ETV Bharat / city

Talala Kesar Mango Demands: યુરોપમાં થઈ કેસર કેરીની નિકાસ, ગયા વર્ષની સરખામણીએ જાણો કેટલી ઓછી

author img

By

Published : May 20, 2022, 7:58 AM IST

જૂનાગઢના તાલાલાની પ્રખ્યાત કેસર કેરની નિકાસ(Junagadh Kesar Mango export quality ) આ વર્ષે ગયા સરખામણાએ ઘણી ઓછી છે. આ માટેનું જો કોઈ કારણ ગણી શકાય તો એ મોંઘવારી છે. જૂનાગઢની શાન એટલે કે કેસર કેરીની માગ (Demand of Talala Kesar Mango) એટલી જ છે પણ કિંમત વધવાથી નિકાસ આ વખતે ઘટી છે.

Talala Kesar Mango Demands: યુરોપમાં થઈ કેસર કેરીની નિકાસ ગત વર્ષની સરખામણીએ જાણો કેટલી ઓછી
Talala Kesar Mango Demands: યુરોપમાં થઈ કેસર કેરીની નિકાસ ગત વર્ષની સરખામણીએ જાણો કેટલી ઓછી

જૂનાગઢ: ગીરની શાન હવે બ્રિટન સહિત અન્ય યુરોપના(Kesar Mango export to Europe) દેશોમાં પહોંચી છે. ગત બે વર્ષે કોરોના સંક્રમણને કારણે કેસર કેરીની નિકાસ સદંતર બંધ હતી ત્યારે આ વર્ષે કેસર કેરીની નિકાસ શરૂ થઈ છે, પરંતુ તેમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વખતે મોંઘવારીની અસર કેરીની નિકાસમાં પણ જોવા મળી છે. આ નિકાસમાં કેરીની માગ યથાવત છે પરંતુ કિંમત વધુ હોવાથી ખરીદી ઓછી જોવા મળી રહી છે.

આ વર્ષે નિકાસના ખર્ચમાં પણ બમણો વધારો થયો છે પ્રત્યેક 10 કિલો બોક્સ ના નિકાસ નો ખર્ચ 15 થી લઈને 20 ડોલર સુધી પહોંચી ગયો છે

આ પણ વાંચો: Junagadh Mango Auction: કેરીના ચાહકો માટે સારા સમાચાર, થઇ શકે છે આટલો ફાયદો

કેરીની નિકાસ ફરી એક વખત શરૂ - ગીરની શાન કેસર કેરીની( Junagadh famous Talala Kesar Mango) નિકાસ યુકે સહિત યુરોપના અન્ય દેશોમાં થઇ રહી છે પાછલા બે વર્ષ દરમિયાન કોરોના સંક્રમણને કારણે ગીરની કેસર કેરીની નિકાસ સદંતર બંધ જોવા મળી હતી પરંતુ આ વર્ષે યુકે સહિત યુરોપના દેશોમાં કેસર કેરીની નિકાસ ફરી એક વખત શરૂ થઈ છે. પાછલા વર્ષોની સરખામણીએ નિકાસમાં 50 ટકા કરતાં વધુનો ઘટાડો આવ્યો છે પરંતુ બે વર્ષ બાદ ગીરની કેસર કેરી ફરી એક વખત યુરોપના દેશોમાં સ્વાદના શોખીનો માટે પહોંચતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Mango In Porbandar: પોરબંદરમાં કેરીનું આગમન, ગીરની કેસર કેરી માટે લોકોએ જોવી પડશે રાહ

કેરી ની નિકાસ કરવાના ખર્ચમાં થયો વધારો - કેસર કેરીની નિકાસ આ વર્ષે મોંઘી બની રહી છે. પાછલા વર્ષની સરખામણીએ પ્રતિ 10 કિલો બોક્સની નિકાસ કરવાનો ખર્ચ 8થી લઈને 10ડોલર સુધી જોવા મળતો હતો. પરંતુ આ વર્ષે નિકાસના ખર્ચમાં પણ બમણો વધારો થયો છે. પ્રત્યેક 10 કિલો બોક્સના નિકાસનો ખર્ચ 15થી લઈને 20 ડોલર(Export Quality Kesar Mango Price) સુધી પહોંચી ગયો છે. તેમ છતાં 26મી મે શરૂ થયેલા તાલાલા માર્કેટીંગ યાર્ડમાં(Talala Marketing Yard) અત્યાર સુધીમાં ગુણવત્તાયુક્ત અને વિદેશમાં આયાત કરી શકાય તે પ્રકારની કેરીની 10 ટન જેટલી નિકાસ થઇ ચૂકી છે અને આગામી 10મી જૂન સુધી કેરીની સીઝન ચાલે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં આગામી દિવસોમાં હજુ પણ કેસર કેરીની ડિમાન્ડ યુરોપ સહિત અન્ય દેશોમાં નીકળશે તો કેસરની નિકાસ વધુ થવાની શક્યતાઓ છે, પરંતુ હાલ ગત વર્ષની સરખામણીએ નિકાસનું પ્રમાણ અડધું થઈ ગયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.