ETV Bharat / bharat

કોંગ્રેસનું તીર- "મોદી સરકારને કારણે રૂપિયો 'ICU'માં ભર્તી"

author img

By

Published : May 10, 2022, 1:19 PM IST

કોંગ્રેસનું કહ્યું, મોદી સરકારની પોલિસી પેરાલિસિસ, ભ્રષ્ટાચારના કારણે રૂપિયો 'ICU'માં ગયો
કોંગ્રેસનું કહ્યું, મોદી સરકારની પોલિસી પેરાલિસિસ, ભ્રષ્ટાચારના કારણે રૂપિયો 'ICU'માં ગયો

ફોરેન એક્સેન્જમાં અમેરિકન ચલણની મજબૂતાઈને કારણે શરૂઆતના વેપારમાં સોમવારે (congress on indian rupee) રૂપિયો યુએસ ચલણ સામે 52 પૈસા ઘટીને 77.42 ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો.

નવી દિલ્હી: કોંગ્રેસે સોમવારે યુએસ ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને લઈને કેન્દ્ર પર પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો (congress on indian rupee) હતો કે સરકારની પોલિસી પેરાલિસિસ, ધાર્મિક સંઘર્ષ અને ભ્રષ્ટાચારના કારણે રૂપિયો 'ICU'માં ગયો (Rupee in ICU) છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકારોને જણાવ્યું (Indian Rupee fallen) હતું કે, દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ડોલર સામે રૂપિયો 77.41 રૂપિયાના સૌથી નીચા સ્તરે ગયો છે. 75 વર્ષમાં પ્રથમ વખત, રૂપિયો ICUમાં છે અને ભાજપની માર્ગદર્શિકા દ્વારા નિર્ધારિત ઉંમરને વટાવી ગયો છે. તેઓ વડાપ્રધાન પદની વય વટાવી ચૂક્યા છે.

આ પણ વાંચો: Pulitzer Prize 2022:દાનિશ સિદ્દિકી સહિત આ 4 ભારતીયોને મળ્યો પુલિત્ઝર પુરસ્કાર 2022

ચારે બાજુ મોંઘવારીનો આક્રોશ: તેમણે કહ્યું, 'ચારે બાજુ મોંઘવારીનો આક્રોશ છે અને લોકોનો અર્થતંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. દેશમાં રોકાણ આવી રહ્યું નથી, તેના બદલે પાછું ગયું છે. ભ્રષ્ટાચાર, નીતિવિષયક લકવો અને ધર્મના આધારે અશાંતિના કારણે અમે અહીં રોકાણ કરતા નથી. દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાને કારણે રૂપિયાની કિંમતમાં પણ ઘટાડો થયો છે. સુરજેવાલાએ દાવો કર્યો કે, “મોદી સરકાર હિંદુ-મુસ્લિમ સંઘર્ષ કરીને અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડી રહી છે. જ્યારે અશાંતિ હશે, ભ્રષ્ટાચાર હશે, પોલિસી પેરાલિસિસ હશે, ત્યારે રૂપિયો નબળો પડશે.

આ પણ વાંચો: કર્ણાટકના CM બસવરાજ બોમઈ લાઉડસ્પીકર અંગે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશનો...

રૂપિયાની કિંમતમાં ઘટાડો: ફોરેન એક્સેન્જમાં અમેરિકન ચલણની મજબૂતાઈને કારણે, શરૂઆતના વેપારમાં સોમવારે રૂપિયો યુએસ ચલણ સામે 52 પૈસા ઘટીને 77.42 ની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. આંતરબૅન્ક વિદેશી વિનિમય બજારમાં, રૂપિયો યુએસ ડૉલર સામે 77.17 પર ખૂલ્યો હતો, અને પછી ઘટીને 77.42 થયો હતો, જે અગાઉના બંધ ભાવની સામે 52 પૈસાનો ઘટાડો દર્શાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.