ETV Bharat / state

Cabinet Meeting: વીજ ટ્રાન્સમિશન અને ટાવરથી થતા નુકસાન સામે રાજ્ય સરકાર ખેડૂતોને જંત્રીના 200 ટકા લેખે વળતર ચૂકવશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 10:47 PM IST

કેબીનેટ મીટિંગમાં રાજ્ય સરકારે વીજ ટ્રાન્સમિશન અને ટાવરથી થતા નુકસાન સામે ખેડૂતોને જંત્રીના 200 ટકા લેખે વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતર ચૂકવાશે. પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે સરકારના આ નિર્ણયની માહિતી આપી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Gujarat Govt Farmers Electric Transmission Hrishikesh Patel 200 Percentages

વીજ ટ્રાન્સમિશનના નુકસાન સામે 200 ટકા લેખે વળતર ચૂકવાશે
વીજ ટ્રાન્સમિશનના નુકસાન સામે 200 ટકા લેખે વળતર ચૂકવાશે

15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતર ચૂકવાશે

ગાંધીનગરઃ રાજ્યના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે. આજે મળેલી કેબિનેટમાં ગુજરાત વિજ વિભાગે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.

નુકસાનના વળતરમાં બીજીવાર વધારોઃ વીજ ટ્રાન્સમિશન લાઈન અને ટાવર ઊભા કરતા સમયે ખેડુતને થતા નુકસાન વળતરમાં સરકારે બીજીવાર વધારો કર્યો છે. ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સરકારના તા.14-08-2017ના ઠરાવમાં ડિસેમ્બર - 2021માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવ્યા બાદ ફરી એક વાર 2 વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો કરવામાં આવેલ છે. સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારે વળતર ચુકવવામાં આવશે.

200 ટકા લેખે ગણતરી કરાશેઃ ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઈનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના 15 ટકાની જગ્યાએ 25 ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવામાં આવશે. આ વળતર જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના 200 ટકા લેખે ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારો પણ ધ્યાને લેવામાં આવશે.

ગૌચર કે ખરાબાની જમીનનો ઉપયોગઃ ટ્રાન્સમિશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવેલી છે. ટ્રાન્સમીશન લાઇન ખરાબામાંથી પસાર કરાશે. જેથી ખેડૂતોની ખેતી લાયક જમીન બચાવી શકાય છે.

ગુજરાત સરકારના તા.14-08-2017ના ઠરાવમાં ડિસેમ્બર - 2021માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવ્યા બાદ ફરી એક વાર 2 વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો કરવામાં આવેલ છે. સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200 ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક 10 ટકા લેખે વધારે વળતર ચુકવવામાં આવશે...ઋષિકેશ પટેલ(પ્રવક્તા પ્રધાન)

  1. Gujarat Cabinet Meeting : માછીમારો માટે રાહત રકમ વધારી, રસ્તાઓ માટે રૂા.1494.21 કરોડના કામો મંજૂર
  2. VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.