ETV Bharat / city

કાળિયાર અભયારણ્યમાં ચિત્તા લાવવા રજવાડાની ટકોર, યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ખાસ વાતચીત

author img

By

Published : Sep 27, 2022, 9:24 PM IST

હાલમાં વડાપ્રધાન મોદી ચિત્તાઓ 70 વર્ષ બાદ લાવ્યા છે. ત્યારે ભાવનગર સ્ટેટ પાસે 1918માં ચિત્તાઓ હતાં. ભાવનગર સ્ટેટના યુવરાજ સાથે ETV BHARAT એ ખાસ વાતચીત (Bhavnagar Yuvraj Jayvirsinhji Special Interview on cheetah) કરી હતી. યુવરાજ જયવીરરાજસિંહજીએ ફરી કાળિયાર અભયારણ્યમાં 1918નો માહોલ જોવાની અપેક્ષા વ્યક્ત કરી સરકારને વિનંતી કરી છે.

કાળિયાર અભયારણ્યમાં ચિત્તા લાવવા રજવાડાની ટકોર, યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ખાસ વાતચીત
કાળિયાર અભયારણ્યમાં ચિત્તા લાવવા રજવાડાની ટકોર, યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ખાસ વાતચીત

ભાવનગર ભાવનગર અને કોલ્હાપુર સ્ટેટ 1918માં ચિત્તા લાવ્યાં હતાં. ભાવનગરનું હળનું કાળિયાર અભ્યારણ્યમાં શિકાર ચિત્તાઓને કરાવવામાં ( cheetah history in india )આવતો હતો. વડાપ્રધાન 70 કે 80 વર્ષ બાદ ભારતમાં ફરી ચિત્તા લાવ્યા છે ત્યારે એક સમયે ચિત્તા રાખનાર રજવાડાના યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ETV BHARAT એ EXCLUSIVE વાતચીત (Bhavnagar Yuvraj Jayvirsinhji Special Interview on cheetah) કરી હતી યુવરાજ સાહેબે રાજ્ય સરકારને વિનંતી પણ કરી છે. શું તે જાણો.

યુવરાજ સાહેબે રાજ્ય સરકારને વિનંતી પણ કરી છે. શું તે જાણો

યુવરાજ જયવીરરાજસિંહજી સાથે ખાસ વાતચીતમાં મુખ્ય અંશો

સવાલ - ચિત્તાને લઈને દેશમાં ઘણી ચર્ચાઓ થઇ. ત્યારે રજવાડાના સમયમાં પણ કોલ્હાપુર અને ભાવનગર સ્ટેટ પાસે ચિત્તા હતાં ત્યારે આપ ચિત્તા વિશે શું કહો છો ?

જવાબ - જય માતાજી. સૌ પહેલા વિચિત્ર લાગ્યું કે આમાં મીડિયાને શું કહેવું. પણ વાત રજવાડાની છે તો થોડી ચર્ચા કરી શકાય. તેના પહેલા કહીશ કે વડાપ્રધાન ચિત્તા લાવ્યા ખૂબ સરસ વાત છે. વાઈલ્ડ લાઈફ પ્રિય લોકો માટે સારી વાત છે એ આપણે માનવું જોઈએ. ભાવનગર રાજ્યની ( cheetah history in india ) વાત કરીયે તો મહાત્મા ગાંધીજી જ્યારે નિલમબાગ પેલેસ પધાર્યા હતાં ત્યારે તેમણે ચિત્તા જોઈને કહ્યું હતું કે હું માણસોને સાથે નથી રાખી શકતો તમે ચિત્તાઓ જેવા પ્રાણીઓ પાળીને સાથે રાખ્યા છે. આ ઐતિહાસિક વાત છે. હાલમાં મીડિયા અને સોશિયલ મીડિયામાં અફવાઓ છે કે રજવાડાના કારણે ચિત્તાઓ વયા ગયાં પણ ના તેવું નથી કારણ કે ચિત્તાઓને રજવાડાના સમયમાં ખૂબ સારી રીતે સાચવવામાં આવતા હતાં.

સવાલ - ચિત્તા જતા રહ્યાં પણ હતાં ત્યારે કાળિયાર અભયારણ્ય હતું તેમજ ચિત્તાનો ભ્રષ્ટાચાર માટે ઉપયોગ થતો હતો. આજે લોકતંત્ર છે આ વિશે શું કહેશો ?

જવાબ - આ વિશે મને કોઈ નોલેજ નથી એટલે કશું કહેવું યોગ્ય નથી.

સવાલ - તે સમયમાં ચિત્તાઓ રાખવામાં આવતા તેની કઈ નિશાની હાલમાં ? તેમજ કાળિયાર અભયારણ્ય પણ છે તો કોઈ અપેક્ષા ?

જવાબ - તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. બીજો પ્રશ્ન મારા નોલેજ પ્રમાણે કાળિયાર અભયારણ્ય છેવટે ખૂબ સરસ જગ્યા છે અને ત્યાં ચિત્તાઓ ( cheetah history in india ) હતાં. નાગરિક તરીકે રાજ્યની સરકારને વિનંતી છે કે ભવિષ્યમાં ચિત્તા શક્ય બને તો લાવવામાં આવે. કારણ કે કાળિયાર અભયારણ્યની જગ્યા પણ આપણી પાસે છે. આપણી પાસે એશિયાટિક લાઇન પણ છે અને ચિત્તા આવશે (Bhavnagar Yuvraj Jayvirsinhji Special Interview on cheetah) તો એક ટુરિઝમ સ્થળ પણ ઉભું થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.