ETV Bharat / city

હવે ગુજરાત કૉંગ્રેસ ચૂંટણીની ચર્ચા આ રાજ્યમાં જઈને કરશે પણ ક્યારે, જૂઓ

author img

By

Published : May 11, 2022, 2:47 PM IST

રાજસ્થાનના ઉદયપુરમાં આગામી 14 અને 15 મેના દિવસે ગુજરાત કૉંગ્રેસની ચિંતન શિબિર (Congress Chintan Shibir in Udaipur Rajasthan) યોજાશે. આમાં ગુજરાત કૉંગ્રેસના 15 જેટલા નેતા ઉપસ્થિત રહેશે.

હવે ગુજરાત કૉંગ્રેસ ચૂંટણીની ચર્ચા આ રાજ્યમાં જઈને કરશે પણ ક્યારે, જૂઓ
હવે ગુજરાત કૉંગ્રેસ ચૂંટણીની ચર્ચા આ રાજ્યમાં જઈને કરશે પણ ક્યારે, જૂઓ

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ત્યારે ચૂંટણી જીતવા કૉંગ્રેસે કમર કસી લીધી છે. હવે ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ દ્વારા રાજસ્થાનના ઉદયપુરમાં 14 અને 15 મે એમ 2 દિવસીય ચિંતન શિબિર (Congress Chintan Shibir in Udaipur Rajasthan) યોજાશે. ગુજરાત કૉંગ્રેસના 15 જેટલા નેતા આ ચિંતન શિબિરમાં હાજર રહેશે.

ચૂંટણીના ભાગરૂપે શિબિરનું આયોજન - આ શિબિર વિધાનસભા 2022 (Gujarat Assembly Election 2022) અને 2024ની લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) તૈયારીના ભાગરૂપે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિંતન શિબિરમાં અલગ અલગ છ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- કોંગ્રેસનું તીર- "મોદી સરકારને કારણે રૂપિયો 'ICU'માં ભર્તી"

ચિંતન શિબિરમાં કોંગ્રેસના નેતા રહેશે ઉપસ્થિત - રાજસ્થાનના ઉદયપુરમાં 14 અને 15 મેએ ચિંતન શિબિરનું આયોજન (Congress Chintan Shibir in Udaipur Rajasthan) કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવા, વર્કિંગ કમિટીની સભ્ય શકિતસિંહ ગોહિલ અને AICCના ગુજરાતના પ્રતિનિધિ સહિત કુલ 15 જેટલા લોકો આ ચિંતન શિબિરમાં હાજર રહેશે.

આ પણ વાંચો- કોંગ્રેસને ઝટકોઃ વડાપ્રધાન સાથે બેઠક કરનાર આ કોંગ્રેસ નેતાએ આપ્યું રાજીનામું

અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે - રાજસ્થાનના ઉદયપુરમાં આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ખેતી, રાજનીતિક, આર્થિક, સોશિયલ એમ્પાવરમેન્ટ, સંગઠનાત્મક અને યુવાઓ અંગેનો પ્રસ્તાવ લાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. જોકે, આગામી સમયમાં યોજાનારી વિધાનસભા (Gujarat Assembly Election 2022) અને લોકસભાની ચુંટણીને (Loksabha Election 2024) ધ્યાનમાં રાખીને રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ માટે દરેક નેતા ઉદયપુર જવા રવાના થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.