ETV Bharat / bharat

National Conclave On Natural Farming: PM મોદીએ કહ્યું- 8 કરોડ ખેડૂતો જોડાયા, કૃષિ ક્ષેત્રમાં થશે બદલાવ

author img

By

Published : Dec 16, 2021, 5:11 PM IST

Updated : Dec 16, 2021, 8:55 PM IST

PM મોદીએ નેચરલ ફાર્મિંગ કોન્ક્લેવ (National Conclave On Natural Farming)ને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે, તમામ ખેડૂતોને કુદરતી ખેતી કોન્કલેવનો લાભ મળશે. ફૂડ પ્રોસેસિંગ, કુદરતી ખેતી, આ તમામ મુદ્દાઓ કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન (changes in the agricultural sector) કરવામાં મદદ કરશે. PMએ કહ્યું કે, ભલે રસાયણો અને ખાતરોએ હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી હોય, પરંતુ હવે સમય આવી ગયો છે કે ખેતીને રસાયણોની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવામાં આવે. તેમણે કહ્યું કે, કૃષિ સંબંધિત પ્રાચીન જ્ઞાન (ancient knowledge related to agriculture)ને માત્ર નવેસરથી શીખવાની જરૂર નથી, પરંતુ આધુનિક સમય અનુસાર તેને વધુ ધારદાર બનાવવાની પણ જરૂર છે.

National Conclave On Natural Farming: PM મોદીએ કહ્યું- 8 કરોડ ખેડૂતો જોડાયા, કૃષિ ક્ષેત્રમાં થશે બદલાવ
National Conclave On Natural Farming: PM મોદીએ કહ્યું- 8 કરોડ ખેડૂતો જોડાયા, કૃષિ ક્ષેત્રમાં થશે બદલાવ

નવી દિલ્હી: PM મોદીએ કહ્યું કે, આજે લગભગ 8 કરોડ ખેડૂતો અમારી સાથે જોડાયેલા છે. તેમણે કહ્યું કે, કોન્કલેવ (National Conclave On Natural Farming)ની અસર માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં પડશે. વડાપ્રધાને કહ્યું કે, આજનો દિવસ કૃષિ ક્ષેત્ર, કૃષિ અને ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, "મેં દેશભરના ખેડૂત ભાઈઓને પ્રાકૃતિક ખેતી પરના રાષ્ટ્રીય સંમેલનમાં ચોક્કસપણે જોડાવા વિનંતી કરી હતી." PMએ કહ્યું કે, "આજે દેશના દરેક ખૂણેથી લગભગ 8 કરોડ ખેડૂતો ટેકનોલોજી દ્વારા અમારી સાથે જોડાયેલા છે."

ખેડૂતોની આવક વધારવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આઝાદી પછીના દાયકાઓમાં દેશમાં જે રીતે ખેતી થઈ, જે દિશામાં તેનો વિકાસ થયો તે આપણે બધાએ ખૂબ નજીકથી જોયું છે." તેમણે કહ્યું કે, "હવે આઝાદીના 100મા વર્ષ સુધીની આપણી સફર નવી જરૂરિયાતો, નવા પડકારો અનુસાર ખેતીને અનુકૂલિત કરવાની છે." તેમણે કહ્યું કે, "બિયારણથી લઈને બજાર સુધી ખેડૂતની આવક વધારવા માટે એક પછી એક અનેક પગલાં લેવામાં આવ્યા છે." PMએ કહ્યું કે, "માટી પરીક્ષણથી લઈને સેંકડો નવા બીજ, PM કિસાન સન્માન નિધિ (pm kisan samman nidhi)થી લઈને ખર્ચના દોઢ ગણા MSP સુધી, સિંચાઈના મજબૂત નેટવર્કથી લઈને કિસાન રેલ (kisan rail scheme) સુધી, સરકારે ઘણાં પગલાં લીધાં છે."

  • #WATCH | We have to also get rid of mistakes in farming techniques. Experts say that burning the farm causes loss of land fertility. But it has become a tradition to burn crop stubble...: PM Modi at National Summit on Agro & Food Processing pic.twitter.com/HaNYk0Cy9h

    — ANI (@ANI) December 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રસાયણોના વિકલ્પો પર કામ કરવાનું છે

PMએ કહ્યું કે, "કૃષિની સાથે ખેડૂતોને પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્યપાલન અને સૌર ઉર્જા, બાયો ફ્યુઅલ જેવા આવકના ઘણા વૈકલ્પિક સ્ત્રોતો (alternative forms of farming in india) સાથે સતત જોડવામાં આવી રહ્યા છે." તેમણે કહ્યું કે, "ગામડાઓમાં સ્ટોરેજ, કોલ્ડ ચેઈન અને ફૂડ પ્રોસેસિંગ પર ભાર આપવા લાખો કરોડની જોગવાઈ કરવામાં આવી છે." તેમણે કહ્યું કે, "એ વાત સાચી છે કે હરિયાળી ક્રાંતિમાં રસાયણો અને ખાતરોએ મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ એ પણ એટલું જ સાચું છે કે આપણે સાથે સાથે તેના વિકલ્પો પર કામ કરતા રહેવાનું છે." PMએ કહ્યું કે, "તમે બીજથી લઈને માટી સુધીની દરેક વસ્તુને કુદરતી રીતે ટ્રીટ કરી શકો છો."

કૃષિ ક્ષેત્રે મોટા પગલા લેવાનો આ યોગ્ય સમય

વડાપ્રધાન મોદીના કહેવા પ્રમાણે, "કુદરતી ખેતીમાં ખાતર કે જંતુનાશકો પર ખર્ચ કરવો પડતો નથી. તેને ઓછી સિંચાઈની પણ જરૂર પડે છે અને તે પૂર અને દુષ્કાળનો સામનો કરવા સક્ષમ છે. કૃષિ સંબંધિત સમસ્યાઓ (problems related to agriculture in india) વધુ વિકટ બને તે પહેલા મોટા પગલા લેવાનો આ યોગ્ય સમય છે. આપણે આપણી ખેતીને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળામાંથી બહાર કાઢીને કુદરતની પ્રયોગશાળા સાથે જોડવી પડશે."

તમામ ખેડૂતોને કુદરતી ખેતી કોન્કલેવનો લાભ મળશે

તેમણે કહ્યું કે, "તમામ ખેડૂતોને કુદરતી ખેતી કોન્કલેવનો લાભ મળશે. ફૂડ પ્રોસેસિંગ, કુદરતી ખેતી, આ તમામ મુદ્દાઓ કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન (Transformation in the field of agriculture in india) કરવામાં મદદ કરશે." PMએ કહ્યું કે, "કૃષિના વિવિધ પરિમાણો છે, પછી તે ફૂડ પ્રોસેસિંગ હોય કે કુદરતી ખેતી, આ વિષય 21મી સદીમાં ભારતીય કૃષિમાં પરિવર્તન લાવવામાં ઘણી મદદ કરશે. આઝાદીના અમૃત ઉત્સવમાં આજે ભૂતકાળને જોવાનો અને તેમના અનુભવોમાંથી શીખીને નવા માર્ગો બનાવવાનો પણ સમય છે."

આ પણ વાંચો: Sheena Bora murder case: શીના બોરા જીવિત છે, ઈન્દ્રાણી મુખર્જીએ CBIને લખ્યો પત્ર

આ પણ વાંચો: Plane Crash : ડોમિનિકન રિપબ્લિકમાં પ્લેન થયું ક્રેશ, સંગીતકાર હર્નાન્ડીઝ સહિત નવ લોકોના મૃત્યું

Last Updated : Dec 16, 2021, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.