નર્મદામાં દિવ્યાંગ અને અશક્ત મતદાર માટે ખાસ વ્યવસ્થા, વ્હીલચેર અને ઈ-રીક્ષાની સુવિધા મળશે - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 5, 2024, 10:15 PM IST

thumbnail
નર્મદામાં દિવ્યાંગ અને અશક્ત મતદાર માટે ખાસ વ્યવસ્થા (ETV Bharat Desk)

નર્મદા : લોકસભા ચૂંટણી 2024 ને લઈને નર્મદા જિલ્લામાં દિવ્યાંગ, વૃદ્ધ અને અશક્ત મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં સક્ષમ એપ્લિકેશન્સ મારફતે દિવ્યાંગજન મતદારોની નોંધણી થઈ છે. આ મતદારો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના CEO ઉદિત અગ્રવાલ અને નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની સાથે MoU કરવામાં આવ્યા છે. જેમાં દિવ્યાંગ અને વૃદ્ધ અશક્ત મતદારો માટે મતદાનના દિવસે વ્હીલચેર અને પિંક રીક્ષા ફાળવવામાં આવશે. નાંદોદ વિધાનસભામાં 50 વ્હીલચેર અને 9 ઈ-રીક્ષા ફાળવવામાં આવી છે. જેમાં 66 મતદાન મથકો પર વ્હીલચેર પહોંચાડી દેવામાં આવી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના 19 ગામોમાં 9 ઈ-રીક્ષા મતદાનના દિવસે આપવામાં આવશે. નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં 30 જેટલા દિવ્યાંગ મતદારોએ સક્ષમ એપ્લિકેશન પર માંગણી કરી હતી, જે આખા ગુજરાતમાં સૌથી વધુ દિવ્યાંગ મતદારો છે.

  1. નર્મદા પરિક્રમા મોટરમાર્ગે શરુ કરાતા ભક્તોમાં રોષ, ચૂંટણી સંદર્ભે નિર્ણય લેવાની 'અંદરખાને' ચર્ચા
  2. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં દિવ્યાંગ મતદાતા ચેતના કાર્યક્રમ યોજાયો - Loksabha Electioin

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.