ETV Bharat / state

‘સહપરિવાર મતદાન’ અભિયાન, સુરતમાં ૧,૯૪,૪૭૯ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા - lok sabha election 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 7, 2024, 6:24 PM IST

લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. આગામી લોકસભાની ચૂંટણી 2024ને લઈને દેશભરમાં પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે, ગુજરાતમાં પણ લોકશાહીના આ પર્વની આ ઉજવણીમાં લોકો વધુને વધુ ભાગ લે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓની મદદ લેવાઈ રહી છે.

અચુક મતદાન માટે સુરતમાં ૧,૯૪,૪૭૯ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા
અચુક મતદાન માટે સુરતમાં ૧,૯૪,૪૭૯ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા

સુરત: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪માં ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન(TIP) અંતર્ગત સુરત જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદાનમાં મતદારોની સહભાગિતા વધે એ માટે સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાં બાળકો થકી વાલીઓને મતદાન માટે સંકલ્પબદ્ધ કરવાની ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી.

સુરતમાં ૧,૯૪,૪૭૯ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા
સુરતમાં ૧,૯૪,૪૭૯ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા

આ ઝુંબેશ અંતર્ગત વાલીઓ 'હું વોટ કરીશ'નાં સંકલ્પપત્રો ભરી અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યા છે. જેમાં વિવિધ શાળાઓના ૧ લાખ ૯૪ હજાર ૪૭૯ વિદ્યાર્થીઓએ મતદાન સંકલ્પપત્રો પરિવારના સભ્યો મારફત ભરાવી/વંચાવી શાળા કક્ષાએ પરત કર્યા છે અને ‘સહપરિવાર મતદાન’નો સંદેશો પહોંચાડવા વિદ્યાર્થીઓએ બ્રાન્ડ એમ્બેસેડરની ભૂમિકા અદા કરી છે. જેના પરિણામે આગામી ચૂંટણીમાં સુરત જિલ્લામાં મતદાનનું પ્રમાણ વધશે અને મહિલા મતદારોના મતદાનમાં પણ નોંધપાત્ર વધારો થશે.

અચુક મતદાન માટે સુરતમાં ૧,૯૪,૪૭૯ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા
અચુક મતદાન માટે સુરતમાં ૧,૯૪,૪૭૯ વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પપત્રો ભરાયા

ઉલ્લેખનિય છેકે આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ઠેર ઠેર ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવી છે.

  1. ગાંધીનગર લોકસભા બેઠક પદાધિકારીઓને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપ્યો જીતનો મંત્ર - Loksabha Election 2024
  2. સુરત લોકસભા બેઠકમાં 18થી 19 વર્ષની વયના કુલ 84,476 નવા મતદારો, પ્રથમવારના મતદાતાના મિજાજ જૂઓ - First Time Voters
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.