ETV Bharat / city

Polished diamond rate: પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કરાયો

author img

By

Published : Nov 29, 2021, 9:40 PM IST

વૈશ્વિક બજાર (global market for diamonds)માં કિંમત નક્કી કરતી કંપનીએ રફ હીરાના દર (rough diamond rate in india)માં 30 ટકાના વધારાની સામે, પોલિશ્ડ હીરાના દર (polished diamond rate in india)માં 15 ટકાનો વધારો કર્યો છે. પોલિશ્ડ ડાયમંડના ભાવમાં 15 ટકાનો વધારો થતાં ઉદ્યોગકારો (diamond industrialists in surat) રાહત અનુભવી રહ્યા છે.

Polished diamond rate: પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કરાયો
Polished diamond rate: પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કરાયો

  • પોલિશ્ડ ડાયમન્ડના ભાવમાં 15 ટકા સુધીનો વધારો
  • રફ ડાયમંડના વધતા દર સામે પોલિશ્ડ ડાયમંડના દરમાં વધારો કરાયો
  • રેપો પોર્ટ દ્વારા કેરેટ ઉપરની સાઈઝમાં પણ સારા ભાવ વધારા

સુરત: દિવાળી પહેલા રફ હીરાના ભાવમાં વધારો (rough diamond rate in india) થયો હતો. રફ હીરાના દરમાં 30 ટકાના વધારાની સામે, પોલિશ્ડ હીરાના દરમાં 15 ટકાનો વધારો (polished diamond rate in india) થયો છે. હીરાની વૈશ્વિક બજારમાં કિંમત નક્કી કરતી કંપનીએ પોલિશ્ડ ડાયમન્ડમાં 15 ટકા સુધીનો વધારો કર્યો હતો, જેના કારણે રફ હીરાના ભાવ વધારાનો સામનો કરી રહેલા ઉદ્યોગકારો (diamond industrialists in surat)ને રાહત મળશે.

રફ હીરાના ભાવ વધતાં ઔદ્યોગિક એકમોને થયું હતું નુકસાન

વૈશ્વિક બજાર (global market for diamonds)માં ડાયમન્ડ જ્વેલરીની સારી ડિમાન્ડના કારણે રફ ડાયમંડના વધતા દર સામે પોલિશ્ડ ડાયમંડના દર (polished diamond price in india)માં વધારો કરવામાં આવ્યો છે. રફ ડાયમન્ડના સતત વધી રહેલા ભાવના કારણે ઉદ્યોગકારોને મુશ્કેલી થઈ રહી હતી. માઇન કંપનીઓએ મોટા અને પાતળા કદના હીરા માટે ઉપયોગમાં લેવાતા રફ હીરાના દર (rough diamond price in india)માં 30 ટકા સુધીનો વધારો કર્યો હતો. આવી સ્થિતિમાં ઉત્પાદનની સારી સ્થિતિ હોવા છતાં ઔદ્યોગિક એકમોની આવકમાં 25 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

દિવાળી પહેલાં હીરા ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ હતું

આખરે પોલિશ્ડ ડાયમંડના ભાવમાં 15 ટકાનો વધારો થતાં ઉદ્યોગકારો રાહત અનુભવી રહ્યા છે. GJEPC વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, "જે પ્રમાણે દિવાળી પહેલાનો માહોલ હતો, રફ હીરાની અંદર 15થી 20 ટકાનો વધારો હતો. તેની સામે પોલિશ્ડ ડાયમન્ડમાં વધારો જોવા મળ્યો નહોતો. જેના કારણે દિવાળીના એક મહિના પહેલા હીરા ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ હતું, પરંતુ દિવાળીનું વેકેશન ખુલતા પોલિશ્ડ ટ્રેડિંગ માર્કેટ (polished trading market surat)માં 10થી 15 ટકાનો વધારો થતાં અને ખાસ કરીને પાતળા માલની સાઈઝમાં વધારો થયો છે."

જે અસંતુલન હતું તે હવે સંતુલિત થશે

તેમણે જણાવ્યું કે, "રેપો પોર્ટ દ્વારા કેરેટ ઉપરની સાઈઝમાં પણ ખૂબ સારા ભાવ વધારા કર્યા છે. એમાં પણ 10થી 15 ટકાનો ભાવ વધારો થયો છે. ચોક્કસ રફ ડાયમંડના 30થી 35 ટકાના ભાવ વધારા સામે 10થી 15 ટકા જે પોલિશ્ડ ડાયમન્ડમાં ભાવ વધારો જોવા મળ્યો છે તે ડાયમંડ ઇન્ડસ્ટ્રી (diamond industry in surat) માટે ખૂબ જ સારી બાબત છે. હજુ લોકોને રફ ડાયમંડની જરૂરિયાત (demand of rough diamond in surat) છે, જે અસંતુલન હતું તે હવે સંતુલિત થશે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે."

આ પણ વાંચો: Doctor Protest: સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબ શિક્ષકો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો

આ પણ વાંચો: Suicide in surat: બંધ રૂમમાંથી મળી આવી પુરુષ અને મહિલાની લાશ, આધારકાર્ડથી થઈ ઓળખ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.