ETV Bharat / bharat

RDA warns of Strike: દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ડોક્ટર-પોલીસ વચ્ચે ઝપાઝપી, અનેક તબીબ ઈજાગ્રસ્ત

author img

By

Published : Dec 28, 2021, 9:36 AM IST

દિલ્હીમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને રેસિડેન્ટ ડોક્ટર્સ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તે દરમિયાન ડોક્ટર્સ અને પોલીસ વચ્ચે ઝપાઝપી (Resident Doctors clash with Police) થઈ ગઈ હતી. પોલીસે વિરોધ કરી રહેલા ઘણા ડોક્ટર્સની અટકાયત (Delhi cops detained protesting Doctors) કરી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિરોધ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરોનું સમર્થન કર્યું છે. આ સાથે જ ડોક્ટર્સે હડતાળની ચેતવણી (RDA warns of Strike) આપી છે.

RDA warns of Strike: દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ડોક્ટરની પોલીસ સાથે ઝપાઝપી
RDA warns of Strike: દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ડોક્ટરની પોલીસ સાથે ઝપાઝપી

નવી દિલ્હીઃ દિલ્હીમાં NEET-PG કાઉન્સિલિંગમાં (Neet PG Counselling 2021) વિલંબનો વિરોધ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરોએ સોમવારે પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. દિલ્હીની સરકારી હોસ્પિટલોના નિવાસી ડોકટરોએ NEET-PG 2021 માટે કાઉન્સેલિંગ શરૂ કરવાની માગ સાથે સોમવારે મૌલાના આઝાદ મેડિકલ કોલેજથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢી હતી. જોકે, પોલીસે દેખાવકારોને અટકાવતા (Delhi cops detained protesting Doctors) બંને પક્ષો વચ્ચે મારામારી (Resident Doctors clash with Police) થઈ હતી. પોલીસે ઓછામાં ઓછા 12 દેખાવકારોની અટકાયત કરી અને પછી તેમને છોડી મૂક્યા હતા. ડોકટરો સાથે પોલીસની ઉગ્ર બોલાચાલી બાદ ઘટનાસ્થળે પહોંચેલા અર્ધલશ્કરી દળોના જવાનોને પણ બોલાવવામાં આવ્યા હતા.

પોલીસે ડોક્ટર્સ પર લાઠીચાર્જ કર્યો
પોલીસે ડોક્ટર્સ પર લાઠીચાર્જ કર્યો

આ પણ વાંચો- Junagadh Farmer protest : વંથલીના થાણા પીપળી ગામના ખેડૂતોએ વીજપોલને લઈને દર્શાવ્યો ઉગ્ર વિરોધ

સરકાર અને પોલીસ માફી નહીં માગે તો 29 ડિસેમ્બરે હડતાળ: RDA

AIIMSના રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (RDA)એ પોલીસ દ્વારા ડોકટરો સાથે દુર્વ્યવહારની ઘટનાની ટીકા કરી છે અને સરકાર અને પોલીસને માફી માગવા કહ્યું છે. RDAએ કહ્યું કે, જો 24 કલાકમાં સરકાર તરફથી કોઈ જવાબ નહીં મળે તો AIIMS RDA 29 ડિસેમ્બરે હડતાળ પર જશે, જેમાં તમામ નોન-ઈમરજન્સી સેવાઓ બંધ રહેશે.

ડોક્ટર્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
ડોક્ટર્સ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચો- GSSSB Head Clerk Paper Leak 2021: આમરણાંત ઉપવાસ પર બેઠેલા AAPના નેતા મહેશ સવાણીની તબિયત લથડી

કોંગ્રેસ નેતા આવ્યા ડોક્ટર્સના સમર્થનમાં

તો આ તરફ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ નિવાસી ડોકટરો સામે પોલીસ કાર્યવાહી માટે નરેન્દ્ર મોદી સરકારની (Congress leaders criticize Narendra Modi) આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ફૂલોની વર્ષા એ PR (જનસંપર્ક) શૉ હતો. ખરેખર તેઓ અન્યાયનો વરસાદ કરી રહ્યા છે. હું કેન્દ્ર સરકારના અત્યાચાર સામે કોરોના યોદ્ધાઓની (Rahul Gandhi support protesting Doctors) સાથે છું.

