ETV Bharat / city

VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

author img

By

Published : Dec 1, 2021, 7:10 PM IST

VGGS 2022 :  વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે
VGGS 2022 : વિદેશી ડેલીગેશને પણ નિયમો અનુસરવા પડશે, 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) મહત્ત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જે બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghani) કેબિનેટની પત્રકાર પરિષદને સંબોધતા વાપી નગરપાલિકા ચૂંટણીમાં પક્ષને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ આવતીકાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઈ ખાતે રોડ શો (roadshow in mumbai ) કરનાર છે તે બાબતે ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવી હતી. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં (vibrant gujarat global summit 2022) વિદેશી ડેલીગેટ્સે (Foreign delegations) પણ VGGS 2022 દરમિયાન નિયમો પાળવા પડશે.

  • રાજયના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં Cabinet Meeting
  • મુંબઈ રોડ શો, દુબઇ પ્રવાસ બાબતે થઈ ચર્ચા
  • રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની થશે ભરતી
  • vibrant gujarat global summit 2022 બાબતે કરાઈ ગાઈડલાઇન્સ બાબતે ચર્ચા

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા 9-10-11 જાન્યુઆરીના રોજ vibrant gujarat global summit 2022 આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે તમામ આયોજન અલગ-અલગ વિભાગો દ્વારા થઈ રહ્યું છે. જ્યારે વિશ્વમાં કોરોનાના નવા વેરિયન્ટ (Omicron variant) હાહાકાર મચાવ્યો છે અને ભારત 11 જેટલા સાઉથ આફ્રિકાની આસપાસના તમામ દેશોને at risk ઉપર મૂક્યા છે ત્યારે મહત્વની વાત કરવામાં આવે તો વાઇબ્રન્ટ ગુજરાતમાં સાઉથ આફ્રિકાથી વધુ દેશોનું ડેલિગેશન ગુજરાતમાં આવતું હોય છે. etv ભારત દ્વારા કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના નવા નિયમો અંગેની પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જે બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ જવાબ આપતા જણાવ્યું હતું કે ડેલિગેશન હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના નવા નિયમો ફરજિયાત રીતે પાલન કરવાના રહેશે. આજે પણ ડેલિગેટ્સ (Foreign delegations) આવશે તેઓએ સાત દિવસ ક્વોરન્ટીન સુધી રહેવું પડશે અને ફરીથી રિપોર્ટ કર્યા બાદ જો નેગેટિવ રિપોર્ટ આવશે તો જ જે-તે ડેલિગેશન વાઇબ્રન્ટ ગુજરાતમાં (VGGS 2022 ) હાજર રહી શકશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતાં પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણી

રાજ્યમાં છેલ્લા 1 વર્ષથી અનેક ફાઈલો પેન્ડિંગ

રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી પેન્ડિંગ છે હજી સુધી કોઈ ચુકાદા આવ્યાં નથી અથવા તો નિર્ણય કરવામાં આવ્યા નથી. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં તમામ પ્રધાનો અને તમામ જે તે વિભાગના અધિકારીઓને ખાસ સુચના અને ટકોર કરી હતી કે છેલ્લા એક વર્ષમાં જેટલી પણ ફાઈલ ક્લીયર થઈ નથી તે વહેલામાં વહેલી તકે તૈયાર કરવામાં આવે જેથી પટેલ કામ પૂર્ણ થઈ શકે. આમ તમામ વિભાગને વહેલામાં વહેલી તકે ફાઈલો પેન્ડિગ સોલ્વ કરવાની સૂચના આપવામાં આવી છે.

સીએમ ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં રોડ શો કરશે, 7 અને 8 ડિસેમ્બર સીએમ દુબઈમાં

મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ (Jitu Waghani)વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુંબઇમાં તાજ હોટલ ખાતે રોડ શૉ (VGGS 2022 ) કરશે જેમાં મુંબઈ અને મહારાષ્ટ્રના (roadshow in mumbai ) અગ્રણી ઉદ્યોગપતિ સાથે ખાસ વાતચીત કરી બેઠકો યોજશે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ગુજરાત આવવાનું આમંત્રણ પાઠવવામાં આવશે. જ્યારે સાત અને આઠ ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વાઈબ્રન્ટ ગુજરાતની (vibrant gujarat global summit 2022) તૈયારીના ભાગરૂપે દુબઈ જશે, જેમાં વન-ટુ-વન બેઠક પણ કરવામાં આવશે. સાથે જ દુબઈ ખાતે સ્વામિનારાયણ મંદિરના (Dubai Swaminarayan Temple) દર્શન પણ કરશે.

આ પણ વાંચોઃ Vibrant Gujarat 2022 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો મુંબઈમાં 2જી ડિસેમ્બરે રોડ શો યોજાશે

આ પણ વાંચોઃ VGGS 2022: ગુજરાતનો ડંકો વગાડવા યુરોપના 3 દેશમાં થયાં રોડ શૉ, જાણો શું થઇ રજૂઆતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.