ETV Bharat / bharat

આ તે કેવી મુશ્કેલી! એક જ ક્લાસમાં બ્લેકબોર્ડનું વિભાજન કરી બે જુદી જુદી ભાષા શિખવાય છે

author img

By

Published : May 16, 2022, 10:50 PM IST

બિહારમાં એક એવી શાળા છે, જ્યાં શિક્ષકો એક જ સમયે એક જ બ્લેકબોર્ડને વિભાજીત (Blackboard Partition in Katihar) કરીને બે અલગ-અલગ વિષયો શીખવે છે. બ્લેકબોર્ડના અનોખા વિભાજનનો કિસ્સો કટિહારનો છે, જ્યાં એક જ બ્લેકબોર્ડ પર હિન્દી અને ઉર્દૂ વિષયો એક સાથે ભણાવવામાં આવે છે.

આ તે કેવી મુશ્કેલી! એક જ ક્લાસમાં બ્લેકબોર્ડનું વિભાજન કરી બે જુદી જુદી ભાષા શિખવાય છે
આ તે કેવી મુશ્કેલી! એક જ ક્લાસમાં બ્લેકબોર્ડનું વિભાજન કરી બે જુદી જુદી ભાષા શિખવાય છે

કટિહારઃ બિહારનું શિક્ષણ વિભાગ (Education Department of Bihar) અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં કટિહારની એક સ્કૂલ હેડલાઇન્સમાં રહી છે. જ્યાં બ્લેકબોર્ડનું અનોખું વિભાજન જોવા મળી રહ્યું છે. એક જ બ્લેકબોર્ડ પર (One Balckboard and Two diffrent Class in Katihar) હિન્દી અને ઉર્દૂ બે અલગ-અલગ વિષયો એક સાથે ભણાવવામાં આવે છે. આનો માર બાળકોને સહન કરવો પડે છે. એટલું જ નહીં, હદ તો એ છે કે અહીં એક જ રૂમમાં ધોરણ 1 થી 5ના (Std 1 to 5 in Same Class) વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.

આ પણ વાંચો: બિહારમાં આજે પણ થાય છે બાળ લગ્ન: બંજરે સમુદાય, ધુમંતુ જાતિનો વીડિયો વાયરલ

બ્લેકબોર્ડનું વિભાજન: મામલો આદર્શ મિડલ સ્કૂલ કટિહારનો છે. જ્યાં હિન્દી અને ઉર્દૂ શિક્ષકો એક જ સમયે એક જ બ્લેકબોર્ડ પર વિદ્યાર્થીઓને બંને ભાષાઓમાં શીખવે છે. જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને વાંચન શીખવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આવી સ્થિતિમાં, બ્લેકબોર્ડને વિભાજીત કરીને, બે શિક્ષકો એકસાથે ભણાવે છે, જ્યારે ત્રીજા શિક્ષક બાળકો પર નજર રાખે છે.

શાળામાં પૂરતા વર્ગખંડો નથી: આ આદર્શ મિડલ સ્કૂલના મદદનીશ શિક્ષકે કહ્યું, "અમારી શાળામાં પૂરતા વર્ગખંડો નથી અને તેથી જ અમે એક જ વર્ગમાં વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ. વર્ષ 2017માં શિક્ષણ વિભાગ દ્વારા ઉર્દૂ પ્રાથમિક શાળાને અમારી શાળામાં તબદીલ કરવામાં આવી હતી. શિક્ષકો એક જ વર્ગમાં હિન્દી અને ઉર્દુ બંને શીખવે છે. બ્લેકબોર્ડના અડધા ભાગમાં હિન્દી શીખવવામાં આવે છે અને બીજી બાજુ ઉર્દૂ શીખવવામાં આવે છે. એક શિક્ષક હિન્દી શીખવે છે અને બીજો તે જ સમયે ઉર્દૂ શીખવે છે.

આ પણ વાંચો: Economic crisis in Nepal: નેપાળમાં આર્થિક કટોકટી બિહાર નેપાળ માટે શોપિંગ ડેસ્ટિનેશન બની ગયું

શિક્ષણ અધિકારીનો ખુલાસોઃ જ્યારે કટિહારના જિલ્લા શિક્ષણ અધિકારી કામેશ્વર ગુપ્તાને આ બાબતે પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું કે, “આદર્શ મિડલ સ્કૂલમાં ઉર્દૂ સ્કૂલ શિફ્ટ છે. જેમને રૂમ આપવામાં આવ્યો છે. ત્યાં જ આ વાત સામે આવી છે. અમે ત્યાં તપાસ કરાવીએ છીએ, તે જોવાનું રહેશે કે આવું કેમ થઈ રહ્યું છે. જો માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની નોંધણી ઓછી હશે તો તેમની પાસેથી વધુ એક ઓરડો લઈને ઉર્દૂ પ્રાથમિક શાળાને આપવામાં આવશે. જુદા જુદા વર્ગના બાળકોને એક જ રૂમમાં એક જ બ્લેકબોર્ડ પર ભણાવવામાં આવી રહ્યા છે, જે સારું નથી.

સત્તાધીશોએ ધ્યાન ન આપ્યું: જણાવી દઈએ કે મણિહાર બ્લોકમાં આવેલી ઉર્દૂ પ્રાથમિક શાળાને 2017માં વિશ્વનાથ ચૌધરી આદર્શ મિડલ સ્કૂલ આઝમપુર ગોલામાં શિફ્ટ કરવામાં આવી હતી. જે સમયે ઉર્દૂ પ્રાથમિક શાળાને મિડલ સ્કૂલમાં ખસેડવામાં આવી હતી તે સમયે સત્તાધીશોએ ધ્યાન આપ્યું ન હતું. ત્યાં પહેલેથી જ ઓછા રૂમ હતા. તેથી પ્રાથમિક શાળાના સંચાલન માટે માત્ર એક જ ઓરડો આપવામાં આવ્યો હતો. ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આ અંગે અનેક વખત ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.