રાહુલ ગાંધીએ ડોક્ટર્સનું સમર્થન કર્યું
રાહુલ ગાંધીએ ડોક્ટર્સનું સમર્થન કર્યું

નરેન્દ્ર મોદીજીને ઊંઘમાંથી ઉડાડોઃ પ્રિયંકા ગાંધી

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોરોનાના સમયે આ યુવા ડોક્ટર્સે સ્વજનોથી દૂર રહીને સમગ્ર દેશના નાગરિકોનો સાથ આપ્યો હતો. હવે સમય છે કે, સમગ્ર દેશ ડોક્ટર્સની સાથે ઊભો રહીને તેમની પર પોલીસબળનો પ્રયોગ કરનારા અને તેમની માગને અવગણના કરનારા નરેન્દ્ર મોદીજીને ઊંઘમાંથી (Congress leaders criticize Narendra Modi) ઉઠાડે. ડોક્ટર્સને ખોટા PR (જનસંપર્ક) નહીં, સન્માન અને હક જોઈએ છે.

રેસિડેન્ટ ડોક્ટર્સનો વિરોધ
રેસિડેન્ટ ડોક્ટર્સનો વિરોધ

પોલીસે ડોક્ટર પર લાઠીચાર્જ કર્યો

ETV Bharat સાથેની વાતચીતમાં ડોક્ટર્સે કહ્યું હતું કે, કઈ રીતે તેમની પોલીસ સાથે ઝપાઝપી (Resident Doctors clash with Police) થઈ અને ડોક્ટર ઉપર પોલીસે લાઠીચાર્જ કર્યો અને તેમની ગંભીર ઈજા પહોંચી છે. ડોક્ટર્સનું કહેવું છે કે, અમે શાંતિપૂર્ણ રીતે પગપાળા માર્ચ યોજી રહ્યા હતા. તેની વચ્ચે પોલીસે અમારી સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી અને અમારી ઉપર લાઠી ચાર્જ કર્યો હતો.

પગપાળા કૂચ દરમિયાન પોલીસે ડોક્ટર્સની અટકાયત કરી

ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. મનીષ કુમારે કહ્યું કે, અમે સવારે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી (Safdarjung hospital protest) રહ્યા હતા અને સવારે પગપાળા કૂચ કરી રહ્યા હતા, પરંતુ અમારી અટકાયત (Delhi cops detained protesting Doctors) કરવામાં આવી હતી અને દિલ્હી પોલીસ સાથે ગેરવર્તણૂક (Resident Doctors clash with Police) કરવામાં આવી હતી, જ્યાં અમને કોરોના યોદ્ધા કહેવામાં આવ્યા હતા. એક તરફ અમારા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. બીજી તરફ દિલ્હી પોલીસ દ્વારા અમારી સાથે મારપીટ (Resident Doctors clash with Police) કરવામાં આવી રહી છે. અમારી સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે. આ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

ડોક્ટર્સના સાથીઓને ગંભીર ઈજાઓ પહોંચી

ડૉક્ટર મનીષ કુમારે કહ્યું કે, અમે અમારી માગણીઓ માટે છેલ્લા ઘણા દિવસોથી સતત વિરોધ (Safdarjung hospital protest) કરી રહ્યા છીએ, પરંતુ સરકારના આંખ આડા કાન કરે છે. અમે આજે શાંતિપૂર્ણ રીતે સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરી રહ્યા હતા. તેની વચ્ચે દિલ્હી પોલીસ અમને રોકે છે અને મારપીટ કરે છે. અમારા સાથીઓને ગંભીર ઈજાઓ થઈ છે. એક તરફ અમારા પર ફૂલોની વર્ષા થઈ રહી હતી. તે જ સમયે હવે સરકાર અમારા પર લાકડીઓનો વરસાદ કરી રહી છે, પરંતુ અમે અમારી માગણીઓ પર અડગ છીએ. હવે ચારે બાજુ લડાઈ થશે અને હોસ્પિટલની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે બંધ થઈ જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.