ETV Bharat / city

Jamnagar Rain Update: જામનગરમાં સિઝનનો પ્રથમ વરસાદ, અનેક વિસ્તારોમાં અમી છાંટણા

author img

By

Published : Jun 18, 2021, 5:20 PM IST

જામનગર પંથકમાં સિઝનનો પ્રથમ વરસાદ વરસ્યો છે. જામનગરમાં સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ધીમીધારે અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Jamnagar Rain UpdateJamnagar Rain Update
Jamnagar Rain Update

  • જામનગરના કાલાવડમાં છેલ્લા 24 કલાકમાં 45 MM વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબકયો
  • ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદ પડતાં 4 હજાર ચણાની ગુણીઓ પલળી

જામનગર: શહેર અને જિલ્લામાં મેઘસવારી અવિરત જોવા મળી રહી છે. જામનગર શહેરમાં બપોરના સમયે પણ ધોધમાર વરસાદ ખાબકયો છે, જામનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં છેલ્લા 24 કલાકમાં નોંધપાત્ર વરસાદ પડયો છે. જામનગરના કાલાવડમાં છેલ્લા 24 કલાકમાં 45 MM વરસાદ પડયો છે, તો છેલ્લા 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબકયો છે. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, શહેરમાં વરસાદ વરસતા શહેરીજનોએ અસહ્ય બફારામાં રાહત મળી છે.

જામનગરનાં અનેક વિસ્તારોમાં અમી છાંટણા

આ પણ વાંચો: જામનગરના મોટી ગોપ પંથકમાં બરફના કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતો બન્યા ચિંતાતુર

ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં ચણાના પાકને નુકસાન

ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં વરસાદ પડતાં 4 હજાર ચણાની ગુણીઓ પલળી ગઈ છે. ખેડૂતો ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવા માટે આવ્યા હતા. તો ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સિઝનનો પ્રથમ વરસાદ
સિઝનનો પ્રથમ વરસાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.