ETV Bharat / bharat

કરો યા મરોની મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 186 રનનો લક્ષ્યાંક આપ્યો

author img

By

Published : Nov 3, 2022, 4:22 PM IST

T20 વર્લ્ડ કપમાં (T20 World Cup 2022) પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા (PAK vs SA) વચ્ચે મેચ ચાલી રહી છે. પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના 23/2 (3 ઓવર)

Etv Bharatકરો યા મરોની મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 186 રનનો લક્ષ્યાંક આપ્યો
Etv Bharatકરો યા મરોની મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 186 રનનો લક્ષ્યાંક આપ્યો

સિડનીઃ T20 વર્લ્ડ કપમાં ગુરુવારે સિડની ક્રિકેટ સ્ટેડિયમમાં (Sydney Cricket Ground) પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા (PAK vs SA) વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 185 રન બનાવ્યા છે. શાદાબ ખાન અને ઈફ્તિખાર અહેમદે અડધી સદી ફટકારી હતી. શાદાબે 52 અને ઈફ્તિખારે 51 રન બનાવ્યા હતા.

બંન્ને ટીમોનો સામસામે રેકોર્ડ: ટી-20 ઈન્ટરનેશનલમાં બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. અત્યાર સુધી, (T20 World Cup 2022 in australia) બંને ટીમો રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં 21 વખત સામસામે આવી છે, જેમાંથી 11 પાકિસ્તાને જીતી છે, જ્યારે 10 દક્ષિણ આફ્રિકાએ જીતી છે. આ સાથે જ પાકિસ્તાને છેલ્લી 5 પરસ્પર મુકાબલાઓમાં 4માં જીત મેળવી છે.

પાકિસ્તાનની ટીમ: મોહમ્મદ રિઝવાન, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસમી, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ, નસીમ શાહી.

દક્ષિણ આફ્રિકાની ટીમ: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન) રિલે રોસોઉ, રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, એનરિક નોર્ટજે, લુંગી એનગીડી, તબારીઝ શમ્સી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.