ETV Bharat / bharat

Corona Child Vaccination :જાણો કેવી રીતે બાળકો રસીનો સ્લોટ બુક કરી શકશે

author img

By

Published : Dec 29, 2021, 12:28 PM IST

સમગ્ર દેશમાં 15થી 18 વર્ષની વયના બાળકો માટે કોવિડ 19 રસીકરણ(Corona Child Vaccination) અભિયાન શરૂ થવાનું છે. બાળકો માટે રસીકરણની નોંધણી ઓનલાઈન દ્રારા પણ થઈ શકશે. કોવિડ 19 રસી બાળકો(Vaccine for Children) માટે 1લી જાન્યુઆરીથી શરૂ થશે. બાળકો માટે કોવિડ 19 રસીની મેળવવી એકદમ સરળ પરંતુ કોઈ પણ ઓળખ કોર્ડ જરુરી છે.

Corona Child Vaccination :જાણો કેવી રીતે બાળકો રસીનો સ્લોટ બુક કરી શકશે?
Corona Child Vaccination :જાણો કેવી રીતે બાળકો રસીનો સ્લોટ બુક કરી શકશે?

ન્યુઝ ડેસ્કઃ સમગ્ર દેશમાં 15થી 18 વર્ષની વયના લોકો માટે કોવિડ 19 રસીકરણ(Corona Child Vaccination) અભિયાન શરૂ થવાનું છે. રસીકરણ અભિયાનમાં 15-18 વર્ષના બાળકો(Vaccine for Children) 3 જાન્યુઆરીથી રસી મેળવી શકશે. આ માટે, બાળકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા રસીકરણની વેબ સાઇટ પર સીધા જ જઈને નોંધણી કરાવી શકશે. પરંતુ બાળકો માટે ઓનલાઈન નોંધણી 1લી જાન્યુઆરીથી શરૂ થશે. રસીકરણ અભિયાનમાં બાળકો CoWIN પોર્ટલની(Online Registration for Children Vaccine) મદદ લઈ શકાય છે.

બાળકો માટે કોવિડ 19 રસીની મેળવવી એકદમ સરળ છે

કોવિડ 19 રસીના સ્લોટ બુક(Book a Vaccine Slot for Kids) કરવાની પ્રક્રિયા બાળકો માટે એકદમ સરળ છે. જેમ પુખ્ત વયના લોકો માટે રસીના સ્લોટ બુક કરવામાં આવે છે, તેવી જ રીતે બાળકો માટે પણ રસીના સ્લોટ બુક થઈ શકશે. આ ઉપરાંત જે બાળકોએ હજુ સુધી આધાર કાર્ડ કે અન્ય ઓળખ કાર્ડ બનાવ્યા નથી, તેઓ વિદ્યાર્થી અથવા બાળકો આઈડી કાર્ડનો ઉપયોગ કરીને નોંધણી કરાવી શકે છે. મહત્વનું એ છે કે બાળકો માટે માત્ર કોવેક્સિની મંજૂરી(Covexin for Children) આપવામાં આવી છે, તેના કારણે તમે કોવેક્સિન રસી માટે સ્લોટ બુક કરી શકશો.

નોંધણી માટે કાર્ડનો ઉપયોગ જરુરી

વિદ્યાર્થીઓ અથવા બાળકો રસી લોન્ચ થયાની તારીખથી નજીકના રસી કેન્દ્રમાંં(Vaccine Center for Children) અથવા રાજ્ય, જિલ્લા ઉપરાંત પિનકોડના ઉપયોગથી રસીકરણમાં જોડાય શકે છે. આ ઉપરાંત જો બાળકો ઈચ્છે તો રસીના સ્લોટ બુક કરવા માટે તેમના માતા-પિતાના મોબાઈલ નંબરનો પણ ઉપયોગ કરી શકે છે. નોંધણી માટે આધાર અથવા વિદ્યાર્થી આઈડી કાર્ડનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચોઃ Gujarat Child Vaccination: 35થી 40 લાખ બાળકોને આપવામાં આવશે વેક્સિન

આ પણ વાંચોઃ launch COVID-19 vaccine for children : આગામી 6 મહિનામાં 3 વર્ષ સુધીના બાળકો માટે રસી કરાશે લોન્ચઃ અદાર પૂનાવાલા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.