નર્મદા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અસામાજિક તત્વોને નર્મદા પોલીસની ચેતવણી - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2024, 5:41 PM IST

thumbnail
નર્મદા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત (ETV Bharat Desk)

નર્મદા : આવતીકાલ 7 મેના રોજ લોકસભા ચૂંટણી 2024 ના ત્રીજા તબક્કાનું મતદાન છે. ગુજરાતની 25 લોકસભા બેઠક સહિત નર્મદા જિલ્લામાં પણ મતદાન થશે. નર્મદામાં છોટાઉદેપુર લોકસભાના ત્રણ તાલુકા અને ભરૂચ લોકસભા બેઠકમાં બે તાલુકો ડેડીયાપાડા અને સાગબારાનો સમાવેશ થાય છે. રાજ્યની સૌથી હોટ બેઠક પૈકી ભરૂચ લોકસભા બેઠકનો માહોલ ગરમાયો છે. ભરૂચ લોકસભા મતવિસ્તારમાં ડેડીયાપાડા અને સાગબારાના સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટે નર્મદા પોલીસ વિભાગ એલર્ટ બન્યું છે. નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, મદદનીશ પોલીસ અધિક્ષક લોકેશ યાદવ, LCB PI આર. જે. ચૌધરી સહિત પોલીસ સ્ટાફ અને રાજ્ય પોલીસ સુરક્ષા દળની એક ટીમ દ્વારા સેલંબા, સાગબારા, દેડીયાપાડા સહિતના અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ સાથે મતદારોને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા સંદેશો પાઠવ્યો અને અસામાજિક તત્વોને પણ સૂચના આપી કે જો શાંતિ ડહોળવાની કોશિશ કરી તો ખેર નથી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.