ETV Bharat / state

અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના ડુપ્લીકેટ દસ્તાવેજો સાથે 2 લોકોની ધરપકડ - Ahmedabad crime

author img

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 11:07 AM IST

અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને જમીનના અસલી માલિક સાથે સમાધાનના નામે ૧૨ કરોડ રૂપિયાની ખંડણી માંગીને છેતરપિંડી આચરતા ભૂમાફિયા મોહંમદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના નોટરી સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે. Ahmedabad crime

ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનાની નોંધણી કરીને મોહંમદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવેની ધરપકડ કરી
ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનાની નોંધણી કરીને મોહંમદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવેની ધરપકડ કરી (Etv Bharat Gujarat)

અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના ડુબલીકેટ બનાવટી દસ્તાવેજો ક્રાઈમ બ્રાન્ચે બે લોકોની કરી ધરપકડ (Etv Bharat Gujarat)

અમદાવાદ: અમદાવાદમાં કરોડો રૂપિયાની જમીનના નકલી એટલે કે બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવીને જમીનના લેવડ દેવડ કરવાનો ગુનો સામે આવ્યો છે. જયાં જમીનના મલીક સાથે સમાધાનના નામે 12 કરોડ રૂપિયા ખંડણી પેટે માંગી છેતરપિંડી કરતાં હતા. જેમાં મુખ્ય અપરાધી મોહંમદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવે નામના બે લોકો સામે ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ભૂમાફિયા મોહંમદ ઇસ્માઇલ અને નોટરી બનાવના તરંગ દવે વિરૃદ્વ અમદાવાદના વિવિધ પોલીસ મથકોમાં ૨૩ જેટલા ગુના અગાઉ પણ નોંધાઇ ચુક્યા છે. જેમાં તેમણે ગેરકાયદેસર જમીન પચાવી પાડવા માટે મોટા પ્રમાણમાં બનાવટી દસ્તાવેજ બનાવ્યા હતા.

ક્રાઇમબ્રાંચ ઇકોનોમીક ઓફેન્સ વીંગ: આ બંને લોકો દ્વારા જમીનના બનાવટી વેચાણ દસ્તાવેજ બનાવીને રજીસ્ટ્રાર ઓફિસમાં નોંધણી પણ કરાવી દેવામાં આવતી હતી. શહેરના શાહપુર બહાઇ સેન્ટરમાં આવેલી નંદન સોસાયટીમાં રહેતા અબ્દુલ સલામ મન્સુરીએ આ બે સામે ફરિયાદ કરવામાં આવી હતી. અને ક્રાઇમબ્રાંચની ઇકોનોમીક ઓફેન્સ વીંગ હાલ આ ગુના સામે કાર્યવાહી કરી રહી છે.

જમીનના બે ભાગ કરાયા હતા: માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે, અબ્દુલ સલામ મન્સુરીએ વર્ષ ૨૦૧૦માં તેમના સસરા પાસેથી જુહાપુરામાં આવેલી આ જમીન ખરીદી હતી, અને વર્ષ ૨૦૧૩માં મામલતદાર તરફથી હુકમ આવતા જમીનના ચાર હિસ્સા કરવામાં આવ્યા હતા. જે બાદ અબ્દુલ મન્સુરીએ તેમના ભાગમાં આવતી જમીનને બે વ્યક્તિઓને વેચાણ માટે આપી હતી. અને તેથી તે જમીનના પણ બે ભાગ કરાયા હતા. સમાયજતા અબ્દુલ મન્સુરીએ તેની જમીન પર બાંધકામ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવવા અરજી કરી હતી એ દરમિયાન તેમને નોટીસ કે, આ જમીનનો વેચાણ દસ્તાવેજ જુલાઇ ૨૦૧૮માં થયો છે. અને જમીન ખરીદનાર મોહંમદ ઇસ્માઇલ શેખ(રહે.સમીર બંગલો, ગ્યાસપુર) છે.

ખોટા સહી કરીને દસ્તાવેજો તૈયાર કર્યા: વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મોહંમદ ઇસ્માઇલ શેખ વર્ષ ૨૦૧૦ની અબ્દુલ મન્સુરીના નામની બોગસ પાવર ઓફ એટર્નીના આધારે ખોટા સહી કરીને જમીનના દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જેના અવેજમાં ૧૨ લાખની ચુકવણી કરી હોવાની ખોટી એન્ટ્રી પણ તૈયાર કરવામાં આવી હતી. આ દસ્તાવેજ તરંગ દવે (રહે.મંગલજ્યોત ટાવર, જોધપુર ચાર રસ્તા) દ્વારા નોટરાઇઝ કરવામાં આવ્યા હતા. હકીકતમાં અબ્દુલ મન્સુરી, મોહંમદ ઇસ્માઇલ કે તરંગ દવેને ઓળખતો જ નહોતો અને મળ્યો જ નથી. આ બાબતે અબ્દુલ મન્સુરીએ આ વિશે અરજી કરી હતી જેના વળતાં જવાબ તરીકે મોહંમદ ઇસ્માઇલે તેના વિરૃદ્વમા સ્પેશીયલ સિવિલ એપ્લીકેશન પણ દાખલ કરી હતી.

અપરાધીઓ જમીન પચાવી પાડનાર મોટી ગેંગ: આ બાબતને અબ્દુલે મોહંમદ ઇસ્માઇલને મળીને વાત કરી હતી. જેમાં તેના પાસેથી જમીન મામલે સમાધાન કરવા માટે ૧૨ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ દરમિયાન અબ્દુલ મન્સુરીને જાણવા મળ્યું હતું કે, મોહંમદ ઇસ્માઇલ અને તરંગ દવે ગેરકાયદેસર જમીન પચાવી પાડનાર મોટી ગેંગ છે. બંને વિરૃદ્વ અમદાવાદમાં અસલાલી, સરખેજ, કારંજ, સેટેલાઇટ, સોલા, ઘાટલોડિયા, શાહપુર, વટવા, ઇસનપુર, કાલુપુર, સાબરમતી, ઓઢવ, નિકોલ, અને રામોલ તેમજ બોપલ પોલીસ સ્ટેશનમાં ૨૩થી વધુ ગુના નોંધાઇ ચુક્યા છે. તેમણે જમીનના બનાવટી દસ્તાવેજો દ્વારા કરોડો રૃપિયાની ખંડણી પણ ઉઘરાવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમબ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનાની નોંધણી કરીને મોહંમદ ઇસ્માઇલ શેખ અને તરંગ દવેની ધરપકડ કરી તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

  1. બારડોલીના ઉત્સવ મેળામાં સલામતીના નામે મીંડું, રાઈડમાંથી એક મહિલા અને બાળક પટકાતાં ઇજા - BARDOLI MELA RIDE INCIDENT
  2. ખેડાના મહુધાની પ્રાથમિક શાળાઓમાં આરઓ સિસ્ટમનું રિયાલિટી ચેક, ધારાસભ્યે લખ્યો હતો પત્ર - Reality Check of RO System
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.