ETV Bharat / bharat

દલિત વિદ્યાર્થીને શિક્ષકે 18 કલાક રાખ્યો ટોયલેટમાં બંધ અને થયું કે...

author img

By

Published : Aug 15, 2022, 5:55 PM IST

ઔરૈયા જિલ્લાની એક ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષકે એક દલિત વિદ્યાર્થીને શૌચાલયમાં બંધ કરી દીધો હતો. બીજા દિવસે જ્યારે શાળા ખુલી ત્યારે બાળક શૌચાલયમાંથી બહાર આવ્યો અને ઘરે પહોંચ્યો અને પરિવારના સભ્યોને તેની આપવીતી સંભળાવી હતી. આ બાદ પોલીસ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. Teacher locks Dalit student in toilet

દલિત વિદ્યાર્થીને શિક્ષકે 18 કલાક રાખ્યો ટોયલેટમાં બંધ
દલિત વિદ્યાર્થીને શિક્ષકે 18 કલાક રાખ્યો ટોયલેટમાં બંધ

ઔરૈયા રાજસ્થાનમાં હાલમાં જ એક દલિત વિદ્યાર્થીને શિક્ષકના (Indra Meghwal Murder Case) માટલામાંથી પાની પીવાને કારણે માર મારવામાં આવ્યો (Atrocities on Dalit student) હતો, આ બાદ તે મૃત્યું પામ્યો હતો. આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાં પણ બની છે. બિધુના તહસીલ વિસ્તારની એક ઉચ્ચ પ્રાથમિક શાળામાં એક દલિત વિદ્યાર્થીને શિક્ષકે ટોયલેટમાં બંધ કરી દીધો (Teacher locks Dalit student in toilet ) હતો. વિદ્યાર્થી લગભગ 18 કલાક સુધી ટોયલેટમાં બંધ રહ્યો હતો. બીજા દિવસે શિક્ષક શાળાએ આવીને ટોયલેટનો દરવાજો ખોલી બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. આ બાદ, વિદ્યાર્થીએ ઘરે પહોંચ્યા બાદ પોતાની આપવીતી સંભળાવી હતી. આ બાદ, પરિવાર દ્વારા પોલીસ કેસ કરવામાં આવ્યો હતો અને રવિવારે આરોપી શિક્ષકની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : નજીવી બાબતે શિક્ષકે દલિત વિદ્યાર્થીને માર માર્યો સારવાર દરમિયાન થયું મોત

18 કલાક બાદ બાળક બહાર આવ્યું બિધુનાના પૂર્વા દુજે ગામના 11 વર્ષના વિદ્યાર્થી સ્થાનિક શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીના પરિવારજનોએ જણાવ્યું કે, તેમનો પુત્ર 5 ઓગસ્ટ શુક્રવારે શાળાએ ગયો હતો અને શાળાની રજા બાદ પણ ઘરે પાછો આવ્યો ન હતો. તેણે આખી રાત ગામમાં અને સગાસંબંધીઓમાં પૂછપરછ કરી, પણ તેના વિશે કંઈ ખબર પડી નહીં. સવારે શાળા ખુલતા બાળકને ટોયલેટ જ્યારે બહાર કાઢ્યા બાદ તે ઘરે આવ્યો હતો અને તેની આપવીતિ જણાવી હતા. પિતાએ જણાવ્યું કે, શિક્ષકો 6 ઓગસ્ટના રોજ સવારે 8 વાગ્યે શાળાએ આવ્યા અને તેમણે ક્લાસ રૂમોની સાથે ટોયલેટના તાળા ખોલતા પુત્ર શૌચાલયમાંથી બહાર આવ્યો હતો. (Dalit student Locked in toilet)

ટોઇલેટમાં ધક્કો પુરી દીધો દીકરાએ કહ્યું કે, હું છુટ્યા બાદ બપોરે 2 વાગે ઘરે આવી રહ્યો હતો. ટીચર વિજય કુશવાહાએ મને રોક્યો અને ટોઇલેટમાં ધક્કો માર્યો અને બહારથી દરવાજો બંધ કરી દીધો. જે બાદ તેને તાળું મારી દેવામાં આવ્યું હતું. બધા નીકળી ગયા હતા. હું આખી રાત મદદ માટે ચીસો પાડતો રહ્યો. બાળકના પિતાએ જણાવ્યું કે, શાળાની નજીક કોઈ ઘર નથી. આ કારણે કોઈ તેના પુત્રનો અવાજ સાંભળી શક્યું નહીં અને તે 18 કલાક સુધી ટોયલેટમાં જ રહ્યો હતો.

આ પણ વાંચો :જાતિ કેમ નથી જાતી : દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા રોક્યા, પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ

દલિત બાળકો સાથે ભેદભાવ બાળકે કહ્યું કે, દલિત બાળકો સાથે શિક્ષકનું વર્તન યોગ્ય નથી. શિક્ષકની આદત સારી નથી. તે શાળાના તમામ દલિત બાળકો સાથે ખરાબ વર્તન કરે છે. મિલ-ડે-મીલમાં બનતી રોટલી ફેંકીને આપવામાં આવે છે. ફરી શાકભાજી માંગવા પર તેઓ અપશબ્દોનો ઉપયોગ કરે છે. આ પછી સંબંધીઓ ગામના લોકો સાથે શાળાએ પહોંચ્યા પછી હંગામો શરૂ કર્યો હતો. સીઓ મહેન્દ્ર પ્રતાપ સિંહે કહ્યું કે, બાળકના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા છે. શિક્ષક વિરુદ્ધ એસસી-એસટી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી શિક્ષકને કસ્ટડીમાં લઈને પૂછપરછ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.