ETV Bharat / bharat

covaxin postal stamp: રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી

author img

By

Published : Jan 16, 2022, 6:36 PM IST

રસીકરણ ઝુંબેશને એક વર્ષ પૂર્ણ(One year of vaccination campaign completed) થવા પર કેન્દ્રએ ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ભારતે ગયા વર્ષે 1 એપ્રિલે રસીના 10 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ(Achieved 100 million doses) કરી હતી.

covaxin postal stamp
covaxin postal stamp

નવી દિલ્હી: સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ(One year of vaccination campaign completed) થવાના અવસરે એક ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, રસી આવતા પહેલા જ કેટલાક લોકોએ ભ્રમ પેદા કરવાનું શરૂ કરી દીધું હતું. પીએમ મોદીએ વૈજ્ઞાનિકો, કંપનીઓને કાર્ય અને રસીકરણ અભિયાન ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આજનો દિવસ ખુબજ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે COVID-19 રસીકરણ અભિયાનને એક વર્ષ પૂર્ણ થયું છે. ભારતના આ રસીકરણ અભિયાનથી વિશ્વ પણ આશ્ચર્યચકિત છે, દેશમાં અત્યાર સુધીમાં 156 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના 93 ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

covaxin postal stamp
covaxin postal stamp

વડાપ્રધાને ટ્વિટ કરી શુભકામનાઓ પાઠવી

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રસીકરણથી આપણે વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં મજબુત બન્યા છીએ, તેના કારણે લોકોના જીવ પણ બચી શક્યા છે. જ્યારે વૈશ્વિક રોગચાળો પ્રથમ વખત આવ્યો ત્યારે વાયરસ વિશે કોઇ બહુ જાણતું ન હતું, પરંતુ વૈજ્ઞાનિકો અને સંશોધકોએ રસી વિકસાવવા માટે પોતાને સમર્પીત કરી દીધા હતા. મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ભારતને ગર્વ છે કે આપણા દેશે રસીઓ દ્વારા વૈશ્વિક મહામારી સામેની લડાઈમાં યોગદાન આપ્યું છે. હું રસીકરણ અભિયાન સાથે જોડાયેલા દરેક વ્યક્તિને સલામ કરું છું. અમારા ડોકટરો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓની ભૂમિકા મહત્વની રહી છે. વૈશ્વિક રોગચાળા સામેની લડાઈમાં ભારતનું વલણ હંમેશા વિજ્ઞાન આધારિત રહેશે.

  • Today we mark #1YearOfVaccineDrive.

    I salute each and every individual who is associated with the vaccination drive.

    Our vaccination programme has added great strength to the fight against COVID-19. It has led to saving lives and thus protecting livelihoods. https://t.co/7ch0CAarIf

    — Narendra Modi (@narendramodi) January 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત શાહે પ્રશંસા કરી

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતના કોવિડ રસીકરણ અભિયાનના એક વર્ષને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, દેશે વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે કે કેવી રીતે સરકાર અને લોકો સાથે મળીને અશક્ય પડકારોને પાર કરી શકે છે. આ પ્રયાસ માટે વૈજ્ઞાનિકો, આરોગ્ય કર્મચારીઓ, કોવિડ યોદ્ધાઓ અને દેશના લોકોને પણ અભિનંદન પાઠવ્યા હતા.

covaxin postal stamp
covaxin postal stamp

અશક્ય કાર્યને શક્ય બનાવ્યું : જેપી નડ્ડા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, દેશની વિશાળ વસ્તીને રસીકરણ અશક્ય લાગતું હતું, પરંતુ વડા પ્રધાનના નેતૃત્વએ તેને શક્ય બનાવ્યું અને દેશની લગભગ 92 ટકા વસ્તીને ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવ્યો છે. અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું, જ્યારે પ્રથમ તબક્કામાં, આરોગ્ય કર્મચારીઓને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ પછી, અન્ય ફ્રન્ટલાઈન કર્મચારીઓ માટે 2 ફેબ્રુઆરીથી રસીકરણ શરૂ થયું. કોવિડ-19 રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી શરૂ થયો હતો, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી જેમને અન્ય ગંભીર બીમારીઓ હતી. અભિયાનના આગળના તબક્કામાં 1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

  • Exactly a year ago, India embarked on the arduous journey of vaccinating its more than 135 crore people amidst the raging Covid pandemic. A task that seemed impossible was made possible under the stellar leadership of PM Shri @narendramodi ji. The world stood up and applauded us. pic.twitter.com/XCxBmFoxJe

    — Jagat Prakash Nadda (@JPNadda) January 16, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો : Vaccination campaign in Gujarat: ગુજરાતમાં રસીકરણ અભિયાનના બ્રહમાસ્ત્રને મળી સફળતા, રાજ્યમાં 9,46,60,282 લોકોએ વેક્સિનના ડોઝ લીધા

આ પણ વાંચો : Corona In India: વધતા કેસો વચ્ચે PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા મહત્વના નિર્દેશ, કહ્યું- કોવિડ સામેની લડાઈ જરૂર જીતીશું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.