતીમાં પસંદગી

વઘઇનાં સંશોધનમાં વિકસાવેલી નાગલી-8 ભારતમાં સૌથી શ્રેષ્ઠ

વઘઈ ખાતે વિકસાવેલી નાગલીની જાત ગુજરાત નાગલી-8 વર્ષ 2018માં બહાર પાડવામાં આવી છે. આ જાતને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ અને તેલંગાણામાં વાવેતર કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. જેમા નાગલીની ભલામણ કરેલી જાત જી.એન.-8 વહેલી પાકતી જાતોના ઉત્પાદનમાં શ્રેષ્ઠ સાબિત થઈ હતી. જેની ઉત્પાદકતા 3079 કિ./હે છે. પ્રતિ દિવસ ઉત્પાદકતા મુજબ, નાગલીના આ જાત સ્થાનિક જાત જી.એન.એન,-6 કરતા 14.03 ટકા, રાષ્ટ્રીય કક્ષાની જાત ની.એલ,149 કરતા 17,79 ટકા અને રાષ્ટ્રીય કક્ષાની જાત ની.એલ-352 કરતા 15.24 ટકા વધુ ઉત્પાદન આપે છે.

નાગલી
નાગલી

નાગલી દ્વારા ડાંગનાં ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

નાગલી આરોગ્યવર્ધક પાક હોવાનાં કારણે તેની માંગ વધુ છે. પરંતુ નાગલીનો ફક્ત પહાડી વિસ્તારોમાં જ સારી માત્રા મેળવી શકાય છે. ત્યારે નાગલીનો પાક મેળવી ડાંગના ખેડૂતો આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. નાગલીના પાકમાંથી બનાવેલા પાપડ, બિસ્કિટ વગેરે દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત છે. જોકે, નાગલીમાંથી 500થી પણ વધુ વસ્તુઓ બનાવી શકાય છે. જેમ કે, કોડીયો, ચુડો, વેફર્ષ વગેરે. નાગલી 30-40 કિલો રૂપિયે વેચાય છે. પરંતુ તેમાંથી આ વધી વસ્તુઓ બનાવીને વેચાણ કરવામાં આવે તો ખેડૂતોને 400થી વધુ રૂપિયાનો ફાયદો થઈ શકે છે. મહિલાઓ પોતાના ગૃહઉધોગ થકી ઘરબેઠા આવક મેળવી શકે છે.

નાગલી
નાગલી

નાગલીની બ્રાઉન કાથયા કલરની જાતમાં ઝીંક ભરપૂર માત્રમાં હોય છે

વઘઇ ખાતે નાગલીની 9 જાતો બહાર પાડવામાં આવી છે. નાગલીનો પાક સંપૂર્ણપણે મૂલ્યવર્ધક પાક છે. પરંતુ નાગલીની બ્રાઉન કાથયા કલરની જાતમાં ઝીંક ભરપૂર માત્રમાં હોય છે. કોરોનાંમાં ડોક્ટર દ્વારા દર્દીને ઝીંકની ગોળી આપવામાં આવે છે. જે ઝીંક અને કેલ્શિયમ નાગલીની બાયોફ્રોટીફાઇડ વેરાયટી જીએન -9માં ઉપલબ્ધ છે.

વઘઈ કૃષિ યુનિવર્સિટીમાં નાગલી પાકનું સંસોધન કેન્દ્ર વિકસાવવામાં આવ્યું

આરોગ્યવર્ધક નાગલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

નાગલી તૂરી, કડવી, મધુર, તૃપ્તિ કરનારી, લધુ, બળકર તથા શીતળ છે. એ પિત્ત અને ત્રિદોષનો નાશ કરે છે. નાગલી સ્વાદે મીઠી હોય છે, નાગલી શરીરને રુક્ષ કરે છે અને મળને બાંધે છે. નાગલીમાં ટ્રીપ્ચોફેન નામનું એમિનોએસિડ હોય છે. નાગલી કુપોષણ, ડીજનરેટિવ રોગો અને અકાળે વૃદ્ધત્વ અટકાવવામાં મદદ કરી શકે છે. નાગલી બ્લડ પ્રેશર, યકૃત વિકાર, અસ્થમાં અને હૃદય નબળાઈ ધરાવતા વ્યક્તિઓ માટે ફાયદાકારક સાબિત થઈ છે. નાગલી અત્યંત પૌષ્ટિક અનાજ છે અને સારુ આરોગ્ય જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. નાગલીનો વપરાશ કુદરતી રીતે શાંત રહેવામાં મદદ કરે છે. તે ચિંતા, ડિપ્રેશન અને અનિદ્રાની સ્થિતિઓમાં ફાયદાકારક છે. તે માઇગ્રેન માટે પણ ઉપયોગી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.