ETV Bharat / bharat

Punjab Assembly Election 2022 : દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યાં કેપ્ટન અમરિન્દરસિંહ

author img

By

Published : Dec 27, 2021, 3:29 PM IST

પંજાબમાં ભાજપ 117માંથી 75 સીટો પર ચૂંટણી (Punjab Assembly Election 2022) લડી શકે છે. કેપ્ટન અમરિન્દર સિંહ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હીમાં (Captain Meet Amit Shah In Delhi ) મળીને મહત્ત્વની ચર્ચા કરી રહ્યાં છે.

Punjab Assembly Election 2022 : દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યાં કેપ્ટન અમરિન્દરસિંહ
Punjab Assembly Election 2022 : દિલ્હીમાં અમિત શાહ અને જેપી નડ્ડાને મળ્યાં કેપ્ટન અમરિન્દરસિંહ

નવી દિલ્હી: પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ (Punjab Ex-CM ) એ આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Union Minister Amit Shah) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યાં હતાં. (Captain Meet Amit Shah In Delhi) મુલાકાતને લઇને સૂત્રોના જણાવ્યા અનુસાર પંજાબમાં ભાજપ માટે સીટોની વહેંચણીને લઈને (Punjab Assembly Election 2022) સઘન ચર્ચા ચાલી રહી છે.

મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા

મળતી માહિતી મુજબ આજે સવારે દિલ્હીમાં નવા રચાયેલા 'પંજાબ લોક કોંગ્રેસના' નેતા કેપ્ટન અમરિંદર સિંહ, અમિત શાહ અને જેપી નડ્ડા એકસાથે ઘણી મહત્વપૂર્ણ બાબતો પર (Captain Meet Amit Shah In Delhi) ચર્ચા કરી રહ્યાં છે. ભાજપે અગાઉ કેપ્ટનની પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) લડવાની જાહેરાત કરી છે. હવે પંજાબ વિધાનસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવાની સાથે સીટોની વહેંચણી પર પણ ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચોઃ Center sent alert to punjab govt : કેન્દ્રએ પંજાબ સરકારને સાવધાન રહેવા તાકીદ કરી ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવા કહ્યું

117માંથી 75 સીટો પર ચૂંટણી લડી શકે ભાજપ

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ પંજાબમાં 117માંથી 75 સીટો પર ચૂંટણી લડી શકે છે. બાકીની બેઠકો પર કેપ્ટન અમરિન્દર સિંહની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ધીંડસાની અકાલી દળ સંયુક્ત ચૂંટણી (Punjab Assembly Election 2022)લડી શકે છે.

આ પણ વાંચોઃ Aggression of Navjot Singh Siddhu: સિદ્ધુએ કહ્યું- "ચૂંટણી જીતવા માટે 'શો પીસ' બનીશ નહીં અને ક્યારેય ખોટું નહીં બોલું"

શાહના નિવાસસ્થાને (Captain Meet Amit Shah In Delhi) સારા એવા સમયથી બેઠક ચાલી રહી છે, જ્યાં ત્રણેય નેતાઓ સાથેની બેઠકમાં સુખદેવ સિંહ ઢીંડસા પણ હાજર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.