નવી દિલ્હી: T20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) રોમાંચક વરસાદથી રોકાયેલી સુપર 12 મેચમાં ભારતે ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ બાંગ્લાદેશને 5 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારત 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયું છે. ભારતીય ટીમના 184 રનના જવાબમાં બાંગ્લાદેશે 7 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 66 રન બનાવી લીધા હતા. પરંતુ વરસાદના કારણે રમત રોકવી પડી હતી. રમતની શરૂઆતમાં બાંગ્લાદેશ માટે સંશોધિત લક્ષ્યાંક 16 ઓવરમાં 151 રન થઈ ગયો હતો. પરંતુ બાંગ્લાદેશની ટીમ 6 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. વિરાટ કોહલી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની (virat kohli most runs in t20 world cup) ગયો છે.
વિરાટ કોહલી: વિરાટ કોહલીને તેની અણનમ અડધી સદી માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. વિરાટ કોહલીએ આ T20 વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. તેમણે 44 બોલમાં અણનમ 64 રનની ઇનિંગ રમી હતી. આ પ્રદર્શન પછી, કોહલીએ નેધરલેન્ડના મેક્સ ઓડાડ અને શ્રીલંકાના બેટ્સમેન કુસલ મેન્ડિસને પછાડીને T20 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. વિરાટ કોહલીએ 4 મેચમાં 220 રન બનાવ્યા છે.
-
MILESTONE ALERT 🚨
— ICC (@ICC) November 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Virat Kohli becomes the leading run-scorer in ICC Men's #T20WorldCup history, overtaking Mahela Jayawardena 🌟#INDvBAN pic.twitter.com/pycC3qrfiW
">MILESTONE ALERT 🚨
— ICC (@ICC) November 2, 2022
Virat Kohli becomes the leading run-scorer in ICC Men's #T20WorldCup history, overtaking Mahela Jayawardena 🌟#INDvBAN pic.twitter.com/pycC3qrfiWMILESTONE ALERT 🚨
— ICC (@ICC) November 2, 2022
Virat Kohli becomes the leading run-scorer in ICC Men's #T20WorldCup history, overtaking Mahela Jayawardena 🌟#INDvBAN pic.twitter.com/pycC3qrfiW
કોહલીએ તોડ્યો જયવર્દનેનો રેકોર્ડ: વિરાટ કોહલી T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં કોહલીએ શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જયવર્દનેએ 31 મેચમાં 1016 રન બનાવ્યા હતા. આ રીતે કોહલીએ બાંગ્લાદેશ સામે 16 રન બનાવતા જ જયવર્દનેને પાછળ છોડી દીધો છે. હવે કોહલીના 25 મેચમાં 1065 રન છે
સૌથી વધુ રન બનાવનાર ખેલાડી: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં જોઈએ તો વિરાટ ભારતમાં વિરાટ કોહલી 25 મેચમાં 1065 રન, શ્રલંકાથી મહેલા જયવર્દને શ્રીલંકા 31 મેચ 1016 રન, વેસ્ટ ઈન્ડિઝથી ક્રિસ ગેલે 33 મેચમાં 965 રન બનાવ્યા, ભરાતથી રોહિત શર્માએ 37 મેચમાં 921 રન બનાવ્યા, શ્રીલંકાથી તિલકરત્ને દિલશાને 35 મેચમાં 897 રન બનાવ્યા છે.