ETV Bharat / city

Bhavnagar Andh Udhyog shala : આઝાદી પહેલાંની એવી ઉદ્યોગશાળા જ્યાં બ્રેઇલ લિપિ પ્રેસ સહિત ઘણુંબધું છે

author img

By

Published : Jul 21, 2022, 7:41 PM IST

ભાવનગર શહેરમાં દીર્ઘદ્રષ્ટિ વાળા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ (Maharaja Krishnakumarsinhji of Bhavnagar) આઝાદી પહેલા અંધ ઉદ્યોગશાળાની (Bhavnagar Andh Udhyog shala) સ્થાપના કરી હતી. આઝાદી પહેલાની શાળામાં પ્રજ્ઞાચક્ષુને કેવી રીતે અને કેવું શિક્ષણ (Vocational Training for Blinds) આપવામાં આવે છે અને કેવો વિકાસ થયો જાણો.

Bhavnagar Andh Udhyog shala : આઝાદી પહેલાંની એવી ઉદ્યોગશાળા જ્યાં બ્રેઇલ લિપિ પ્રેસ સહિત ઘણુંબધું છે
Bhavnagar Andh Udhyog shala : આઝાદી પહેલાંની એવી ઉદ્યોગશાળા જ્યાં બ્રેઇલ લિપિ પ્રેસ સહિત ઘણુંબધું છે

ભાવનગર- આઝાદી પહેલા ભાવનગરના દ્રષ્ટિવંત મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ (Maharaja Krishnakumarsinhji of Bhavnagar) અંધ ઉદ્યોગશાળાની સ્થાપના કરી હતી. શાળા સ્થાપવા પાછળનો તેમનો હેતુ તે સમયમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોની સંખ્યાને લઇને હતો. આજના સમયમાં આ સંખ્યા સામાન્ય બની ગઈ છે. પરંતુ આઝાદી પહેલાની શાળામાં પ્રજ્ઞાચક્ષુને કેવી રીતે અને કયા શિક્ષણ બોર્ડનું શિક્ષણ આપવામાં આવે છે અને કેવો વિકાસ થયો તે વિશે ઇટીવી ભારતે જાણકારી મેળવી હતી. આંખે દ્રષ્ટિ વિહોણા ધૃતરાષ્ટ્રની આંખ સારથી સંજય હતાં પણ આજના સમયમાં દ્રષ્ટિહીન લોકોનો સથવારો બ્રેઇલ લિપિ અને એક મશીન બન્યું છે. આઝાદી પહેલાની ભાવનગરની અંધ ઉદ્યોગશાળામાં (Bhavnagar Andh Udhyog shala)અનેક દ્રષ્ટિહીન આજે રોજગારી મેળવી સમાજમાં સ્થા(Vocational Training for Blinds) યી થયા છે. અંધ ઉદ્યોગ શાળાની સફર અને કાર્યપ્રણાલી જાણવા જેવી છે.

દી નજીક જઈ રહેલી અંધ ઉદ્યોગશાળામાં બ્રેઇલ લિપિના પુસ્તકનું પ્રેસ અને લાઈબ્રેરી પણ છે

અંધ ઉદ્યોગશાળાની સ્થાપનાનું કારણ અને હાલની સ્થિતિ -ભાવનગર શહેરમાં આવેલી અંધ ઉદ્યોગશાળાની સ્થાપના આઝાદી પહેલા કરવામાં આવી હતી. મુંબઇ ગયેલા અને ભાવનગરના યુવાનની મુલાકાત બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ (Maharaja Krishnakumarsinhji of Bhavnagar) ભાવનગરમાં દ્રષ્ટિહીન અને અલ્પદ્રષ્ટિવાળા લોકો માટે ખાસ 1932માં અંધઉદ્યોગ શાળાની સ્થાપના કરી હતી. આજે પણ સદી નજીક જઈ રહેલી અંધ ઉદ્યોગશાળામાં બ્રેઇલ લિપિના પુસ્તકનું પ્રેસ અને લાઈબ્રેરી પણ છે. ઓરબીટ જેવા સાધનથી પણ બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે તેમ અંધ ઉદ્યોગશાળાના (Bhavnagar Andh Udhyog shala) સંચાલક લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ દુનિયામાં અંધકાર પણ સપનાઓ રજૂ કર્યા શબ્દોમાં: ભાવનગરના અંધ લેખક લાભુ સોનાણીએ લખી સાત પુસ્તકો, એકનો અંગ્રેજી અનુવાદ

અંધકાર જગતમાં શિક્ષણનું અજવાળું કેવી રીતે - શાળાઓમાં બાળકોને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના અને સરકારના નક્કી કરેલા ધારા ધોરણ મુજબનો પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે. ત્યારે દ્રષ્ટિહીન પ્રજ્ઞાચક્ષુ અંધ ઉદ્યોગશાળામાં પણ તે જ પાઠ્યક્રમ ભણાવવામાં આવે છે. જો કે ફર્ક એટલો હોય છે અંધ ઉદ્યોગશાળામાં પુસ્તક બ્રેઇલ લિપિના (Braille books) એટલે કોરા કાગળના હોય છે. જેમાં સોય જેવા સાધનથી પડેલા કાણાં દ્વારા શબ્દો ઓળખવામાં આવે છે અને શિક્ષણ મેળવવામાં આવે છે. સારી વાત એ છે કે અંધ ઉદ્યોગશાળાનું પરિણામ 100 ટકા સુધી આવેલું છે તેમ અંધ ઉદ્યોગ શાળાના (Bhavnagar Andh Udhyog shala)શિક્ષક હસમુખભાઈ તોરડાએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ પ્રેરણાઃ 'અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો', દ્રષ્ટિ હીન 70 વર્ષના વડીલનું અડગ મનોબળ

અંધ ઉદ્યોગશાળાની શિક્ષણપ્રણાલી અને સુવિધા - અંધ ઉદ્યોગશાળામાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ગયા છે. બ્રેઇલ પ્રેસમાં પાઠ્યપુસ્તક સહિત અન્ય જ્ઞાન માટેના પુસ્તકોની લાઈબ્રેરી છે, જેને બ્રેઇલ લાઈબ્રેરી નામ આપવામાં આવ્યું છે. આ સાથે રાખડી બનાવવી અને અલ્પ દ્રષ્ટિવાળા પ્રજ્ઞાચક્ષુ માટે મોટર રિવાઇન્ડિંગ જેવા રોજગારના સ્રોતની તાલીમ પણ રોજગારી હેતુ (Vocational Training for Blinds) આપવામાં આવે છે. વર્ગ ખંડમાં બ્રેઇલ લિપિ સહિત સાદા પુસ્તકો પણ હોય છે. શિક્ષકના શબ્દો અને બ્રેઇલ લીપીના સથવારે શિક્ષણ આપવામાં આવે છે તેમજ ઓરબીટ જેવા સાધન આવતા બ્રેઇલ લીપીમાં ડીવાઇસથી સ્ટોર થાય અને ઓટોમેટિક શ્રુતિ ફોન્ટમાં કન્વર્ટ થાય છે. શ્રુતિ ફોન્ટ ઓટોમેટિક અવાજમાં પણ કન્વર્ટ થાય છે જેની તાલીમ પણ આપવામાં આવી રહી છે. અંધ ઉદ્યોગશાળામાં (Bhavnagar Andh Udhyog shala) સામાન્ય બાળક જેમ સુવિધા ઉભી કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.