ETV Bharat / state

ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર ત્રાટકયું, 17 ગેમ ઝોન પર તપાસના આદેશ અપાયા - Gandhinagar gamezone cheking

author img

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 10:49 AM IST

રાજકોટમાં થયેલા ગેમ ઝોન કાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્ર હરકતમાં આવ્યું છે. ગાંધીનગરમાં ધમધમતા 17 ગેમ ઝોન પર તંત્ર ત્રાટક્યું છે. ગાંધીનગરમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મહત્વના આદેશો આપવામાં આવ્યા છે. Gandhinagar gamezone cheking

ગાંધીનગરમાં ચાલતા અંદાજિત 17 જેટલા ગેમ ઝોનમાં તપાસ કરવાના કડક આદેશ આપવામાં આવ્યા
ગાંધીનગરમાં ચાલતા અંદાજિત 17 જેટલા ગેમ ઝોનમાં તપાસ કરવાના કડક આદેશ આપવામાં આવ્યા (Etv Bharat Gujarat)

ગાંધીનગર: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ગુજરાતમાં ફાયર એનઓસી સહિતની જરૂરી મંજૂરી વગર ધમધમતા ગેમ ઝોન સામે સરકારે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. રાજ્યભરમાં ચાલતા ગેમ ઝોન વિરોધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાવવામાં આવતા ગાંધીનગરમાં પણ ગેમ ઝોન બંધ કરાવવામાં આવ્યા છે.

રાજકોટમાં થયેલા ગેમ ઝોન કાંડ બાદ સમગ્ર ગાંધીનગર તંત્ર હરકતમાં આવ્યું
રાજકોટમાં થયેલા ગેમ ઝોન કાંડ બાદ સમગ્ર ગાંધીનગર તંત્ર હરકતમાં આવ્યું (ETV bharat guajarat)

અધિકારીઓ સાથે બેઠક: ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ મિટિંગમાં કમિશનર ઉપરાંત નાયબ મનપા કમિશનર, ટાઉન પ્લાનિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ ઇજનેર, ફાયર, સંકલન વિભાગ, રેવન્યુ વિભાગ, જિલ્લા પોલીસ તંત્રના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા. હાજર અધિકારીઓ સાથે ગેમ ઝોન પ્રકરણમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવીન હતી.

આજે સવારથી ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે
આજે સવારથી ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે (ETV bharat guajarat)

17 જેટલા ગેમ ઝોનમાં તપાસના આદેશ: શહેરમાં ચાલતા અંદાજિત 17 જેટલા ગેમ ઝોનમાં જરૂરી મંજૂરી લેવાઈ છે કે નહીં તેની તપાસ કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. આજે સવારથી ગાંધીનગરમાં ધમધમતા ગેમ ઝોન પર તંત્ર દ્વારા તપાસ ચાલી રહી છે. ફાયર એનઓસી તેમજ અન્ય જરૂરી મંજૂરીઓ ન ધરાવતા તમામ ગેમ ઝોન સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જોકે મોટાભાગના ગેમ ઝોન સંચાલકોએ સ્વેચ્છાએ પોતાના ગેમ ઝોન બંધ કરી દીધા હોવાનું સામે આવ્યું છે.

  1. રાજકોટના ગેમઝોનમાં થયેલ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું, અમદાવાદના 12 ગેમઝોનમાં ચેકિંગ - AHMEDABAD GAMEZONE CHEKING
  2. લ્યો બોલો, સુરતમાં ફાયર એનઓસી વગર ધમધમી રહ્યા હતા છ ગેમ ઝોન, તમામ સીલ કરાયા - Game Zone Scandal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.