... તો આ રીતે બાપુથી 'મહાત્મા' બન્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી

author img

By

Published : Oct 2, 2021, 8:48 AM IST

Updated : Oct 2, 2021, 9:04 AM IST

... તો આ રીતે બાપુથી 'મહાત્મા' બન્યા હતા મોહનદાસ કરમચંદ ગાંધી

મહાત્મા ગાંધીના નેતૃત્વમાં ગોરા જમીનદારો વિરૂદ્ધ શરૂ થયેલા ચંપારણના ખેડૂતોનું આંદોલન રાષ્ટ્રવ્યાપી થઈ ગયું હતું. અંગ્રેજી શાસકોએ તેમની સામે ઝૂકવું પડ્યું હતું અને ખેડૂતો પર લગાવવામાં આવેલા તમામ બળજબરીપૂર્વકના કરવેરા હટાવી લેવાયા હતા. ચંપારણમાં સફળ થયેલા સત્યાગ્રહે દેશની આઝાદીનો માર્ગ મોકળો કર્યો હતો અને આ સત્યાગ્રહથી જ ગાંધીજીને 'મહાત્મા'નું બિરૂદ મળ્યું હતું. તો તે અંગેની કહાણી જાણવા માટે, વાંચો આ અહેવાલ...

  • સત્યાગ્રહથી જ ગાંધીજીને 'મહાત્મા'નું બિરૂદ મળ્યું હતું
  • મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી ચંપારણ આવવાનો વાયદો કર્યો
  • કરમચંદ ગાંધીએ 2900 ગામોના 13 હજાર ખેડૂતોના નિવેદન લીધા

મોતિહારી: તે અંગ્રેજોનું જુલમ સહન કરવાનો દાયકો હતો, જ્યારે બિહારના ખેડૂતો ગોરા જમીનદારોના અત્યાચારથી તડપી રહ્યા હતા. અંગ્રેજ જમીનદારો તીનકઠીયા, આસામીવાર જેવા ગેરકાયદેસર કરવેરા ખેડૂતો પર લાદી રહ્યા હતા. તેના વિરોધમાં અવાજ ઉઠાવનારા એક ખેડૂત 1916માં કોંગ્રેસના લખનઉ અધિવેશનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધીજીને ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરવા માટે ચંપારણ આવવાનો આગ્રહ કર્યો હતો. મોહનદાસ કરમચંદ ગાંધીએ રાજકુમાર શુક્લની વાતોને સાંભળી અને ચંપારણ આવવાનો વાયદો કર્યો હતો.

આ પણ વાંચો : ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન

15 એપ્રિલ 1917ના રોજ મોતિહારીની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો

ગાંધીજીએ રાજુકમાર શુક્લ સાથે 15 એપ્રિલ 1917ના રોજ મોતિહારીની ધરતી પર પ્રથમ વખત પગ મૂક્યો હતો. જેના બીજા જ દિવસે તેમણે જસૌલી પટ્ટી જવાનો નિર્ણય લીધો હતો. તેઓ હાથી પર સવાર થઈને જસૌલી પટ્ટી માટે નિકળ્યા જ હતા, એવામાં મોતિહારીથી માત્ર 10 કિલોમીટર દૂર ચંદ્રહિયા પાસે એક અંગ્રેજ દરોગાએ તેમને અટકાવ્યા હતા અને ગાંધીજીને તત્કાલિન અંગ્રેજ કલેક્ટર ડબલ્યૂ. બી. હેકોકની નોટિસ થમાવી દીધી હતી. જેમાં ગાંધીજીને ત્વરરિત શહેર છોડવાનું જણાવવામાં આવ્યું હતું.

ખેડૂતોના વિશાળ ટોળાએ SDO કોર્ટને ઘેરી લીધી

મોહનદાસ તો અંતે ગાંધી. તેઓ મોતિહારી પરત તો આવી ગયા, પરંતુ તેઓ ચંપારણમાં જ રહેવાની જિદ પર અડી ગયા હતા. જ્યારબાદ એસ.ડી.ઓ. કોર્ટમાં તેમની પર કેસ ચાલી રહ્યો હતો. જ્યાં તેમણે પોતાની વાત રજૂ કરી અને જમાનત લેવાથી ઈનકાર કરી દીધો હતો. અહીં, ગાંધી મોતીહારી આવવા અને કોર્ટમાં હાજર થવા બાબતે, ખેડૂતોના વિશાળ ટોળાએ SDO કોર્ટને ઘેરી લીધી. આથી, SDO એ ખેડૂતોના ગુસ્સા અને વરિષ્ઠ અધિકારીઓની સૂચના પર કરમચંદ ગાંધીને બિનશરતી મુક્ત કર્યા.

ગાંધીએ 2900 ગામોના 13 હજાર ખેડૂતોના નિવેદન લીધા

SDO કોર્ટમાંથી છૂટ્યા બાદ ગાંધીએ ખેડૂતોના નિવેદનો લેવાનું શરૂ કર્યું. કરમચંદ ગાંધીએ 2900 ગામોના 13 હજાર ખેડૂતોના નિવેદન લીધા. ગાંધીના નેતૃત્વમાં, ચંપારણના ખેડૂતો એક થવા લાગ્યા અને તેઓએ ગાંધીના રૂપમાં 'મહાત્મા' જોવાનું શરૂ કર્યું. લોકો ગાંધીને 'મહાત્મા' કહેવા લાગ્યા.

આ પણ વાંચો : કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરીને જ આપણે નવરાત્રિ ઉજવીએઃ ભાઈ ભાઈ ફેમ અરવિંદ વેગડા

બ્રિટિશ શાસકોએ ઝૂકવું પડ્યું

મોહનદાસ કરમચંદ ગાંધી ચંપારણના લોકો માટે 'મહાત્મા ગાંધી' બન્યા. ચંપારણના ખેડૂતોનો સત્યાગ્રહ, જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં શ્વેત જમીનદારો સામે શરૂ થયો હતો, તે દેશવ્યાપી બન્યો. બ્રિટિશ શાસકોએ ઝૂકવું પડ્યું અને ખેડૂતો પર લાદવામાં આવેલા તમામ કર જબરજસ્તી દૂર કરવામાં આવ્યા. ચંપારણમાં સફળ સત્યાગ્રહથી દેશની આઝાદીનો માર્ગ મોકળો થયો.

Last Updated :Oct 2, 2021, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.