ETV Bharat / city

Grishma Murder Case 2022 : ગ્રીષ્મા હત્યા કેસના 16મીએ આવનાર ચૂકાદાને લઇને સુરતની વિદ્યાર્થિનીઓ શું વિચારી રહી છે જાણો

author img

By

Published : Apr 12, 2022, 5:45 PM IST

Grishma Murder Case 2022 : ગ્રીષ્મા હત્યા કેસના 16મીએ આવનાર ચૂકાદાને લઇને સુરતની વિદ્યાર્થિનીઓ શું વિચારી રહી છે જાણો
Grishma Murder Case 2022 : ગ્રીષ્મા હત્યા કેસના 16મીએ આવનાર ચૂકાદાને લઇને સુરતની વિદ્યાર્થિનીઓ શું વિચારી રહી છે જાણો

સુરત જિલ્લા ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case 2022 ) 16મી એપ્રિલે કોર્ટ ચૂકાદો આપનાર છે. ત્યાર બાદ આરોપી ( Grishma Murder Accused Fenil Goyani ) ફેનિલ ગોયાણીને સજા સંભળાવામાં આવશે. તેને લઇ સુરતમાં કોલેજની વિદ્યાર્થિનીઓ શું કહે છે (Surat Students Opinion on Fenil Goyani Punishment ) આવો જાણીએ.

સુરતઃ સુરતના પાસોદરામાં થયેલો ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder Case 2022 ) સૌકોઇને હચમચાવનારો હતો. તેની હત્યાનો વાયરલ થયેલો વિડીયો જેમાં આરોપી ફેનિલ ગોયાણીને ( Grishma Murder Accused Fenil Goyani )સ્પષ્ટપણે ઓળખી શકાય એમ હતું. જોકે કાયદાકીય પ્રક્રિયાઓને લઇ પોલીસે (Surat Police)આરોપીની ધરપકડ કરી અને સજા માટે કાર્યવાહી કરી છે. અત્યાર સુધી કોર્ટમાં ડે ટુ ડે કેસ ચાલ્યા બાદ હવે આરોપીને 16મી એપ્રિલના રોજ ચૂકાદો (forthcoming verdict on the 16th April on Grishma murder case) ત્યાર બાદ સજા સંભળાવામાં આવશે. ત્યારે સુરત કોલેજની વિદ્યાર્થિનીઓ આ મામલે શું કહે છે અને શા માટે કહે છે કે (Surat Students Opinion on Fenil Goyani Punishment ) તે જોઇએ.

16 એપ્રિલે ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ ચૂકાદો સંભળાવશે

વિદ્યાર્થિનીઓની માગણી- કડકમાં કડક સજા તો મળવી જ જોઈએ. ગ્રીસ્મા હતી એ તો જતી રહી પરંતુ એના પછી એક મેસેજ આપતી ગઈ છે કે, કડકમાં કડક પગલા લેવા જરૂરી છે. કારણકે અત્યાર એવો માહોલ થઇ ગયો છે કે પોતાના ફેમિલીમાંથી છોકરીઓ બહાર જઈ શકતી નથી. શાળા કૉલેજ જતા પહલે માતા-પિતા એટલું વિચારે છે કે છોકરીઓને મોકલવી કે નહી તો એ માટે છોકરીઓ બહાર એજ્યુકેશન લેવલે સારી રીતે પહોંચી શકે એ રીતે છોકરીએ ઘરની બહાર નીકળવું જરૂરી છે. એના માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ. છોકરીઓ સિક્યોરિટીથી પોતાની સિટીમાં ફરી શકે. ગ્રીષ્મા હત્યાકાંડ પહેલાં પણ ઘણી બધી હત્યા થઈ ચૂકી છે. પણ આમાં સરકાર કોઈ કડક પગલાં લેતી નથી. ગવર્મેન્ટે ગ્રીષ્મા હત્યાકાંડ (Grishma Murder Case 2022 ) પછી સ્કૂલ કોલેજની બહાર 50 મીટરની અંદર પોલીસની સિક્યુરિટી મૂકી પરંતુ પોલીસ ખાલી બે થી ત્રણ દિવસ સુધી દેખાઈ હતી. ત્યારબાદ કોઈ પોલીસ દેખાતી નથી. કોઈ સુરક્ષા જોવા મળી નથી. અત્યારે પણ આપણી બધી ગર્લ્સ અસુરક્ષિત છે. સરકાર આમાં કોઈ કડક પગલાં લે અને છોકરીઓ સેફ રીતે કરી શકે. આરોપીને ડાયરેક્ટ ફાંસી આપી દે તો બીજા લોકો માટે કોઈ કોઈ સંદેશો જશે નહીં.એ કાલ ઉઠીને કોઈ બીજા આ વસ્તુ કરવાના છે. અને તડપાવી તડપાવીને સજા આપવી જોઈએ. આજીવન કેદની સજા આપવી ન જોઈએ. જેથી બીજો વ્યક્તિ આવું કૃત્ય કરતાં પહેલા વિચારે.

