ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન

author img

By

Published : Oct 2, 2021, 7:31 AM IST

Updated : Oct 2, 2021, 9:59 AM IST

ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન

મહાત્મા ગાંધીનીની જન્મ જયંતી નિમિત્તે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સાંજના સમયે આયોજીત એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાશ્મીરી સુફી લોક ગાયક ગુલઝાર અહમદ ગનાઈ દ્વારા ગાંધીજીના સૌથી પ્રિય ભજન, નરસિંહ મહેતા લિખિત 'વૈષ્ણવજન તો તેણે રે કહીએ' ને પ્રથમ વખત કાશ્મીરી ભાષામાં પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની આત્મકથા 'સત્યના પ્રયોગો' નું પણ કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન કરવામાં આવશે.

  • સાબરમતી આશ્રમ ખાતે સાંજના સમયે આયોજીત એક કાર્યક્રમનું આયોજન કરાયું
  • 'વૈષ્ણવજન તો તેણે રે કહીએ' ને પ્રથમ વખત કાશ્મીરી ભાષામાં પ્રસ્તુત કરવામાં આવશે
  • 'સત્યના પ્રયોગો' નું પણ કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન કરવામાં આવશે.

અમદાવાદ : આ વિશે વધુ માહિતી આપતા નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી કપિલ રાવલે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, નવજીવન ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં ગાંધી વિચારનો પ્રચાર કરવાનો છે અને તેના મૂળ ગાંધી આત્મકથામાં છે. 'સત્યના પ્રયોગો' 16 ભાષામાં ઉપલબ્ધ છે જે નવજીવન ટ્રસ્ટમાં જ પ્રિન્ટ થઈ છે. હવે 17મી અને 18મી ભાષા કાશ્મીરી અને બોડો હશે. છેલ્લે 2013 માં પંજાબીમાં તેનું વિમોચન થયું હતું.

ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગાંધી આત્મકથાનું કાશ્મીરી અને બોડો ભાષામાં વિમોચન

1974 માં કાશ્મીરીમાં 'સત્યના પ્રયોગો' નો અનુવાદ થયો હતો

કપિલ રાવલે જણાવ્યું હતું કે, પહેલા પણ કાશ્મીરીમાં મહાત્મા ગાંધીની આત્મકથાનો અનુવાદ થયો હતો. તેનો રેકર્ડ હતો, પરંતુ તેની માહિતી ન હતી. આથી જ્યારે નવજીવન ટ્રસ્ટ દ્વારા કાશ્મીરીમાં અનુવાદ કરવાનું નક્કી થયું ત્યારે કાશ્મીર યુનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર ગુલામ નબી ખયાલ સુધી આ વાત પહોંચી. તેમણે જણાવ્યું કે, 1974 માં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અખ્તર મોયુદ્દીન દ્વારા તેનો અનુવાદ થયો હતો, જેને કાશ્મીરની સ્ટેટ કલ્ચરલ એક્ટિવિટી દ્વારા પબ્લિશ કરાઈ હતી, તે પૈકીની એક કોપી તેમની પાસે ઉપલબ્ધ હતી. આ કોપી તેમણે નવજીવન ટ્રસ્ટને આપી છે. આ જ પ્રતને 47 વર્ષ બાદ સ્કેન કરીને પબ્લિશ કરવામાં આવી છે. જો કે આ સંપૂર્ણ આત્મકથા નથી, પરંતુ આ કથાનો મોટો ભાગ છે.

આ પણ વાંચો : રાજકોટમાં ગાંધીજી જ્યાં ભણ્યા તે શાળામાં બન્યું વિશ્વકક્ષાનું મ્યુઝિયમ

અહિંસા અને સત્યનો સંદેશ

કપિલ રાવલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના મુખ્ય વિચારો સત્ય અને અહિંસા લોકો સુધી જેમ બને તેમ મોટા પ્રમાણમાં પહોંચે, તે જ નવજીવન ટ્રસ્ટ નો ઉદ્દેશ છે. જે તે રાજ્યની સંસ્થાઓની મદદથી તે રાજ્યની ભાષામાં ગાંધીસાહિત્ય પબ્લિશ કરાય, ગાંધી જીવન અને વિચાર પર પરીક્ષાઓ યોજાય, લોકો મહાત્માને જાણે તેવો તેમનો હેતુ હોય છે. કાશ્મીરીમાં હવે જ્યારે આત્મકથાનું વિમોચન થઈ રહ્યું છે, ત્યારે ત્યાંના પબ્લિશર્સ અને નાગરિકો દ્વારા જે પ્રમાણે રિસ્પોન્સ આવશે તે પ્રમાણે પ્રત ઉપલબ્ધ થશે. અત્યારે તો કાર્યક્રમ પૂરતી 20 થી 25 પ્રત તૈયાર કરવામાં આવી છે. જો વાચકને રસ હશે તો એક પ્રત પણ છાપવા નવજીવન ટ્રસ્ટ તૈયાર રહેશે.

આ પણ વાંચો : કેવી રીતે સેવાગ્રામ આશ્રમ બન્યો ભારતના સ્વતંત્રતા સંગ્રામનું કેન્દ્રબિંદુ

વિનોબા ભાવેના પુસ્તકનું પણ વિમોચન

મહાત્મા ગાંધીના આત્મકથાના કાશ્મીરી ભાષામાં અનુવાદના વિમોચનની સાથે સાથે વિનોબા ભાવેના કાશ્મીરની 80 દિવસની પદયાત્રા દરમિયાન લોકો સાથે કરેલા સંવાદ ઉપરના પુસ્તક 'મહોબત કા પૈગામ' નું ગુજરાતીમાં અનુવાદ 'મહોબતનો પૈગામ' નું વિમોચન પણ થશે. અત્યાર સુધીમાં સત્યના પ્રયોગોની લાખો નકલોનું વેચાણ દેશ-દુનિયામાં થઈ ચૂક્યુ છે.

Last Updated :Oct 2, 2021, 9:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.