ETV Bharat / city

Grishma Murder Case 2022: સુરત જિલ્લા ગ્રીષ્મા હત્યાકાંડમાં આજે સંભવિત સજા સંભળાવવામાં આવશે

author img

By

Published : Apr 15, 2022, 10:41 PM IST

Updated : Apr 16, 2022, 10:42 AM IST

Grishma Murder Case 2022: સુરત જિલ્લા ગ્રીષ્મા હત્યાકાંડમાં આવતીકાલે સંભવિત સજા સંભળાવવામાં આવશે
Grishma Murder Case 2022: સુરત જિલ્લા ગ્રીષ્મા હત્યાકાંડમાં આવતીકાલે સંભવિત સજા સંભળાવવામાં આવશે

સુરત જિલ્લા ચકચારી ગ્રીષ્મા હત્યા મામલે(Grishma Murder Case 2022 ) ગત 6 એપ્રિલના રોજ સુરત કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ કરવામાં આવી છે અને નામદાર કોર્ટ(Surat fast track court0 દ્વારા 16મી એપ્રિલના રોજ ચુકાદો આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી ત્યાર બાદ આજે સંભવિત સજા સંભળાવવામાં આવશે.

સુરત: જિલ્લા 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા હત્યાકાંડનો(Grishma Vekariya Murder Case) બનાવ બન્યો હતો. ત્યારબાદ આ મામલે કામરેજ પોલીસ દ્વારા ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને(Grishma Murder Accused Fenil Goyani ) ધરપકડ કરી હતી. અને ત્યારબાદ 25 ફેબ્રુઆરીના રોજ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ સૌપ્રથમ સેશન ટ્રાયબલ હોવાથી કઠોર કોર્ટમાંથી આ કેસ કમી થઈને સુરતની કોર્ટમાં(Surat fast track court) ટ્રાન્સફર કર્યું હતું. આ કેસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઇજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાનો વિડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ આમ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. જેને લઈને ગત 6 એપ્રિલ 2022ના રોજ આ મામલે કોર્ટમાં બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી. ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા 16મી એપ્રિલના રોજ સંભવિત સજા(Surat Students Opinion on Fenil Goyani Punishment) આપવામાં આવશે.

સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ જે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા આરોપી ફેનિલે કરી હતી.
સુરતમાં 12 ફેબ્રુઆરીના રોજ જે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા આરોપી ફેનિલે કરી હતી.

આ પણ વાંચો: Grishma Vekariya Murder Case: ગ્રીષ્મા હત્યા કેસ મામલે કોર્ટમાં ડૉક્ટરની જુબાની લેવામાં આવી, ગુરુવારથી પંચોની જુબાની લેવામાં આવશે

આરોપીને 900થી વધારે સવાલો કરવામાં આવ્યા હતા - આ બાબતે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, 12 ફેબ્રુઆરીના રોજ જે ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની હત્યા આરોપી ફેનિલે કરી હતી. તે કેસની મુખ્ય કાર્ય સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસના કોર્ટમાં પૂર્ણ થઇ હતી. આ ટ્રાયલ કેસ ઉપર ચલાવવામાં આવ્યું હતું. જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જુબાની રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ એક અઠવાડિયા સુધી ચાલી હતી. આ કેસમાં 6 એપ્રિલના રોજ નામદાર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસએ આ કેસનો ચુકાદો 16મી એપ્રિલે જાહેર થશે તે પ્રકારની જાહેરાત કરી હતી.

કામરેજ પોલીસ દ્વારા ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને ધરપકડ કરી હતી.
કામરેજ પોલીસ દ્વારા ગ્રીષ્માની હત્યા કરનાર આરોપી ફેનિલ ગોયાણીને ધરપકડ કરી હતી.

આ કેસ પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષે નજરે જોનારાના સહેદો મેડિકલ એવિડન્સ ઘટના બન્યા બાદ જે DNA પુરાવો, અન્ય પુરાવાઓ, પંચોના પુરાવાઓ, આ બધા પુરાવાથી કેસ પુરવાર કર્યો છે. જ્યારે ફરિયાદ પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસમાં ઇરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ત્યારે હત્યા પહેલા આરોપીએ ડિમાર્ટ માંથી ચાકુ ખરીદી કરી હતી તેનો પુરાવો પણ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીએ લાગ્યું કે એક ચાકુથી કામ નહી ચાલશે જે માટે બીજું ચાકુ પણ લીધું હતું. એ ચાકુ તેણે સુભાષના પેટમાં માર્યું જેને કારણે સુભાષના પેટના આંતરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ પણ વાંચો: Grishma Murder Case 2022 : ગ્રીષ્મા હત્યા કેસના 16મીએ આવનાર ચૂકાદાને લઇને સુરતની વિદ્યાર્થિનીઓ શું વિચારી રહી છે જાણો

ગ્રીષ્મા તે દિવસે ક્લાસમાં હતી - આ બનાવના દિવસે સવારે આરોપી ફેનીલ ગોયાણી ગ્રીષ્માના કોલેજ ઉપર પણ ગયો હતો. પરંતુ ગ્રીષ્મા તે દિવસે ક્લાસમાં હતી. જેથી કોલેજમાં આ ઘટના બનવાની હતી તે બનતી રહી ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેનો પીછો કરીને તે ગ્રીષ્માના ઘરે ગયો હતો. ત્યાં જઈને ગ્રીષ્માના કાકા સુભાષભાઈ પર હુમલો કર્યો હતો. તેમના પેટમાં ચાકુ માર્યું હતું. ત્યારબાદ તેમના ભાઈના માથામાં પણ માર્યું હતું. ત્યારબાદ ગ્રીષ્મા ભાગતી હતી તેને પકડીને તેની ગળા ઉપર ચાકુ મારીને તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં IPC મુજબ 302, 307, 354, 342, 504, 506-2 હેઠળનું તમન્નામું એ કલમ હેઠળનો હતો. આ તમામ કલમો શંકા આધારિત પૂરવાર કરવામાં આવી હતી. તે આધારિત આવતી કાલે આરોપી ફેનિલ ગોયાણીને સંભવિત સજા સંભળાવવામાં આવશે.

Last Updated :Apr 16, 2022, 10:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.