આ પણ વાંચોઃ Grishma Murder Case : કેસના ચુકાદા પહેલા મૃતક ગ્રીષ્માના પરિવારે સાથે ખાસ વાતચીત જૂઓ...

બહારના દેશમાં જે રીતે એકથી બે દિવસમાં ચુકાદો આવી જાય છે. તેવી જ રીતે આપણા દેશમાં આવો કાયદો બનાવવો જોઈએ- આરોપીને સજા આપવી જરૂરી તો છેજ જે એનો વિડિઓ વાઇરલ (Grishma Murder Case 2022 ) થયો જેવી રીતે ગ્રીષ્મા તડપી તડપીને મરી છે. આરોપીની ( Grishma Murder Accused Fenil Goyani )ધરપકડ કરવામાં પણ આવી. બહારના દેશમાં જે રીતે એકથી બે દિવસમાં ચૂકાદો આવી જાય છે. તેવી જ રીતે આપણા દેશમાં આવો કાયદો બનાવવો જોઈએ. પછી તેને ફાંસીની સજા આપવામાં આવે કે પછી આજીવન કેદની. ફાંસીની સજા આપવામાં આવે તો તેને એવી રીતે સજા આપો કે, ફાંસીની સજા આપતી વખતેનો લાઇવ વિડિયો બનાવવો જોઈએ. આ વિડીયો જોઇ લોકો ગભરાશે અને આવા કૃત્ય કરતા પહેલા વિચારશે. અને આજીવન કેદની સજા આપવામાં આવે તો આરોપીઓને એવું લાગશે કે, આજીવન કેદની સજા આપવામાં આવે તો જેલમાં બેસીને ખાવાપીવાનું જ છેને એના કરતાં તેને ફાંસીની સજા આપવી જરૂરી છે.

આરોપીને એવી સજા આપવામાં આવે કે લોકો એને લાઇવમાં જોઈ શકે- આરોપીને (Grishma Murder Case 2022 ) એવી સજા આપવામાં આવે કે, લોકો એને લાઇવમાં જોઈ શકે. જેથી આ જોઈ બીજા કોઈ પણ આવા કૃત્ય કરતાં પહેલાં વિચારશે અને આવા કૃત્ય થતાં અટકી જશે. કારણકે ફાંસીની સજા આપવામાં આવે કે પછી આજીવન કેદની સજા આપવામાં આવે પરંતુ આવા કાંડ તો ફરી પાછા થવાના જ છે. તે અટકશે તો નહીં જ. એટલા માટે આટલી સખત સજા કરવી જોઈએ.

આ પણ વાંચોઃ Grishma Murder Case: ગ્રીષ્મા હત્યા કેસમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ, 16મી એપ્રિલે આવશે ચુકાદો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.