ETV Bharat / bharat

Aggression of Navjot Singh Siddhu: સિદ્ધુએ કહ્યું- "ચૂંટણી જીતવા માટે 'શો પીસ' બનીશ નહીં અને ક્યારેય ખોટું નહીં બોલું"

author img

By

Published : Dec 13, 2021, 11:36 AM IST

Aggression of Navjot Singh Siddhu: ચૂંટણી જીતવા માટે 'શો પીસ' નહીં બનું અને ક્યારેય ખોટું નહીં બોલુંઃ સિદ્ધુ
Aggression of Navjot Singh Siddhu: ચૂંટણી જીતવા માટે 'શો પીસ' નહીં બનું અને ક્યારેય ખોટું નહીં બોલુંઃ સિદ્ધુ

કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Aggression of Navjot Singh Siddhu ) ફરી એક વાર પોતાનો આક્રમક અંદાજ બતાવ્યો છે. કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Congress Punjab President Navjot Singh Sidhu) કહ્યું હતું કે, પંજાબમાં મારી ત્રણ સરકારોને બનાવવામાં ભૂમિકા રહી છે. હું પ્રચાર કરી રહ્યો હતો, પરંતુ આ વ્યવસ્થામાં એક સારા વ્યક્તિને 'શો પીસ' (Winning the election will not be a show piece) બનાવી દેવાય છે. તેને માત્ર ચૂંટણી જીતવા માટે રાખવામાં આવે છે.

  • પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ બતાવ્યો આક્રમક અંદાજ
  • પંજાબમાં ત્રણ સરકાર બનાવવામાં મારી મહત્ત્વની ભૂમિકા રહી છેઃ સિદ્ધુ
  • સારા વ્યક્તિને શો પીસ બનાવી દેવાય છેઃ સિદ્ધુ

ચંદીગઢઃ કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Congress Punjab President Navjot Singh Sidhu) કહ્યું હતું કે, તેઓ ચૂંટણી જીતવા માટે ક્યારેય પણ 'શો પીસ' (Winning the election will not be a show piece) નહીં બને અને સત્તામાં આવવા માટે રાજ્યના લોકો સામે ખોટું પણ નહીં બોલે. ક્રિકેટથી રાજનીતિમાં આવેલા સિદ્ધુએ કહ્યું હતું કે, તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ પદ નથી માગ્યું, ઉલટાનું હંમેશા પંજાબનું સારું ઈચ્છ્યું છે.

આ પણ વાંચો- Punjab Legislative Assembly Election 2022: કેપ્ટન અમરિંદર સિંહનું એલાન, BJP સાથે મળીને ચૂંટણી લડશે

મેં ક્યારેય લોકો પાસેથી વોટ નથી માગ્યાઃ સિદ્ધુ

તેમણે કહ્યું હતું કે, ના તો મેં જીવનમાં ક્યારેય કંઈ માગ્યું છે અને ન તો ક્યારેય આવું કરીશ. મેં ક્યારેય લોકો પાસેથી વોટ નથી માગ્યા. તેઓ આ અંગે જવાબ આપી રહ્યા હતા કે, જો 2022માં કોંગ્રેસ પંજાબ વિધાનસભા ચૂંટણી (Punjab Assembly Election 2022) જીતશે તો શું તેમને પાર્ટી દ્વારા મુખ્યપ્રધાન પદ પર પસંદ કરવામાં આવશે. તેઓ અહીં સાર્વજનિક પરિચર્ચા 'બોલતા પંજાબ'માં (Public Debate 'Bolta Punjab') બોલી રહ્યા હતા.

હું સત્તામાં આવવા ક્યારેય ખોટું નહીં બોલુંઃ સિદ્ધુ

સિદ્ધુએ કહ્યું હતું કે, જવાબદારી તમને સારા કે કડવા બનાવે છે. મને કડવો અનુભવ છે. પંજાબમાં મારી ત્રણ સરકારો બનાવવામાં મહત્ત્વની ભૂમિકા રહી છે. હું પ્રચાર કરી રહ્યો હતો, પરંતુ આ વ્યવસ્થામાં એક સારા વ્યક્તિને 'શો પીસ' બનાવી દેવાયો છે. તેને ફક્ત ચૂંટણી જીતવા માટે રાખવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું ક્યારેય 'શો પીસ' નહીં બનું. હું સત્તામાં આવવા માટે પંજાબના લોકો સામે ક્યારેય ખોટું નહીં બોલું. શું કોઈ કહી શકે છે કે, મેં ક્યારેય ખોટું કહ્યું છે. જોકે, મારી પાસે ખાવા માટે કંઈ નથી.

આ પણ વાંચો- Punjab Elections 2022: સોનુ સૂદની બહેન માલવિકા લડશે પંજાબ વિધાનસભાની ચૂંટણી

કોંગ્રેસ નેતાઓ પ્રત્યે હું સમર્પિત છુંઃ સિદ્ધુ

સિદ્ધુએ વધુમાં ઉમેર્યું હતું કે, તે કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાના પ્રતિ સમર્પિત છે. તેમણે કહ્યું હતું કે, પાર્ટી તેમને જે પણ કામ આપશે. તેને તે કરશે અને પંજાબના લોકો સાથે ક્યારેય દગો નહીં કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.