ETV Bharat / state

પ્રેરણાઃ 'અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો', દ્રષ્ટિ હીન 70 વર્ષના વડીલનું અડગ મનોબળ

author img

By

Published : Sep 26, 2020, 1:49 PM IST

'અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો' કહેવતને ભાવનગર જિલ્લા ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામનાં મનજીભાઈ ચૌહાણે સાર્થક કરી બતાવી છે. 15 વર્ષની ઉંમરે એક બીમારીમાં પોતાની બન્ને આંખો જતી રહેતા જિંદગીભર અંધ થઈ જવાનો વારો આવતા પણ પોતાના અને પરિવારના ગુજરાન માટે ગામઠી કાથીના ખાટલા ભરી કમાણી કરી જીવન ગુજારી રહ્યાં છે.

cx
cx

ભાવનગરઃ 'અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો' કહેવતને ભાવનગર જિલ્લા ઉમરાળા તાલુકાનાં ચોગઠ ગામનાં મનજીભાઈ ચૌહાણે સાર્થક કરી બતાવી છે. 15 વર્ષની ઉંમરે એક બીમારીમાં પોતાની બન્ને આંખો જતી રહેતા જિંદગીભર અંધ થઈ જવાનો વારો આવતા પણ પોતાના અને પરિવારના ગુજરાન માટે ગામઠી કાથીના ખાટલા ભરી કમાણી કરી જીવન ગુજારી રહ્યાં છે.

ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામનાં 70 વર્ષ નાં મનજીભાઈ ચૌહાણ કે જેઓ જ્યારે માત્ર 15 વર્ષના હતા તે સમયે એક બીમારીમાં પોતાની બંને આંખે અંધાપો આવી જતા અનેક ડોકટરોની સારવાર છતાં પણ આંખની દ્રષ્ટિ પાછી નહિ આવતા પરિવારનાં સભ્યો તેમજ પોતે નીરસ થઇ ભાંગી પડ્યા હતા. પરંતુ કહેવત છે કે “અડગ મન ના માનવીને હિમાલય પણ નડતો નથી" એમ તેમણે પણ મનમાં નિર્ણય કર્યો કે ભલે મારે આંખની દ્રષ્ટિ ન હોય પણ હું કોઈ પણ કામ કરી બતાવીશ.

દ્રષ્ટિ હીન 70 વર્ષના વડીલે પોતાના અને પરિવારના ગુજરાન માટે ગામઠી કાથીના ખાટલા ભરી કમાણી કરી જીવન ગુજારી રહ્યાં છે
ત્યારબાદ મનજીભાઈએ ગામઠી કાથી ખાટલા ભરવાનાં કામ શીખવાની શરૂઆત કરી હતા. આજે દરરોજના બે થી ત્રણ ખાટલા ભરી એક ખાટલે 250 રૂપિયા મેળવી રહ્યા છે. તેમજ તમના ભાઈનું અકાળે મોત નીપજતા તેમના બાળકોની જવાબદારી પણ તેઓના માથે આવતા તેમનું અને તેમના ભાઈના બાળકોનું ગુજરાન ચલાવી રહ્યા છે. મનજીભાઈ દ્રષ્ટિ હીન હોવા છતાં કાઠી ખાટલા ભરતા જોઈ ગામના લોકો પણ તેમનાથી પ્રેરણા લે છે.

મનજીભાઈ એક ગામ થી બીજે ગામ પણ કાથી ખાટલા ભરવા માટે જાય છે અને તેમાં ગામ લોકો પણ તેમને પુરતો સહયોગ આપે છે. આ ઉપરાંત મનજીભાઈ કુવા ગાળવાનું કામ પણ ખુબ સારી રીતે કરી રહ્યા છે. અંધ હોવા છતાં પણ ઊંડાઈ સુધી જાતે કુવા ગાળી રહ્યા છે એ પણ વાત સાંભળીને કેટલાક લોકો આશ્ચર્ય ચકિત થઇ જાય છે. તેમજ ગામમાં કેટલા રસ્તાઓ કેટલા ચોરા કઈ દિશામાં આવેલા છે તે પણ જાણે છે અને રસ્તા પર જ્યારે તેઓ એકલા નીકળતા હોય છે ત્યારે કોઈ વ્યક્તિના સહારા વગર જાતે જ પોતે ઘરે તેમજ ગામની અન્ય જગ્યા પર પહોચી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.