ETV Bharat / city

Mahatma Gandhi Death Anniversary: ગાંધીજીની જૂનાગઢની અંતિમ ઈચ્છા તેમના પૌત્રએ કરી પુરી, જાણો શું છે ઈતિહાસ

author img

By

Published : Jan 30, 2022, 8:50 AM IST

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના (Mahatma Gandhi Death Anniversary) અસ્થિઓનું વિસર્જન જૂનાગઢની ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડમાં  કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ગાંધીજીના પૌત્ર શામળદાસ ગાંધી દ્વારા અસ્થિઓનું વિસર્જન (Dissolution of Gandhiji's bones) કરાયું હતું.

Mahatma Gandhi Death Anniversary:  ગાંધીજીની અંતિમ ઈચ્છા તેમના પૌત્રએ કરી પુરી, જાણો શું છે ઈતિહાસ
Mahatma Gandhi Death Anniversary: ગાંધીજીની અંતિમ ઈચ્છા તેમના પૌત્રએ કરી પુરી, જાણો શું છે ઈતિહાસ

જૂનાગઢ: ગીરી તળેટીમાં આવેલા પવિત્ર દામોદર કુંડ આદિ-અનાદિ કાળથી અસ્થિ વિસર્જનને લઈને ખૂબ ધાર્મિક મહત્વ ધરાવે છે. આથી, મહાત્માના અવસાન બાદ તેમના પૌત્ર દ્વારા જૂનાગઢના દામોદર કુંડ ખાતે અસ્થિઓનું વિસર્જન (Dissolution of Gandhiji's bones) કરવામાં આવ્યું હતું.

Mahatma Gandhi Death Anniversary: ગાંધીજીની અંતિમ ઈચ્છા તેમના પૌત્રએ કરી પુરી, જાણો શું છે ઈતિહાસ

આ પણ વાંચો: ...તો આ રીતે બાપુથી 'મહાત્મા' બન્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી

મહાત્મા ગાંધીના અસ્થિઓનું વિસર્જન જૂનાગઢના દામોદર કુંડમાં કરાયું હતું

અહીં અનેક નામી અનામી વ્યક્તિઓ અને મહાપુરૂષોના અસ્થિઓનું વિસર્જનની સાથે તેમની ધાર્મિક વિધિ પણ કરાઈ હતી તેનો સાક્ષી પવિત્ર દામોદર કુંડ આજે પણ બની રહ્યો છે. વર્ષ ૧૯૪૮માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીઓનું વિસર્જન (Dissolution of Gandhiji's bones) તેમનાં પૌત્ર શામળદાસ ગાંધીની હાજરીમાં દામોદર કુંડના તે સમયના ખૂબ જ ખ્યાતનામ પુરોહિત નાનાલાલભાઈ પુરોહિતે ગાંધીજીના અસ્થિ વિસર્જનની તમામ વિધિ હિન્દુ ધાર્મિક પરંપરાઓ અને મંત્રોચ્ચાર સાથે પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો: મહાત્મા ગાંધીને અમેરીકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા માટે યુએસ કોંગ્રેસમાં ઠરાવ ફરી રજૂ કરાયો

ગાંધીજીની અસ્થિઓનું વિસર્જન ભારતમાં બે જગ્યા પર કરાયું હતું

ગાંધીજીની ઈચ્છા અનુસાર તેમના અસ્થિઓનું વિસર્જન ભારતમાં માત્ર બે જગ્યા પર જ કરવામાં આવે છે. ગાંધીજીના દેહાંત બાદ 1948માં ગંગાઘાટ પર વડાપ્રધાન જવાહરલાલ નહેરુની અધ્યક્ષતા અને હાજરીમાં ગંગા નદીમાં ગાંધીજીના અસ્થિઓને પ્રવાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા સ્થળ તરીકે દામોદર કુંડને ગાંધીજીની ઇચ્છાનુસાર પસંદ કરવામાં આવ્યો હતો. અહીં પણ તેમની ઇચ્છાનુસાર અસ્થિઓને સોનરખ નદીના પ્રવાહિત જળમાં પ્રવાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશમાં બે જગ્યા પર ગાંધીજીના અસ્થિને પવિત્ર જળમાં પ્રવાહિત કર્યા હતા. આ સિવાય ગાંધીજીના અસ્થિઓ આજે પણ દેશની અનેક જગ્યા પર દર્શન માટે સાચવી રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.