ETV Bharat / city

Price Rise of Rough Diamonds: 6 મહિનામાં રફના ડાયમંડના ભાવ 70 ટકા વધ્યા, સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

author img

By

Published : Feb 9, 2022, 9:25 AM IST

છેલ્લા 6 મહિનાની અંદર પાતળી સાઈઝના રફના ડાયમંડના ભાવમાં (Price Rise of Rough Diamonds) 70 ટકા સુધીનો વધારો થયો છે. આના કારણે હીરાના વેપારીઓની મુશ્કેલી (Rough Traders in Surat got into trouble) વધી છે. સુરતના ડાયમંડ વેપારીઓ પણ આના કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

Price Rise of Rough Diamonds: 6 મહિનામાં રફના ડાયમંડના ભાવ 70 ટકા વધ્યા, સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા
Price Rise of Rough Diamonds: 6 મહિનામાં રફના ડાયમંડના ભાવ 70 ટકા વધ્યા, સુરતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

સુરતઃ છેલ્લા 6 મહિનાની અંદર પાતળી સાઈઝની રફના ડાયમંડના ભાવમાં 70 ટકા સુધીનો (Price Rise of Rough Diamonds) વધારો થયો છે. આના કારણે હીરાના વેપારીઓની મુશ્કેલીમાં (Rough Traders in Surat got into trouble) વધારો થયો છે. એક તરફ હીરાની માગમાં સતત વધારો (Increased demand for diamonds) થઈ રહ્યો છે. બીજી બાજુ રફ માઈનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં સતત વધારો કરાઈ રહ્યો છે.

માઈનિંગ કંપનીઓ રફના ભાવ વધારી રહી છે

આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માગ વધી

આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માગમાં સતત વધારો (Increased demand for diamonds) થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકા સહિત અન્ય દેશોમાં કોરોના કાળ બાદ આર્થિક પેકેજ જાહેર કરાતા ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડમાં વધારો નોંધાયો છે. દિવાળી પહેલાં અને દિવાળી પછી પણ તૈયાર હીરાના માગમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચો- સુરતમાં હીરાઉદ્યોગની જેમ્સ એન્ડ જ્વેલરીમાં એક્સપોર્ટમાં 16 ટકાનો વધારો

સામાન્ય સાઈઝના રફના ભાવમાં 40 ટકાનો વધારો થયો

જોકે, છેલ્લા 6 મહિનામાં પતલી સાઈઝ રફ ડાયમંડના ભાવમાં 70 ટકા સુધીનો વધારો (Price Rise of Rough Diamonds) નોંધાયો છે. જ્યારે સામાન્ય સાઇઝના રફ ભાવના પણ 40 સુધીનો વધારો નોંધાયો છે. આની સામને તૈયાર હીરાના ભાવમાં માત્ર 10 ટકાનો વધારો થયો છે. રફ ડાયમંડના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે હીરાના વેપારીઓ મુશ્કેલીઓનો સામનો (Rough Traders in Surat got into trouble) કરી રહ્યા છે.

આ પણ વાંચો- Polished diamond rate: પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કરાયો

માઈનિંગ કંપનીઓ રફના ભાવમાં કરી રહી છે વધારો

આ અંગે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, અમેરિકા સહિત અન્ય દેશોમાં કોરોના કાળમાં પણ જ્વેલરીની સારી ડિમાન્ડ જોવા મળી હતી. તૈયાર હીરાની પણ ડિમાન્ડ હતી. આના કારણે રફ માઈનિંગ કંપનીઓ દ્વારા રફના ભાવમાં પણ સતત વધારો કરાઈ રહ્યો છે. આ જ કારણ છે કે, છેલ્લા 6 મહિનામાં રફ ડાયમંડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તૈયાર હીરાના ભાવમાં પણ વધારો થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.