લાઈવ ડિટેક્ટર સમાન રહેતો ચિત્તો, આ પ્રક્રિયાથી ફફડતા ભ્રષ્ટાચારીઓ

author img

By

Published : Sep 19, 2022, 2:50 PM IST

Updated : Sep 19, 2022, 6:35 PM IST

પહેલાના જમાનામાં આવો હતો ચિત્તાઓનો ઠાઠ, બાજુમાં બેસતા જ ભ્રષ્ટાચારીઓનો નીકળી જતો હતો પસીનો

સમગ્ર દેશમાં અત્યારે ચિત્તાઓ ટોક ઓફ ધ ટાઉન સબ્જેક્ટ બન્યા છે. ત્યારે વાત ગુજરાતની કરીએ (cheetah history in india) તો, અહીં ભાવનગર (bhavnagar state) અને કોલ્હાપુર સ્ટેટ વર્ષ 1918માં ચિત્તા લાવ્યા હતા, જ્યાં ચિત્તાઓનો ઉપયોગ ભ્રષ્ટાચારને (Cheetah tool of prevent corruption ) નાથવા માટે કરવામાં આવતો હતો. એક જમાનામાં ચિત્તાઓનો અલગ ઠાઠ પણ હતો. ને ક્યારેક તેમનો શિકાર પણ થતો હતો.

ભાવનગરઃ સમગ્ર દેશ માટે તારીખ 17 સપ્ટેમ્બર (શનિવાર)નો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. કારણ કે, આફ્રિકાના નામિબીયામાંથી 8 ચિત્તાને ભારત લાવવામાં (cheetah in india news) આવ્યા હતા. ગુજરાત સાથે પણ ચિત્તાઓનો જૂનો ઈતિહાસ (cheetah history in india) રહ્યો છે. અહીં ભાવનગર (bhavnagar state ) અને કોલ્હાપુર સ્ટેટ (Kolhapur State) વર્ષ 1918માં ચિત્તા લાવ્યા હતા. પણ આ ચિત્તા કોઈ રાજવીઓના (maharaja krishnakumarsinhji bhavnagar) શોખ માટે નહીં પણ લાઈવ ડિટેક્ટર તરીકે કામ કરતા હતા.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ચિત્તાનું આવું કામઃ ભાવનગરના રાજવીકાળમાં કૃષ્ણકુમાર સિંહજીને ભ્રષ્ટાચારની કોઈ ફરિયાદ આવે તો તેઓ જે તે કર્મચારીની સંપૂર્ણ તપાસ કરીને આ કર્મચારીને પોતાની પાસે બેઠેલા ચિત્તા પાસે બેસવાનો આગ્રહ કરતા હતા. આથી આ ભ્રષ્ટાચારી કર્મચારી ભયભીત થતા અને ત્યાર બાદ આવા ભ્રષ્ટાચારીને સ્ટેટમાંથી છૂટો કરી દેવામાં આવતો હતો.

મુગલરાજથી પ્રથાઃ ભારતમાં ચિત્તાને પાલતુ બનાવવાની શરૂઆત મુગલ રાજ સમયથી થઈ હતી. ભારતમાં વર્ષ 1918માં ભાવનગર અને કોલ્હાપુર સ્ટેટ (Kolhapur State)ચિત્તાઓ લાવ્યા હતા. ભાવનગર દરબારમાં ચિત્તો સ્થાન લેતો અને ભ્રષ્ટ કર્મચારીઓને એની સામે બેસાડી દેવામાં આવતા. પછી ચિત્તો લાઈવ ડિકેટ્કટરનું કામ કરતા હતા. ભાવનગરના કાળિયાર અભયારણ્ય એક સમયે ચિત્તાના શિકાર માટેનું ભાવનગર સ્ટેટ (bhavnagar state) માટે શ્રેષ્ઠ સ્થળ હતું.

ચિત્તાઓને તાલિમઃ ભાવનગરના મહારાજા ભાવસિંહજી (bhavnagar state) બીજા અને કોલ્હાપુરના મહારાજા શાહુજી બન્ને ખાસ મિત્રો હતા. બન્ને ચિત્તા પાળવાનો શોખ હતો. જ્યારે ગાંધીજી ભાવનગરના ભાવસિંહજીને મળવા માટે આવ્યા ત્યારે શિકારી ચિત્તાઓના ઉછેર અને તેની તાલિમથી પ્રભાવિત થયા હતા. ભાવનગર દરબારમાં જેના પર ભ્રષ્ટાચારનો આરોપ હોઈ તેને ચિત્તાની બાજુમાં બેસાડવામાં આવતો, જેથી કરીને આરોપી સત્ય બોલી જાય અને ભ્રષ્ટાચાર કરનારા અન્ય લોકો સુધરી જાય.

સ્ટેટ નિકાલની સજાઃ આ કેસમાં જો ભ્રષ્ટચાર કર્યો છે એવું પુરવાર થાય તો એ કર્મચારીને સ્ટેટ નિકાલની સજા ફટકારવામાં આવતી હતી. ભાવનગરમાં વર્ષ 1918માં ચિત્તાઓ ભાવનગરના રજવાડાએ સાઉથ આફ્રિકાથી મગાવ્યા હતા. જેમાં વધુ એક સ્ટેટ (bhavnagar state) કોલ્હાપુર સ્ટેટ (Kolhapur State) પણ સામેલ હતું. ચિત્તાઓ વર્ષ 1918માં લાવ્યા ત્યારે કૃષ્ણકુમારસિંહજી અને ધર્મકુમારસિંહજી ખૂબ નાની ઉંમરના હતા.

ખાસ કાળજી રખાતીઃ આ ચિત્તાઓને આરોગ્ય ક્ષેત્રે કાળજી રાખવા કાળો ધાબડો ઓઢીને પાલકો દ્વારા માસ આપવામાં આવતું. ચિત્તાઓનું ભોજન સાચવવામાં આવતું હતું. તેમના ગળામાં પટ્ટા બાંધવામાં આવતા હતા. તેને કાપડ માથે નાખીને સુવડાવવામાં આવતા હતા. જંગલ જેવી અનુભૂતિ માટે કાથિના ખાટલા ઉપર બેસાડી સૂવડાવવામાં આવતા હતા. ગાડામાં ચિત્તાઓ લઈને ચમારડીના ડુંગર અને આસપાસના ખૂલ્લા ઘાસના મેદાનમાં શિકાર માટે જતા હતા.

શિકાર કરાતોઃ કાળિયાર હરણોથી ભરેલા વિસ્તારમાં 4-4 ચિત્તાઓ સાથે શિકાર કરવામાં આવતો હતો. ચિત્તાઓના શિકાર કર્યા બાદ તેની પાસે પહોંચીને થોડા સમય બાદ ચિત્તાના આંખે કાળો પાટો બાંધીને શિકાર લઈ લેવામાં આવતું હતું. આમ, ભાવનગર રજવાડામાં પણ શિકાર થતો આવ્યો છે, પરંતુ ચિત્તાને સાચવવાની પદ્ધતિ જરૂર રજવાડાઓ પાસેથી મળી રહે છે.

Last Updated :Sep 19, 2022, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.