ETV Bharat / bharat

launch COVID-19 vaccine for children : આગામી 6 મહિનામાં 3 વર્ષ સુધીના બાળકો માટે રસી કરાશે લોન્ચઃ અદાર પૂનાવાલા

author img

By

Published : Dec 15, 2021, 8:20 AM IST

launch COVID-19 vaccine for children : આગામી 6 મહિનામાં 3 વર્ષ સુધીના બાળકો માટે રસી લોન્ચઃ અદાર પૂનાવાલા
launch COVID-19 vaccine for children : આગામી 6 મહિનામાં 3 વર્ષ સુધીના બાળકો માટે રસી લોન્ચઃ અદાર પૂનાવાલા

સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના ceo અદાર પૂનાવાલાએ (Serum Institute of India CEO Adar Poonawalla) જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે આ રસી આગામી 6 મહિનામાં લોન્ચ(launch COVID-19 vaccine for children) કરવામાં આવશે. પૂનાવાલાએ(Adar Poonawalla) આ વાત CII પાર્ટનરશિપ સમિટમાં કહી હતી.

  • 6 મહિનામાં 3 વર્ષ સુધીના બાળકો માટે રસી લોન્ચ કરવામાં આવશે
  • EMA માટે અમને અરજી કરવાનું કહેવું બિલકુલ યોગ્ય છેઃ પૂનાવાલા
  • રસીના પાસપોર્ટનો મુદ્દો આંતર-દેશી ધોરણે હોવો જોઈએ

નવી દિલ્હી: વેક્સીન નિર્માતા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાએ(Serum Institute of India CEO Adar Poonawalla) જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ અને તેથી વધુ ઉંમરના બાળકો માટે રસી(Vaccine for children up to 3 years) આગામી 6 મહિનામાં લોન્ચ(launch COVID-19 vaccine for children) કરવામાં આવશે. પૂનાવાલાએ આ વાત CII પાર્ટનરશિપ સમિટમાં કહી હતી.

રસીના પાસપોર્ટનો મુદ્દો આંતર-દેશી ધોરણે હોવો જોઈએ

ઉલ્લેખનીય છે કે અગાઉ દેશની સેન્ટ્રલ ડ્રગ્સ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને 2-17 વર્ષની વય જૂથના બાળકો પર કોવિડ-19 રસી 'કોવોવેક્સ'ના તબક્કા II અથવા III ક્લિનિકલ ટ્રાયલ કરવાની મંજૂરી આપવા સામે ભલામણ કરી હતી. તેમજ અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે કંપનીને તેની કોવિડ-19 રસી કોવિશિલ્ડ(Covid-19 vaccine Covishield) માટે યુરોપિયન મેડિસિન એજન્સી (EMA) પાસેથી એક મહિનામાં મંજૂરી મળવાનો વિશ્વાસ છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું હતું કે રસીના પાસપોર્ટનો મુદ્દો આંતર-દેશી ધોરણે હોવો જોઈએ.

UK MHRA, WHO સાથેની મંજૂરીની પ્રક્રિયામાં પણ સમય લાગ્યો

પૂનાવાલાએ(Adar Poonawalla) ઈન્ડિયા ગ્લોબલ ફોરમ 2021માં જણાવ્યું હતું કે EMA માટે અમને અરજી કરવાનું કહેવું બિલકુલ યોગ્ય છે, જે અમે અમારા પાર્ટનર એસ્ટ્રાઝેનેકા દ્વારા એક મહિના પહેલા કર્યું છે અને તે પ્રક્રિયા પોતાનો સમય લે છે. UK MHRA, WHO સાથેની મંજૂરીની પ્રક્રિયામાં પણ સમય લાગ્યો અને અમે EMAને અરજી કરી છે.

આ પણ વાંચોઃ ફરી એકવાર મોદી ટાઈમ મેગેઝીનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિના લિસ્ટમાં સામેલ

આ પણ વાંચોઃ કોવિશિલ્ડ અને કોવેક્સિનનું મિશ્રણ કરવું ઉચિત નથી- સાયરસ પૂનાવાલા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.