ETV Bharat / state

મદરેસાનું મેપિંગ અને વિદ્યાર્થીઓની ચકાસણી થશે, ગુજરાત સરકારના નિર્ણયનો આશય શું ? - Madrasa

author img

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2024, 8:02 PM IST

Updated : May 18, 2024, 9:12 PM IST

ગુજરાત સરકાર દ્વારા મદરેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ભૌતિક ચકાસણી અને મદરેસાનું મેપિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યના DEO-DPEO સહિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. જાણો શું છે સરકારની નીતિ...

ગાંધીનગર મદરેસા
ગાંધીનગર મદરેસા (ETV Bharat Desk)

મદરેસા અંગે ગુજરાત સરકારના નિર્ણયનો આશય શું ? (ETV Bharat Desk)

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ભૌતિક ચકાસણી અને મદ્રેસાનું મેપિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મદ્રેસામાં અભ્યાસ કરતા બાળકોને ધાર્મિક તાલીમની સાથે સાથે આધુનિક શિક્ષણ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બાળકોને ગણિત, વિજ્ઞાન, કોમ્પ્યુટર જેવા આધુનિક વિષયોનું શિક્ષણ મળે તે માટે નીતિ ઘડવામાં આવશે.

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનો પત્ર : રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગુજરાત સરકારના મુખ્ય સચિવને લખેલા પત્રને ધ્યાને રાખી શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અનુસાર કમિશનર ઓફ સ્કૂલ કચેરી અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીને નિર્દેશ કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસામાં ભણતા બિનમુસ્લિમ બાળકો બાબતે ભૌતિક ચકાસણી કરવામાં આવે.

મદરેસાનું મેપિંગ કરવા આદેશ : મદરેસાઓમાં ભણતાં તમામ બાળકો સામાન્ય શાળામાં પણ શિક્ષણ મેળવે તે જરૂરી હોવાથી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સરકારી અને ગ્રાન્ટેડ કે માન્યતા પ્રાપ્ત મદરેસાઓમાં ભણતા બિન-મુસ્લિમ બાળકો અંગે ભૌતિક ચકાસણી કરવા અને અનમેડ મદરેસાઓનું મેપિંગ કરવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત તમામ બાળકો અન્ય સામાન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવા આદેશ કર્યો છે.

બાળકોની ભૌતિક ચકાસણી કરવા સૂચન : જેના પગલે શિક્ષણ વિભાગ દ્વારા કમિશનર ઓફ સ્કૂલ અને પ્રાથમિક શિક્ષણ નિયામકને આ બાબતે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જે મુજબ દરેક DEO-DPEO અધિકારીઓની ટીમ બનાવીને મદરેસાઓમાં ભૌતિક ચકાસણી કરવાની રહેશે. ઉપરાંત બિનમુસ્લિમ બાળકો કેટલા છે અને મદરેસાઓમાં ભણતા બાળકો અન્ય સ્કૂલમાં નિયમિત શિક્ષણ મેળવે છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

ગુજરાતમાં નોંધાયેલ મદરેસા : સરકાર દ્વારા અપાયેલી મદરેસાની યાદી મુજબ હાલ રાજ્યમાં નોંધાયેલા કુલ 1128 મદરેસા છે. જેમાં અમદાવાદ ગ્રામ્ય સહિત જિલ્લામાં 130 અને અમદાવાદ શહેરમાં 75 સહિત 205 જેટલી મદરેસા આવેલા છે. ગાંધીનગર DPEO ડો. પિયુષ પટેલે જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લામાં છ જેટલા મસ્જિદોમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે. તે વિદ્યાર્થીઓ હાલ મુખ્ય ધારામાં ક્યાં અભ્યાસ કરી રહ્યા છે તેનો સર્વે ચાલી રહ્યો છે. આ બાળકોને વિજ્ઞાન ટેકનોલોજી અને વર્તમાન પુરાવાઓ સાથે શિક્ષણ મળશે. વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે.

ગુજરાત સરકારનો આશય : ગાંધીનગર DPEO ડો. પિયુષ પટેલે જણાવ્યું કે, મદ્રેસાના બાળકો ધાર્મિક શિક્ષણની સાથે મુખ્ય પ્રવાહનું શિક્ષણ મેળવે તે માટે સરકારનો ઉમદા પ્રયાસ છે. તેના કારણે વિદ્યાર્થીઓ ટેકનિકલ શિક્ષણ મેળવી શકશે, આ અભ્યાસથી દુનિયામાં અત્યારે શું ચાલી રહ્યું છે તેનાથી જાણ થશે. વિદ્યાર્થીઓને લાંબા ગાળે જીવન નિર્વાહ માટે આ શિક્ષણ ઉપયોગી બનશે.

  1. મદરેસામાં બાળકો અન્ય વિષયો ભણે છે કે નહીં તેની તપાસ, સુરતના 50 મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા તપાસ
  2. એન્ટિ હ્યુમન ટ્રેકિંગ યુનિટ દ્વારા બિહારના 24 બાળકોને લખનૌ દુબગ્ગા મદ્રેસામાંથી બચાવવામાં આવ્યા
Last Updated : May 18, 2024, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.